અભણ માતા તારી કાગળ લખાવે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 26. 12. 2023
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _____________ કિર્તન ___________________
    અભણ માતા તારી કાગળ લખાવે
    સાંભળજે મારા નાથ રે
    કોણ રે તને કાગળ લખાવે
    અભણ માતા તારા અભણ પિતા
    અભણ છે ગોકુળ ગામ રે
    માતા રે તારાં ચવટે બેઠા છે
    પિતા ઉભા છે ડેલી બહાર રે
    અભણ માતા તારી કાગળ લખાવે
    સાંભળજે મારા નાથ રે
    કોણ રે તને કાગળ લખાવે
    ગોપીઓના ઘેર તુ રમવા રે જાતો
    ગોકુળ માં ચારી તે ગાય રે
    ગૌશાળા માં તુ ગાયું રે જોતો
    નેણે આંસુડાં ની ધાર રે
    અભણ માતા તારી કાગળ લખાવે
    સાંભળજે મારા નાથ રે
    કોણ રે તને કાગળ લખાવે
    મટુકી માં મારો વાલો વેચાણો
    ચૌદ ભુવન નો નાથ રે
    ખાંડણીયા માં મે તને બાંધ્યો
    ભુલી જાજે મારા લાલ રે
    અભણ માતા તારી કાગળ લખાવે
    સાંભળજે મારા નાથ રે
    કોણ રે તને કાગળ લખાવે
    અગીયાર વર્ષ ને બાવન દિવસ
    મેં રે લડાવ્યા તને લાડ રે
    વાયુ દેવને વિનંતી કરૂ છું
    જાજો ગોમતી ને ઘાટ રે
    જમુના નો કાંઠો વાલે છોડી રે દીધો છે
    વસ્યા છે ગોમતી ને તીર રે
    અભણ માતા તારી કાગળ લખાવે
    સાંભળજે મારા નાથ રે
    કોણ રે તને કાગળ લખાવે
    લિખિત તારી માતા જશોદા
    એક વાર અમને તેડાવ રે
    ગૌશાળા માં અમે બેઠા રહેશુ
    લેશું હરિ નું નામ રે
    અભણ માતા તારી કાગળ લખાવે
    સાંભળજે મારા નાથ રે
    કોણ રે તને કાગળ લખાવે
    અભણ માતા તારી કાગળ લખાવે

Komentáře • 53

  • @naynabenparmar2212
    @naynabenparmar2212 Před 6 měsíci +3

    સરસ ભજન છે. નયનાબેન જય દ્વારકાધીશ ❤🙏 જય શ્રી કૃષ્ણ ❤🙏

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 6 měsíci

    રાધે રાધે જય શ્રી કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ જ સુંદર માતૃ વાત્સલ્ય ❤❤ મા યસોદાના પ્રેમનું પ્યારુ ભજન. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 Před 6 měsíci +8

    😢😢😢 ખરેખર બેન આંસુ આવી ગયાં ગીત સાંભળીને ને... જશોદા માતા માટે કેટલુ કઠણ હશે એ..આ બધું જોવું

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 5 měsíci

      હાં બેન સાચી વાત છે તમારી 🙏🙏🙏

  • @kanchanmamandal
    @kanchanmamandal Před 7 měsíci

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 👌🙏
    જય શ્રી કૃષ્ણ 👌🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કંચન બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏

  • @radhegovind4047
    @radhegovind4047 Před 6 měsíci

    Vah...! very nice voice Nayanaben 🎉👌🙏

  • @nitagajera8698
    @nitagajera8698 Před 6 měsíci

    Khub saras gayu

  • @amrutpatel8964
    @amrutpatel8964 Před 6 měsíci

    Mast bhjn che

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h Před 7 měsíci

    Khub saras chhe Nayanamasi Jay shree Krishna Jay Davarakadhish Jay shree Ram radhe radhe

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏

  • @jitendrashah7035
    @jitendrashah7035 Před 2 měsíci

    Saras Bhajan ❤❤❤❤❤

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @bhavnaanilshah8493
    @bhavnaanilshah8493 Před 4 měsíci

    Mast bhajan che bahuj Sars gava cho 👌👏👍🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ

  • @binalgohil7147
    @binalgohil7147 Před 3 měsíci

    👌👌🙏

  • @darshanamistry8064
    @darshanamistry8064 Před 6 měsíci

    👌👌👌👌👌

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 7 měsíci

    વાહ વાહ નયનાબેન મસ્ત ભજન ગાયુ સરસ સાંભળવાની મજા આવી ગઈ કૃષ્ણ અને જશોદાનો પ્રેમ જ અલૌકિક હતો આખી આંસુ ની ધાર આવે એવા ભજન છે 👌🏻👌🏻👌🏻👌🏻

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ માતા જશોદા અને કૃષ્ણ નો પ્રેમ તો અનોખો પ્રેમ હતો બેન

  • @patelchandrika4193
    @patelchandrika4193 Před 7 měsíci

    Very nice

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ચંન્દ્રીકા બેન જય દ્વારકાધીશ

  • @latagohel7183
    @latagohel7183 Před 7 měsíci

    બહુ જ મસ્ત. કીર્તન ગાયું દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @RathodyashvantRathod
    @RathodyashvantRathod Před 21 dnem

    ગૌશાળા માં ગાયો જોતો નેણે આંસુડાં ની ધાર😢😢😢😢😢

  • @bhavnakapuriya4192
    @bhavnakapuriya4192 Před 7 měsíci

    જય શ્રી કૃષ્ણ બહુ સરસ છે ગીત

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ

  • @patelkantilal738
    @patelkantilal738 Před 3 měsíci

    જયશ્રીક્રષ્ણ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @ashaoza6244
    @ashaoza6244 Před 7 měsíci

    👌👌👌👌🙏🙏🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 Před 6 měsíci

    Shree Krishna satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 Před 7 měsíci

    Bahu seres Ben

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 7 měsíci +3

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાય આનંદ થાયછે નૈનાબેન બેટા ખુબ આગળ વધો એવો અમારા તરફ થી આશીર્વાદ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય ભોળાનાથ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આવી જ રીતે સાથ સહકાર આપતા રહો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ

  • @user-yt2mr4eh6b
    @user-yt2mr4eh6b Před 4 měsíci

    સરસ ભજન છે લખી ને મોકલો
    જય શ્રી કૃષ્ણ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ ભજન નીચે લખેલું છે બેન

  • @kalavatidarji5020
    @kalavatidarji5020 Před 7 měsíci +1

    ખૂબ સરસ ભજન છે.નયનાબેન તમારા ગાયેલા ભજન માથી રાતે સુવા સમયે પાંચ ભજન સાંભળી ને પછી જ સુઈ જાઉ છું.
    જય રવામીનારાયણ મારી બેન.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 měsíci

      વાહ બેન ખુબ ખુબ ધન્યવાદ કલાવતી બહેન તમે અમારા કિર્તન ને પસંદ કરો છો ને બધા ભજન સાંભળો છો વાહ બેન અમને ખુબ જ આનંદ થાય છે કે તમે અમારા કિર્તન સાંભળો છો અને સાથે સાથે આવી સરસ કમેન્ટ કરો બેન આવી જ રીતે સાથ સહકાર આપતા રહો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

  • @virmatipatel5125
    @virmatipatel5125 Před 2 měsíci

    Saras Bhajan

  • @jayabenitaliya6997
    @jayabenitaliya6997 Před 7 měsíci

    સીતારામ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જયાબેન જય દ્વારકાધીશ સીતા રામ

  • @jenilchauhan6113
    @jenilchauhan6113 Před 7 měsíci

    Didi kiratan Kem adhuru lakhelu che hu Tamara kiratan utaru chu please Bhajan pura utaro

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 měsíci

      હા દીદી હવે પુરું લખાય ગયું છે થોડી વાર લાગી દીદી સેવ કરતા

  • @jayshreebharadva5596
    @jayshreebharadva5596 Před 6 měsíci

    बहुज सरस भजन गावछो नंबर आपोने😊धेरो वडलोने धेरो छायडो पण सरस भजन छे बहु गमयु

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      7069159076

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જયશ્રી બેન જય દ્વારકાધીશ