અષાઢી બીજ નિમિતે રામાપીર નું ભજન (ભજન નીચે લખેલ છે) ASHADHI BIJ NIMITE RAMAPIRNU BHAJAN.....

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • હે હું તો બાર બીજ ભરવા આવું રામાપીર
    તારા નેજા નો મને રંગ લાગ્યો
    હે અજમલ રાય ને તું એવા રે મળિયો
    વાંજીયો મેણલા એના રે ભાંગિયા
    પાંચ વરસ ના બાળ રે બનીયા
    હે તમે કુમ કુમ પગલે આવિયા રામાપીર... તારા નેજા
    હે માતા મીનળ દેવ ને એવા રે મળિયા
    બાળક બની ને તમે પારણીયે પોઢીયા
    માતા મીનળ દેવ ના ખોળા રે ખુંદિયા
    હે તમે ઉકળતી દેગું ઉતારી રામાપીર...તારા નેજા
    હે વીરા વિરમ દેવ ને એવા રે મળીયા
    ભાઈ ભાઈ નો નાતો નિભાવ્યો
    જન્મો જન્મ નો નાતો નિભાવ્યો
    હે તમે ગેડી દડુલિયે રમીયા તા પીર....તારા નેજા
    હે બેની સગુણા ને એવા રે મળીયા
    વન વગડે જઈ ને બેની ઉગારિયા
    ભાણેજ ને તમે સજીવન કરિયા
    હે તમે બેની રાજપાટ સોંપ્યા રામાપીર....તારા નેજા
    હે ડાલી બાઈ ને એવા રે મળીયા
    હે ડાલી બાઈ ના વીરા રે બનિયા
    હે તમે સાથે સમાધી ગાળી રામાપીર...તારા નેજા
    હે વનવગડે હરજી ભાઠી ને મળીયા
    હે હરજીજી ના દુધડા રે પીધાં
    હે તમે પાક્કા દુજંણા કીધા રામાપીર....તારા નેજા
    હે દરજીડા ને એવા રે મળીયા
    લીલાં કાપડનો ઘોડીલો બનાવ્યો
    હે તમે આકાશે એને ઉડાડ્યો રામાપીર....તારા નેજા
    હે વણજારા એ પોઢું હંકારી
    હે એની પોઢું માં મિશ્રી રે ભરીયા
    હે તમે મીશ્રી ના લુણ બનાવ્યા રામાપીર....તારા નેજા
    હે ભૈરવા ને તમે ભૂમિ માં ભંડારીયો
    દિલ્લી માં તમે દેવળ ચણાવ્યા
    પિરો ના પીર બાપા તમે કહેવાણા
    હે તમે ભૂમિ નો ભાર ઉતાર્યો રામાપીર....તારા નેજા .
    #gujaratibhajan
    kanha na bhajan
    ganpati na bhajan
    gujarati kirtan
    ram na bhajan
    gujarati song
    gujarati new program
    gujarati jokes
    krishna bhajan
    satsang ke bhajan gujarati
    gujarati bhajan mandal
    krishna bhajan gujarati latest

Komentáře • 4

  • @user-jy2qw7vr8i
    @user-jy2qw7vr8i Před měsícem +1

    ખુબ જ સરસ 👌 જય રામદેવપીર 🙏 જય શ્રી કૃષ્ણ બધી સત્સંગ મંડળની બહેનોને

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před měsícem +4

    જય અલખધણી જય હિન્દવાપીર ખુબ સરસ ભજન ની રજૂઆત કરી મારી વાહલી વાહલી બહેનો જલારામ મંડળ વધનાના જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před měsícem +1

    ખુબ સરસ ભજન વાહ વાહ જય રામદેવ પીર રાધેરાધેપનવેલ ચેનલ

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 Před měsícem

    ખુબ સરસ મારી વાલી વાલી દીદી ને જય દ્વારકાધીશ ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ🙏🙏🙏👌👌👌