Video není dostupné.
Omlouváme se.

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 19. 08. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન ________________
    મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
    એથી મીઠી સે મારી માત રે આ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
    પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
    જગથી જુદૈરી એની જાત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    અમે ભરેલી એની આંખડી રે લોલ
    વહાલના ભરેલા એના વેણ રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    હાથ ગુથેલા એના હીર ના રે લોલ
    હૈયું હેમત કેરી હેલ રે આ જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    દેવોને દૂધ એના દોયલા રે લોલ
    શશેએ સિચેલ એની સોડય રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    જગનો આધાર એની આંગળી રે લોલ
    કાળજા માં કંઈક ભર્યા કોડ રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    મુંગી આશિષ ઉરે મલકતી રે લોલ
    લેતા ખૂટે નહીં એની લહણ રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ
    અચળા અચૂક એક માયરે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    ગંગાના નીર તો વધે ઘટે રે લોલ
    સરખો એ પ્રેમનો પ્રવાહ રે આ જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
    માડીનો મેઘ બારે માસ રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    ચળતી ચંદા ની દિશા ચાંદની રે લોલ
    એનો નહીં આથમે ઉજાસ રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
    એથી મીઠી છે મારી માત રે આ જનનીની જોડ સખી નહી જડે રે લોલ

Komentáře • 6

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ જનનીની જોડ નો જડે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před měsícem

      ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před měsícem +1

    માતૃદેવો ભવ ❤❤...
    ખુબ ખુબ જ સુંદર જનનીની જોડ જગે નહીં જડે રે લોલ..
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ like સાથે.
    કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před měsícem +1

      ખૂબ ખૂબ ધન્યવાદ ધરમશીભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @danabhairam-ul2rk
    @danabhairam-ul2rk Před měsícem

    Khub saras

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před měsícem

      ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ