કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં || નીચે લખેલું છે કિર્તન || સતગુરુ ભજન || નયનાબેન લાડવા|| કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 21. 02. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન _______________
    કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    ગુરૂ એ આપ્યું છે આતમ જ્ઞાન કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    મને રાગ ને દ્વેષ થી છોડાવીયો રે
    હે મારે ઉતાર્યું છે અભિમાન કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હું તો જુદા જુદા પંથમાં અટવાય ગયો રે
    હે મને બતાવ્યો સત નો માર્ગ કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હું તો નુગરા ની નગરીમાં ભમતો રે
    હે મને સુગરાનો કરાવ્યો છે સંગ કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હું તો અહંકારી બની ને માલતો રે
    હે મારા ગુરૂએ ઉતાર્યું ગુમાન કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હું તો કંચન કાયા માં મોહ પામ્યો રે
    હે મને કરાવ્યું પંચ ભુત નુ જ્ઞાન કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    મને કામ ક્રોધ થી છોડાવીયો રે
    હે મને બતાવ્યો સતગૂણ નો સાર કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હે હું તો રૂપ અને રંગ માં મોજું માણતો રે
    હે મને ગુરૂએ બતાવ્યા હાડ માંસ કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હું તો ધન દોલત માટે ભમતો રે
    હે મને સંતોએ આપ્યા છે સુખ કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હું તો ભાવતાં ભોજન જમતો રે
    હે મને ચખાડ્યો રામ રસ નો સ્વાદ કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હૂ તો સગાં સંબંધીઓને સેવતો રે
    હે દિન દુઃખિયા ની બતાવી સેવા કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    દાસ હરિ ની વિનંતી સાંભળો રે
    ગુરૂએ રાખ્યા છે ચરણો ની પાસ કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે
    હે મને આપ્યું છે આતમ જ્ઞાન કેમ ભુલાય ગુણ ગુરૂદેવ નાં રે

Komentáře • 16

  • @apnatirgapyara
    @apnatirgapyara Před 4 měsíci

    નયનાબેન ખુબખુબ સરસ ગુરૂદેવ દેવ નુ ભજન ગાયુ છે બધી બહેન ને મગનભાઈ ના હરહર મહાદેવ 🙏જય ભોળાનાથ..

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ મગન ભાઈ જય દ્વારકાધીશ જય ભોળાનાથ હર હર મહાદેવ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 4 měsíci +2

    તસ્મૈ શ્રી ગુરવે નમઃ..Like સાથે.
    ખુબ ખુબ જ સુંદર ગુરુ વંદના
    ❤❤.. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન ઝાઝાથી ઝાઝા.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ કૃષ્ણ વંદે જગત ગુરુ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 4 měsíci +2

    જય ભોળાનાથ નયનાબેન વાહ ગઈ કાલેમે જે લખીને મોકલ્યો એમા માત્ર બેન તારો એકનો જવાબ આવ્યો બાકી કોયનો સાચો ખોટો જવાબનો આવ્યો દશ મંડળને મોકલ્યો તો પણ અમારા શીવ મંદીર તો સંપુર્ણ પુરૂ થઈ ગયુછે ખુબખુબ ધન્યવાદ બેન તારી ભાવના ને સતસત પ્રણામ તારી જનેતાને નમન બેન તારૂ ગામ કયુછે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci +2

      ખુબ ખુબ ધન્યવાદ દાદા અમારૂ ગામ ભાવનગર જિલ્લો બગદાણા ગામ ની બાજુ માં ખારી મારા સસરા નું ગામ સરેરા

  • @natvarlalsuthar2325
    @natvarlalsuthar2325 Před 4 měsíci

    બહુ સરસ ભજન છે ગુરુજીનું જય ગુરુદેવ તમારી પાસે કેમ રહીયે ગુરુ વિના કેમ રહીયે આ ભજન હોય લખી મુકવા વિનંતી

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ગુરુદેવ હાં ચોક્કસ થી આ ભજન ગાઈ ને લખીને મુકશુ 🙏

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 Před 4 měsíci

    જય શ્રી ગુરુ દેવ સરસ ભજન ગાયું છે બહેનો સીતારામ ઓમ ભજન મંડળ તરફથી સીતારામ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી ગુરુદેવ બેન સીતા રામ

  • @NatvarYadav-gs9lt
    @NatvarYadav-gs9lt Před 4 měsíci

    Good

  • @hardikrajguru5468
    @hardikrajguru5468 Před 4 měsíci +1

    ગુરુ બીન જ્ઞાન નાં ઉપજે ગુરૂ બીન મીટે નાં ભેદ ગુરુ બીન સંશય નાં મીટે ભલે વાંચો ચારે વેદ .. હર કોઈ વ્યક્તિ એ ગુરુ ફરજિયાત છે ગુરૂ વગર ના હોય એમને આપડે નુગરા કહીયે છીએ બરાબર ને એટલે જીવન જીવવાની મજા જેમને ગુરુ હોય એમને જ હોય જય સીયારામ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા ખુબ સરસ વાત કરી તમે ગુરુ વિના જ્ઞાન ના ઉપજે વાહ ખુબ જ આનંદ થાય છે તમારી કૉમેન્ટ વાંચી ને જય સતગુરુ દેવ જય સીયારામ 🙏🙏🙏

  • @NatvarYadav-gs9lt
    @NatvarYadav-gs9lt Před 4 měsíci

    Good