માનવ શરીર પ્રકૃતિનું જ સર્જન છે તેની અવગણના રોગનું કારણ છે-Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 59 TT

Sdílet
Vložit
  • čas přidán 5. 05. 2024
  • તંદુરસ્તી માટે જીવનની પ્રકૃતિ અને પ્રકૃતિના જીવનને સમજવું પડે - 59 થર્સ-ડે થોર્ટ
    તંદુરસ્તી અને સુખાકારીની જાગૃતિ માટે શ્રી સોરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૦૨-૦૫-૨૦૨૪ ને ગુરુવારે હેપ્પીનેસ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા ૫૯માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ લોકોને આવકારતા જણાવ્યું હતું કે, માનવ શરીર પ્રકૃતિનું સર્જન છે તેની અવગણના જ રોગનું કારણ છે. પ્રકૃતિ એટલે કે, કુદરતની કૃપા નો પાર નથી. પરંતુ, માણસની પણ અબળાઈનો પાર નથી... પરિણામે ખોટી જીવનશૈલી ને કારણે માણસ રોગો, પડકારો અને દુઃખોથી ઘેરાયેલો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માણસના સારા જીવનનો આધાર હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ છે. પરંતુ તેમાં પણ તંદુરસ્તી જ જીવનમાં વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. પદ, પ્રતિષ્ઠા કે સમૃદ્ધિ હોય પણ તંદુરસ્તી જ સારી ન હોય તો માણસ ખુશી અનુભવી શકતો નથી, માટે પ્રથમ શરીરની પ્રકૃતિ સમજવી જોઈએ અને પ્રકૃતિના નિયમોને સમજવા જોઈએ. પ્રકૃતિ જીવ માત્રને પોષણ અને ઉર્જા આપે છે, તેને મેળવવામાં માણસ વધુ બેદરકાર થતો જાય છે. લોકોને પોતાની તંદુરસ્તી માટે જાગૃત કરવા મુખ્ય વક્તા ઓજસ લાઈફના શ્રી અતુલભાઈ શાહ સાથે હેલ્થ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222
  • Zábava

Komentáře • 2