શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ માનસી બહેન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન _________________
    શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં
    હારે ભલે થાવાનું હોય તે થાય શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં
    ભોળા ના ભાવે મેં તો કરી હતી પ્રીતડી
    દીલડાએ માગી હતી તારી જો પ્રીતડી
    હારે મારા કાળજડે કાણાં પડી જાય શામળા તારૂ ભજન તો......
    મનથી માનેલા ને જુદા નાં જાણજો
    આશા ની વેલ મારી છુંદી ન નાખશો
    હારે મારૂ હૈયું વલોવાઇ જાય શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં
    રખડી ભટકી ને હું તો થાક્યો સંસાર માં
    સાચું શરણું છે શ્યામ તારા દરબારમાં
    હારે તમે ધારો તો કેટલીક વાર શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં
    તમે છો સાગર ને અમે કીનારા
    તમે અમારા ને અમે તમારા
    હારે તારા નામે તો તરી જવાય શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં
    જીવનની ગાડી મારી પાટે ચડાવજો
    મારગ ભુલેલા ને મારગ બતાવજો
    હારે તારા ચરણોમાં રહે મારો વાસ શામળા તારૂ ભજન તો ભુલાઈ
    મોરલીધર મંદિર માં તમે વેલા વેલા આવજો
    રાધે શ્યામ રાધે શ્યામ ધુન મચાવજો
    હારે તારા ભકતો કરે છે પોકાર શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં
    શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં
    હારે ભલે થાવાનું હોય તે થાય શામળા તારૂ ભજન તો ભુલાઈ નહીં

Komentáře • 6

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 17 dny +1

    ❤🎉❤🎉 જય શ્રી કૃષ્ણ ડાકોર થી

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 17 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 24 dny +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 23 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ભોળાનાથ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 24 dny

    Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 23 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય