ગ્લોબલ વોર્મિંગ થી લોકોના આરોગ્યઅને સ્વભાવ પર અસર પડી રહી છે -Kanjibhai Bhalala

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2024
  • કુદરતી રીતે સર્જાયેલ પર્યાવરણ જ માનવ જીવનનો આધાર છે. તે પર્યાવરણમાં થયેલ ફેરફારથી સમગ્ર સૃષ્ટિને મોટી અસર થઈ છે. જીવનની સુખાકારી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૦૬-૦૬-૨૦૨૪ ગુરૂવારે ૬૪ માં થર્સ-ડે થોટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતુ કે, હવા-પાણી અને જમીનને પ્રદુષિત કરી માણસે જ આફતને નોતરી છે. આજે ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પરેશાન છે. ગ્લોબલ વોર્મિંગથી માણસના આરોગ્ય અને સ્વભાવને અસર પડી રહી છે. ત્યારે, ૫૧માં વિશ્વ પર્યાવરણ દિવસ પછીના દિવસે નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતુ કે, “પ્રકૃતિ જીવન સૃષ્ટિનો આધાર છે. તેનુ જતન જીવ માત્રના હિતમાં છે. ભારત પ્રકૃતિપૂજક દેશ છે પર્યાવરણનું રક્ષણ કરવુ તે ખરી પૂજા છે.”
    ભગવાન શ્રીકૃષ્ણ એ પણ ગાય અને ગોવર્ધન પર્વતની પૂજા કરીને પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ. પંચમહાભૂતથી બનેલા આ શરીરે જ પ્રકૃતિને પારખવી પડશે. આજે પૃથ્વી પર વધતી ગરમી માટે માત્રને માત્ર માણસ જ જવાબદાર છે. ઓઝોન લેયરમાં સર્જાયેલા ગ્રીન હાઉસને કારણે આજે ગ્લોબલ વોર્મિંગથી દુનિયા મુશ્કેલીમાં મુકાણી છે. ઉદ્યોગો, વાહનો અને પાવર સેકટરથી છૂટતા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યું છે. વૃક્ષો જોઈએ તેટલા નથી તેથી, કાર્બન ડાયોક્સાઈડને કારણે પૃથ્વી-દરિયો ગરમ થઈ રહ્યો છે. જેનાથી માણસ સહીત જીવસૃષ્ટીના જીવનું જોખમ ઉભુ થયું છે. કલાઈમેટ ચેન્જને કારણે ઋતુચક્ર અનિયમિત થતા આફતો-મુશ્કેલીઓ વધી રહી છે માટે હવા-પાણી-જમીનનો બગાડ અટકાવીને વીજળી વગેરેનો પણ ઉપયોગ ઓછો થાય તો જ પર્યાવરણ બગડતું અટકશે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222
  • Zábava

Komentáře •