શું હવે અમદાવાદમાં રહેવું મુશ્કેલ બની જશે? | Gujarat Summer | Ahmedabad Summer |

Sdílet
Vložit
  • čas přidán 1. 11. 2021
  • શું હવે અમદાવાદમાં રહેવું મુશ્કેલ બની જશે? | Gujarat Summer | Ahmedabad Summer |
    પૃથ્વી ગરમ થઈ રહી છે! તાપમાન વધી રહ્યું છે!
    ઉનાળામાં ગુજરાતમાં અમદાવાદ કેમ સૌથી વધુ ગરમ હોય છે?
    શું અમદાવાદમાં આગામી વર્ષોમાં ગરમી સહન નહીં થઈ શકે?
    વિશ્વમાં એકલું અમદાવાદ જ નહીં, ઘણાં એવા શહેરો છે જ્યાં રહેવું મુશ્કેલ બની જશે!
    હવામાનનું સંકટ ભવિષ્યમાં આવશે તેવી વાત હવે રહી નથી, દુનિયાના ઘણા પ્રદેશોમાં અત્યારથી આ સંકટ દેખાવા લાગ્યું છે!
    લાખો લોકોના ભાગે ગરમી સહન કરીને જીવવાનું આવ્યું છે અને દાવાનળ લાગે કે ભારે પૂર આવે તેવું જોખમ વધી રહ્યું છે!
    અમદાવાદમાં ઉનાળામાં ઘણી રાત્રો એટલી ગરમી હોય છે કે ઘરની અંદર ઊંઘી ના શકાય, ઉનાળામાં એટલો તાપ પડે કે અગાશી પર પગ પણ મૂકી ના શકાય!
    ઇમેટ ચેન્જના કારણે હવે ભારતમાં ઘણાં શહેરોમાં તાપમાન 50 ડિગ્રી પહોંચવા લાગ્યું છે!
    ગીચ વસતિ અને ખીચોખીચ મકાનોને કારણે અર્બન હિટ આઇલૅન્ડ તરીકે ઓળખાતી સ્થિતિ ઊભી થાય છે
    કૉંક્રિટનાં બનેલાં મકાનો ગરમી શોષે છે અને પ્રકાશના પરાવર્તનને કારણે ગરમી વધી જાય છે! આવી સ્થિતિમાં રાત્રે પણ રાહત મળતી નથી, ઊલટાની ગરમી વધી જાય છે!
    અમદાવાદ જ નહીં પશ્ચિમ આફ્રિકાના મૌરિટાનિયામાં હવે એટલી ગરમી પડે છે કે સ્થાનિક લોકો માટે પણ કામ કરવું રહેવું મુશ્કેલ બની ગયું છે!
    ઉનાળામાં અહીં એટલી ગરમી પડે છે કે, લોકો દિવસને બદલે રાત્રે કામ કરે છે!
    કૅનેડાના બ્રિટિશ કૉલંબિયાના રક્ષિત જંગલમાં ફેરફારો થવા લાગ્યા એના પર પહેલું ધ્યાન કૅનેડા બાર ફર્સ્ટ નેશનના વડા પેટ્રિક મિશેલનું ત્રણ દાયકા પહેલાં ગયું હતું!
    નદીમાં પાણી ઘટવા લાગ્યું હતું અને મશરૂમ ઉગવાના બંધ થઈ ગયા હતા!
    આ ઉનાળે તેમને જે ભય હતો તે સાચો પડ્યો. સમગ્ર ઉત્તર અમેરિકામાં હિટ વેવ આવી હતી!
    29 જૂનના રોજ તેમના ગામ લિટ્ટનમાં તાપમાન વિક્રમજનક 49.6 ડિગ્રી પર પહોંચી ગયું હતું!
    બીજા દિવસે તેમની પત્નીએ તેમને એક તસવીર મોકલી, જેમાં પારો 53 ડિગ્રી સેલ્સિયસ દેખાડતો હતો! એક કલાક પછી તેમના ગામમાં આગ લાગી!
    નાઇજીરિયાના નાઇજર ડેલ્ટામાં ક્લાઇમેટ ચેન્જના કારણે તબાહી મચી ગઈ છે!
    ઉત્તરમાં ફળદ્રુપ જમીનમાં રણ ફેલાઈ ગયું છે, જ્યારે દક્ષિણમાં ભારે વરસાદને કારણે પૂર આવવા લાગ્યાં છે!
    છ વર્ષ પહેલાં ઓમ નઇફે રસ્તામાં આવતા રણ જેવા ઉજ્જડ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતું!
    કુવૈતના નિવૃત્ત અમલદાર તરીકે તેમને ઉનાળામાં વધી રહેલી ગરમી અને ધૂળનાં તોફાનોની ચિંતા થવા લાગી છે!
    કુવૈતમાં હવે અસહ્ય ગરમી પડવા લાગી છે અને અનેક વાર પારો 50 ડિગ્રીને પાર થઈ જાય છે!
    કેટલાક અનુમાનો અનુસાર 2050 સુધીમાં સરેરાશ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી જવાનું છે!
    જે બે વિસ્તારોમાં નઇફે વૃક્ષારોપણ કર્યું તે નાના છે, પણ તેનાથી એક હેતુ સર્યો છે.
    તેઓ કહે છે, "વૃક્ષોને કારણે રેતી ઓછી ઊડે છે, પ્રદૂષણ ઓછું થાય છે, હવા શુદ્ધ રહે છે અને તાપમાન ઘટે છે."
    ગરોળી જેવાં પ્રાણીઓ પણ હવે દેખાવાં લાગ્યાં છે, કેમ કે પાણી અને છાંયડો મળી રહે છે. બહુ આનંદની વાત છે
    નઇફ કહે છે, આ ગરમી સામાન્ય પ્રકારની નથી. આ અમારી જન્મભૂમિ છે. આપણે તેને સાચવવી જોઈએ, કેમ કે તેણે આપણને ઘણું આપ્યું છે!
    #ahmedabad #weather #summer #hot #winter
    Please don’t Forget to Like, Share & Subscribe
    ► Facebook: / loksattajansatta
    ► Twitter: / loksatajansatta
    ► Instagram: / loksattajansatta
    ► LinkedIn : / loksatta-jansatta
    ► CZcams: / theloksatta
    ► Website: www.loksattanews.co.in
    ► Advertisements e-mail us at: theloksatta@gmail.com
    #theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latestnews #news

Komentáře •