અમર માં નુ બવ સરસ કિર્તન છે એક વખત જરૂર સાંભળો || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 30. 10. 2023
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન ____________________
    અમર બાઈ છે આહિર કુળનાં દીકરી જો
    સોળ વરસ ના અમર બાઈ થયા
    શોભાવડલા થી આવ્યા એના આણા જો
    અમર બાઈ ના સાસુ આવ્યા તેડવા
    અમર બાઈ એ માથા માં નાખ્યા તેલ જો
    આંખો માં આંછેરા આંજણ આંજીયા
    અમર બાઈ એ કાંબી ને કંડલા પેરયા જો
    આંગળીઓ મા પેરી અણવટ વિંછીયા
    અમર બાઈ એ સોળે સજ્યા શણગાર જો
    ઊપર ઓઢી ગુરુ ની ચુંદડી
    અમર બાઈ ને નોતા સાસરી ના કોડ જો
    ગુરૂજી મળે તો બેડો પાર છે
    અમર બાઈ ના ગાડા ચાલ્યા જાય જો
    જઇ ને રે ભાદરવી કાંઠે ઉભા રહ્યા
    ભાદર કાંઠે આંબલીયા ઘનઘોર જો
    આંબલીયા ને છાંયે ગાડા છોડ્યા
    અમર બાઈ ના સાસુ નાહવા જાય જો
    ગાડા મા બેઠા અમર બાઈ એકલા
    અમર બાઈ એ મનડાં માં વિચાર્યું જો
    આરે સંસાર માં મારુ કોઈ નથી
    દુર દેખાય સંતો ના આશ્રમ જો
    આશ્રમ દેખી અમર બાઈ ત્યાં ગયા
    દેવીદાસ કરે કોઢીયા ની સેવા જો
    ત્યાં જઈને અમર બાઈ ઊભા રહ્યા
    દેવીદાસે માથે મેલ્યો હાથ જો
    ગળામાં બાંધી રે રૂડી કંઠી
    જો અમર બાઈ કંઠી ટુટી ના જાય જો
    લોકો તો લેશે રે સત ના પારખાં
    ઇ શું બોલ્યા બાપુ દેવીદાસ જો
    ધણી રે મેંતો ધાર્યો નકળંક રાય જો
    અમર બાઈ એ જોળી લીધી હાથ જો
    અમર બાઈ હાલ્યા રે ટુકડો માંગવા
    ટુકડો માંગ્યો બગસરા જેવા ગામ જો
    બગસરા ના દરબાર માં ને જોઈ ગયા
    અમર બાઈ તો આગળ ચાલ્યા જાય જો
    પાછળ પડ્યા દરબારી ઘોડલા
    અમર બાઈ એ સમર્યા દેવીદાસ જો
    અમર બાઈ થી ઘોડલા આઘા ઉભા રહ્યા
    પરબે આવી જોળી ઉતારી જો
    દરબાર ના ઘોડલા બાપુ વાંહે થયા
    બાપુએ દીધો છે આવકાર જો
    આસન પાથરી ને ત્યાં બેસાડીયા
    શીરો ખવડાવી દુધ પીવડાવયા જો
    આંટી રે છોડાવી ગુરુ દેવ ની
    જાવ દરબાર રાજ પાટ કરો જો
    બગસરા નુ અન ધન પરબે નહીં ખપે
    અમને દેજો સંત ચરણ માં વાસ જો
    ભક્તિ રે દેજો આવા ગુરુદેવ ની
    અમર બાઈ છે આહિર કુળનાં દીકરી જો
    સોળ વરસનાં અમર બાઈ થયા

Komentáře • 68

  • @danabhairam-ul2rk
    @danabhairam-ul2rk Před 10 dny +1

    Khub sars bhajan chhe

  • @arvindbhaigohel1774
    @arvindbhaigohel1774 Před 7 měsíci +4

    Sat.devidas

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci

      જય અમર માં સત દેવીદાસ

  • @karshantadha5624
    @karshantadha5624 Před 7 měsíci +17

    ખુબ સરસ ગાયું દિદિ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci +3

      ખુબ ખુબ ધન્યવાદ કરશનભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @priyrajsinhrathod
      @priyrajsinhrathod Před 6 měsíci

      ​@@Ganesha_Kirtan😊❤ mu ni ki ki ni ii III III III III ni ni ni jnno ni hu hu hu hu hu hu😅

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 6 měsíci

      🙏🙏🙏

    • @VrujlalSiddhapura
      @VrujlalSiddhapura Před měsícem

      Io
      P sh su vi hii se​@@Ganesha_Kirtana

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Před 6 měsíci

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @user-ms8zh1ku1z
    @user-ms8zh1ku1z Před 8 měsíci +2

    ખુબ સરસ છે નયના બેન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @hitendrasinhjadeja7528
    @hitendrasinhjadeja7528 Před 22 dny +1

    🎉અમર મા સદા સહાય 🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 21 dnem +1

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય અમર માં

  • @rajubhaiamrutiya6985
    @rajubhaiamrutiya6985 Před 8 měsíci +1

    Ķhub saras naynaben

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ રાજુભાઇ જય દ્વારકાધીશ

  • @sushilapatel1560
    @sushilapatel1560 Před měsícem

    Very nice video and. Voice. God bless you. Good luck

  • @vatukiyaratnabhai7950
    @vatukiyaratnabhai7950 Před 5 měsíci

    Khub saras ben

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @pravinbhaidarji2200
    @pravinbhaidarji2200 Před 3 měsíci

    બહુજ સરસ ભજન ગાયા જય સંત દેવી દાસ🙏🌺🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય સત દેવીદાસ

  • @Ramesh_taviya
    @Ramesh_taviya Před 8 měsíci +2

    ખુબ જ સરસ તમારું કીર્તન છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

    • @JaydipRahevar
      @JaydipRahevar Před 8 měsíci

      I'mr

  • @pratibharajgor6578
    @pratibharajgor6578 Před 7 měsíci +1

    Bahuj saras bhajan❤😂

  • @rajubhaiamrutiya6985
    @rajubhaiamrutiya6985 Před 3 měsíci

    Khubsurat git naynaben

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ

  • @gayatrigosai3486
    @gayatrigosai3486 Před 8 měsíci +4

    ખુબ સરસ નયનાબેન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ ગાયત્રી બેન જય દ્વારકાધીશ

  • @jay_Mataji_Kirtan
    @jay_Mataji_Kirtan Před 3 měsíci

    ખુબ સરસ👍👍👌

  • @user-mg9zq4og7l
    @user-mg9zq4og7l Před 3 měsíci

    બહું સરસ ❤ ગાયું છેઃ બેન ❤

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 8 měsíci +1

    🙏🏻🙏🏻 ખુબ સરસ ભજન નયનાબેન 👌🏻👌🏻

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ

  • @rajeshbarya7091
    @rajeshbarya7091 Před 7 měsíci +1

    Sath devidas amar devidas

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci

      સત દેવીદાસ અમર દેવીદાસ બાપુ

  • @V.N.mevada-se9jc
    @V.N.mevada-se9jc Před 2 měsíci

    વાહ બેન વાહ ખુબ સરસ કીર્તન સત્ દેવીદાસ અમર દેવી દાસ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન સત દેવીદાસ અમર દેવીદાસ

    • @ilakapopara7584
      @ilakapopara7584 Před 2 měsíci

      😊​@@Ganesha_Kirtan

  • @umakakadiya7664
    @umakakadiya7664 Před 4 měsíci

    ખુબ સરસ દીદી

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ઉમા બેન

  • @ParthGondaliya-gc1nl
    @ParthGondaliya-gc1nl Před 3 dny

    🎉😢

  • @harshasolanki6830
    @harshasolanki6830 Před 3 měsíci

    ખુબ સરસ

  • @hiraodedara813
    @hiraodedara813 Před měsícem

    જય અમર માં

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય અમર માં

  • @user-yc1nd7ev8t
    @user-yc1nd7ev8t Před 3 měsíci

    ખુબ સરસ ધુન છે બેન...

  • @jasavantipipaliya3794
    @jasavantipipaliya3794 Před 3 měsíci +2

    ખૂબ જ સરસ

  • @hanshabenpatel9572
    @hanshabenpatel9572 Před 23 dny +2

    હાકાનાલયલેગાઠુજાતરાયેજાવુછેતેભજનગાવ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 22 dny

      હાં બેન આ ભજન અમે જરૂર થી સંભળાવશુ ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @cute_boy-bk4nm
    @cute_boy-bk4nm Před 6 měsíci

    ❤❤❤

  • @ParthGondaliya-gc1nl
    @ParthGondaliya-gc1nl Před 3 dny

    . ' 🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 6 měsíci +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ બેનો સરસ કીર્તન ગાય આનંદ થયો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ

  • @dreamff93
    @dreamff93 Před 4 měsíci

    ખૂબ સરસ ભજનજજ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 4 měsíci

      તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ

  • @baraiyaJay-tz7fv
    @baraiyaJay-tz7fv Před 7 měsíci

    ❤❤