જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન _____________
    જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી
    એવું સમજી ને સત્સંગ કરજો
    મરણની તીથી કોઈ ને ખબર નથી
    ઓચિંતો કાળ તારો આવશે
    હાલત ચાલતા ધબકારા બંધ પડી જાશે
    પછી કારીગરી નથી હાથમાં
    એકલો આવ્યો ને એકલો જાવાનો
    કોઈ નહીં આવે તારા સાથમાં
    દેહ તારો જીવથી જુદો રે પડશે
    ખોળિયું લઈ જાય છે સ્મશાન માં
    મૃત્યુ પામેલા કોઈ પાછા નહીં આવે
    નથી તાર કે ટપાલ માં
    જીવન મરણ નું ચક્ર યુગોથી ફરતુ
    પછી પાછળ થી પસ્તાય છે
    યમરાજા પાસે તારૂ જોર નહી ચાલે
    ખેંચી ખાંપણ માં નાખશે
    મૃત્યુ નાં દ્વારેથી કોઈ પાછા નહીં આવે
    કાળ કરશે તારો કોળિયો
    મોંઘુ જીવન તારૂ મરણ નાં મુખમાં
    ધુળ ધાણી થઈ જાય છે
    અમર પટો લખાવી જીવ નથી આવ્યો
    જન્મ મરણ એને આવશે
    ધર્મ નાં કામ તારા બાકી રહી જાશે
    પછી જવાબ દેવા પડશે
    વીધી નાં લેખ તારા કોઈ થી ભુંસાઈ નહીં
    જેવા કરશો તેવા જાય સાથમાં
    ભગવાન રામ બ્રહ્મ પરમાત્મા તોય
    રાજા દશરથ નુ મૃત્યુ આવ્યું
    ભિષ્મ દાદા ને કેવાં દુઃખ રે આવ્યા
    બાણ સૈયા પર સુવુ પડીયુ
    શ્વાસે શ્વાસે તમે સીતારામ બોલજો
    પાપને પુણ્ય તારા હાથમાં
    સમય કાઢીને તમે ભજન કરજો
    અંતે ભગવાન આવશે તેડવા
    ગુરુ પ્રતાપે સખી મંડળ બોલ્યા
    જન્મ્યા એને જાવું પડશે
    જન્મ મરણ વચ્ચે દોરી છે ટુંકી
    એવું સમજી ને સત્સંગ કરજો

Komentáře • 32

  • @dimplebensatsang1104
    @dimplebensatsang1104 Před 8 dny

    વાહ ખુબજસરસ નયનાબેન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 dny

      ખુબ ખુબ ધન્યવાદ ડિમ્પલ બેન જય દ્વારકાધીશ

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 Před 11 dny +3

    Waw Bhuj sars Bhajan 🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 11 dny

      ખુબ ખુબ ધન્યવાદ ભારતી બેન

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 9 dny +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @user-gt7vw5ob9y
    @user-gt7vw5ob9y Před 6 dny

    Super Bhajan Naynaben

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 dny

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ

  • @vijayradadiya6187
    @vijayradadiya6187 Před 9 dny

    Jay mataji vah Sars bhajan

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 dny

      ખુબ ખુબ ધન્યવાદ વીજય ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી 🙏

  • @nirutasavaliya-cy3bx
    @nirutasavaliya-cy3bx Před 4 dny

    MST ben

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 11 dny +5

    વાહ વાહ ખુબ સરસ 👌👌 અનેક જીવોને આત્માને શાંતિ મળે દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏👍👍👌👌👌👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 11 dny

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 10 dny

    Jay shree Krishna 🙏🌹🙏🌹🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 dny

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 10 dny

    Super bhanaj ben

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 dny

      ખુબ ખુબ ધન્યવાદ કોકીલાબેન જય દ્વારકાધીશ

  • @AshokParmar-gq1kq
    @AshokParmar-gq1kq Před 7 dny

    સરસ ભજન❤🎉

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 dny

      ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ

  • @jaygurudev2983
    @jaygurudev2983 Před 9 dny

    સરસ બેન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @vinodbhaivekariya1305

    👌👌👌🙏

  • @hansapatel5039
    @hansapatel5039 Před 9 dny

    👌👌👌🎉🎉🎉

  • @senpaii_gamingyt9711
    @senpaii_gamingyt9711 Před 10 dny

    🙏🙏

  • @jyotitrivedi974
    @jyotitrivedi974 Před 11 dny +2

    ભજનના શબ્દો બહુ સરસ હતા પણ તમારો કોન્ટેક્ટ નંબર લખી મોકલો અમારે તમારી પાસે ભજન કરાવવા છે

  • @jaxabenshah3295
    @jaxabenshah3295 Před 7 dny

    Sarsben.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ