પૂનમ નિમિત્તે - શ્રી રણછોડ બાવની - વસંતબેન ( શબ્દો લખીને નીચે મૂક્યા છે)

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • શ્રી રણછોડ બાવની
    રણછોડ તું રંગીલો નાથ, વિશ્વ સકળ તારો સાથ
    ભૂમિ કેરો હરવો ભાર, જગમાં પ્રગટ્યો વારંવાર
    જન્મ ધર્યો તેં કારાગાર, જગતમાં કરવા ચમત્કાર
    કંસરાયને થાયે જાણ તેથી કીધું તરત પ્રયાણ
    ગોકુળમાં જઈ કીધો વાસ, નંદ જશોદાજીની પાસ
    વર્ણન કરતા ના’વે પાર એવીતારી લીલા અપાર
    ગોવાળોની સાથે જાય, ગાય ચરાવી રાજી થાય
    છાનો ગોરસ લૂંટી ખાય, પકડાતાં છટકી જાય
    ગોપીકાનાં ચોર્યા ચિત્ત, સૌના ઉપર સરખી પ્રીત
    બંસી કેરો સૂર મધૂર, સૂણનારા થાયે ચકચુર
    શરદ પુનમની આવે રાત, સૌનો હૈયે થાય પ્રભાત
    વ્રજવનિતા છોડે આવાસ, દોડી આવે રમવા રાસ
    તારલિયા ચમકે આકાશ, ચાંદલીયાને પૂર્ણ પ્રકાશ
    દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ, પળમાં જઈને કીધો નાશ
    પટકી માર્યો મામો કંસ રહ્યો ન જગતમાં તેનો વંશ
    કૌરવોને કીધા તંગ પાંડવોનો રાખી સંગ
    અર્જુનને તેં દીધો બોધ, જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ
    યુધ્ધ તજીને કીધી દોડ, નામ પડ્યું રણછોડ
    દ્વારિકામાં કીધો વાસ ધર્મ ધજા ફરકે ચોપાસ
    ગુજરાતે એક ડાકોર ગામ, ભક્ત થયો બોડાણો નામ
    પત્ની જેની ગંગાબાઈ તે પણ ભક્તિમાં રંગાઈ
    હરતાં ફરતાં ગાયે ગાન મેળવવા ચાહે ભગવાન
    તેવામાં એક આવ્યો સંઘ રેલાયો ભક્તિનો રંગ
    યાત્રાળુઓ દ્વારિકા જાય, બોડાણો તેમાં જોડાય
    ગોમતીજીમાં કીધું સ્નાન ભાવે નિર્ખ્યા શ્રી ભગવાન
    છ માસે આવીશ હું ધામ ટેકે એવી લીધી નિષ્કામ
    તુલસીવાવી કાયમ જાય, પ્રભુને અર્પી રાજી થાય
    સહન કરે એ કષ્ટ અમાપ ભલે પડે ઠંડી કે તાપ
    વૃદ્ધ થયો પણ હૈયે હામ અવિચળ શ્રદ્ધા આઠો જામ
    સિત્તેર વર્ષ વિત્યા છે એમ ત્યારે પૂરણ થઈ છે નેમ
    બોડાણો જીત્યો છે દાવ, પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ
    હવે લાવજે ગાડું સાથ, બોલ્યો વિશ્વસકળનો નાથ
    ખડખડતી લીધી છે વેલ વૃદ્ધ થયેલા જોડ્યા બેલ
    ગંગાબાઈએ દીધી વિદાય, બોડાણો હરખાતો જાય
    બોડાણાને રાતો રાત મૂક્યા દ્વારિકાની વાટ
    દર્શન કરતાં કહે છે નાથ, ગાડું લાવ્યો છું સાથ
    ગુગળીઓ મનમાં વ્હેમાય, ભક્ત પ્રભુને ના લઈ જાય
    માર્યા તાળાં મજબૂત દ્વાર રાત પડીને વાગ્યા બાર
    વ્હાલો નીકળી નાઠો બહાર, વેલ તરત કીધી તૈયાર
    ગાડું હાંકે જગદાધાર કહો પછી શું લાગે વાર
    ઉમરેઠ પકડી લીમડા ડાળ મીઠી થઈ તે તત્કાળ
    વ્હાણું વાયું વીતી રાત ડાકોર માંહે થયું પ્રભાત
    ગંગાબાઈએ નિરખ્યો નાથ, ઉર ઉમકળે જોડ્યા હાથ
    ડાકોર વરત્યો જય જયકાર, દ્વારિકામાં હાહાકાર
    દ્વારિકાના રાજાની સાથ ગુગળી લેવા આવ્યા નાથ
    ભગત સામે લેવા જાય, માર્યો ભાલે મૃત્યુ થાય
    ભાવિકોના દિલ દુઃખાય બદલો લેવા સામા ધાય
    ગંગાબાઈએ ધીરજ ધરી, વ્હાલમજીએ વિપત્ત હરી
    ગુગળી સોનુ લેવા ધાય, વ્હાલો વાળીએ તોળાય
    રીઝ્યો વિશ્વસકળનો ભૂપ મનસુખરામનું લીધું રૂપ
    સંત પુનિતને દીધી હામ પુરણ કીધાં સઘળા કામ
    ’રામભક્ત’ જે કરશે પાઠ નાથ ઝાલશે તેનો હાથ
    પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર દર્શન જાય
    રામભક્ત તે પુનિત બને, કારજ સઘળા થાય.
    {........શ્રી રણછોડરાય ની જય .......}
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 18

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před měsícem +1

    ખુબ સરસ ગાયું છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 Před měsícem +1

    જય રણછોડ વસંત બેન અને ઉષ્મા બેન ❤❤❤❤❤

  • @ranjansuba
    @ranjansuba Před měsícem +1

    રાધે રાધે. બહેનો. 🙏🌹👌👌👌👌👍🙏

  • @mahekvyas8761
    @mahekvyas8761 Před měsícem +1

    Wah khub saras 👌👌🙏 jay ranchhod

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +3

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ બેનો કાજલબેન ને અમારો કંકુ પગલાનો વીડીયો યુટુબ મા મેકો એને બહુ કોમેટ આવી અમો સુરત આવ્યા સીયે ભાવનાબેન કાજલબેન નયનાબેન બધા બેનો અમારા ઘરે દીકરાને વહુનેમળવા આવ્યા

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před měsícem

    Wah vasant masi usma ben bhu saras kirtan gayu che jay shri krishna🙏🙏🙏

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před měsícem +2

    અશોક મહારાજ ના જય રણછોડ ડાકોર ના ઠાકોર❤🎉

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před měsícem +2

    સરસ ગાયું છે વસંત માસી

  • @arunapatel5546
    @arunapatel5546 Před měsícem +1

    👌🙏🏻🌷

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem +1

    ખુબ ખુબ સરસ જયશ્રી રણછોડ રાય જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial Před měsícem +2

    જયઠાકર જયસીયારામ માસીબા🙏🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před měsícem +1

    Nice

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před měsícem +1

    ખુબ ખુબ સરસ વંચન બા ઉષ્મા બેન વનિતાબેન ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @bhartibenjada
    @bhartibenjada Před měsícem +1

    Jay Ranchodray

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar Před měsícem +1

    જય રણછોડ ખૂબ જ સુંદર🙏🙏🌹

  • @devangidhunofficial
    @devangidhunofficial Před měsícem +2

    🙏🙏🥢🥢👍👍

  • @neelapandya6315
    @neelapandya6315 Před měsícem +1

    🙏🙏🙏🙏🪷🪷