ગોકુળ વહેલા પધારજો

Sdílet
Vložit
  • čas přidán 22. 01. 2023
  • ગોકુળ વહેલા પધારજો રે (૨)
    મથુરા જાવ તો મારા સમ હો રાજ
    ગોકુળ વહેલા પધારજો રે
    વાલા મારે ગોકુળ મથુરા બે ગામડા રે
    વચમાં જમુનાજી ભરપૂર હોય રાજ
    ગોકુળ વહેલા પધારજો રે
    અક્રૂર આવ્યા હરિ ને તેડવા રે
    રથડા છૂટ્યા નંદજીના દ્વાર હો રાજ
    ગોકુળ વહેલા પધારજો રે
    મથુરા જાવા હરિને નહીં દઉં રે
    નહીં તો જાશે મારા પ્રાણ હો રાજ
    ગોકુળ વહેલા પધારજો રે
    મથુરામાં મામા ને મળતા આવજો
    એ તો તમારું મોસાળ હો રાજ
    ગોકુળ વહેલા પધારજો રે
    રાધાજી તો નયને આંસુડાં ઝીલતા રે
    જાણે ભાદરવો ભરપૂર હો રાજ
    ગોકુળ વહેલા પધારજો રે
    વાલા મારા માધવ દાસ ની વીનંતી રે
    અમને તેડી રમાડો રાસ હો રાજ
    ગોકુળ વહેલા પધારજો રે
    ગોકુળ વહેલા પધારજો રે
    મથુરા જાવ તો મારા સમ હો રાજ
    ગોકુળ વહેલા પધારજો રે ...

Komentáře • 72