ગંગા કાંઠે ગોરમટું નંદલાલા રે-અરૂણાબેન(કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિક માસ-2023

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ગંગા કાંઠે ગોરમટું નંદલાલા રે
    ચૂલા મેલ્યા ચાર કેશવ વાલા રે
    પહેલા ચૂલે લાપસી નંદલાલા રે
    બીજે ચુલે ઘી કેશવવાલા રે
    ત્રીજા ચુલે દૂધપાક નંદલાલા રે
    ચોથા ચુલે શાક કેશવવાલા રે
    જમી પરવારી નિસર્યા નંદલાલા રે
    રાધાજી પૂછે વાત રે નંદલાલા રે
    હે કયો તો રમવા જાય કેશવ વાલા રે
    પ્રભુજી પૂછે વાત રે નંદલાલા રે
    કેટલી તમારી સૈયર રાધા રાણી રે
    ઉતાવળી આયરાણી રે નંદલાલા રે
    કામઢી કણબણ કેશવાલા રે
    વેદ વાંચે બ્રાહ્મણી નંદલાલા રે
    સત્સંગી બાવણ કેશવ વાલા રે
    મર્યાદામાં દરબારણ નંદલાલા રે
    વાંકે અંબોડે વાણંદ કેશવ વાલા રે
    મહિ વેચન્તી ભરવાડણ નંદલાલા રે
    ટાંકે ટેભે દરજણ કેશવ વાલા રે
    મીઠા બોલી મોચણ રે નંદલાલા રે
    લોઢે લાકડે લુવારણ કેશવ વાલા રે
    રુડી છે રબારણ રે નંદલાલા રે
    રૂપાળી સોનારણ કેશવ વાલા રે
    રાણી રાધાજી બોલીયા નંદલાલા રે
    એટલી અમારી સૈયર કેશવ વાલારે
    વનરાવનમાં રાસ રમ્યા નંદલાલા રે
    સોળસો ગોપીમાં કાન કેશવ વાલા રે
    નરસિંહ મહેતાના સ્વામી શામળીયા નંદલાલા રે
    ઉતાર્યા ભવ પાર કેશવ વાલા રે
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

Komentáře • 66