યુવતી ની પીઠ જોઈ ને દુઃખ દૂર કરતા આ ભૂવા ને એવોર્ડ આપવો જોઈએ || Kirtidan Detha ||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha #bhuvaji #gujarati #gujrat
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 9

  • @Honest67-x7o
    @Honest67-x7o Před 2 měsíci +8

    આ હિન્દુ સમાજ ની પડતી આવેલી છે.. આ ધરતી પર શ્રી રામ અને પરશુરામ જેવા વીર પુરુષો નો જન્મ થયેલો છે. અત્યારે ધર્મના નામે કેવા ધંધા ચાલે છે.

  • @ira-999
    @ira-999 Před 2 měsíci +3

    તમે બોવ સારું કાર્ય કરી રહ્યા છો ...માં ભગવતી નાં આશીર્વાદ હંમેશા તમારા પર વરસતા રહે એવી પ્રાર્થના...🙏🙏👍👍👍👌👌🦸🦸🦸🦸

  • @Nehalgadhavi3333
    @Nehalgadhavi3333 Před 2 měsíci +6

    Vah bhai

  • @biggbossgujju2428
    @biggbossgujju2428 Před 2 měsíci +1

    કિર્તીભાઈ મુળધરા રામભાબાપુ ને મોગલમાં આવે એ બાબતે મારી આસ્થા છે એમા હું તમારા પણ વિચારો જાણવા માગું છું કારણ કે તમારા વિચારો ખૂબ સરસ હોય છે.આપ ખૂબ સરસ કાર્ય કરો છો સર.

  • @chetanbhaimakvana1035
    @chetanbhaimakvana1035 Před 2 měsíci

    જય માતાજી ભાઈ

  • @ranjitsinhzala9660
    @ranjitsinhzala9660 Před 2 měsíci +2

    Aa bhuva ne police remand par levo pade....

  • @rajdeepfromf.fgaming4829
    @rajdeepfromf.fgaming4829 Před 2 měsíci +1

    Nambar mokalo bhai ho

  • @shaileshv.ambaliya5278
    @shaileshv.ambaliya5278 Před 2 měsíci +1

    जयमाताजी