માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 20. 02. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન _________________
    મોટી આશા ને મોટા સપના રે રામ
    એના મનમાં કેટલા અરમાન જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    માતા છે મમતા કેરી વિરડી રે રામ
    બાપ છે કાંઇ વડલા કેરી છાંય જે
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    હરિ પાસે માંગી માં એ માનતા રે રામ
    માં એ કર્યો પાણા એટલા પીર જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    ત્યારે દીઠું દિકરા નું મુખડું રે રામ
    માં ને હૈયે હરખ નો માય જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    માતા વાળે કોઈ નાં વાસીંદા રે રામ
    જેની તેની ગોવાળી કરે બાપ જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    જીવન રોળુ છે એને ધુળમાં રે રામ
    પુરા કર્યા તમારા અરમાન જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    મજુરી કરી ને મોટા કર્યા રે રામ
    ભણાવી ગણાવીને પરણાવ્યા
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    દીકરા ના વહું આવ્યા આંગણે રે રામ
    માં ને હૈયે હરખ નો માય જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    ગઢપણ આવ્યું છે દોહીલુ રે રામ
    ના દેખાય નાં સંભળાય જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    દીકરાને વહુએ બાજી પલટી રે રામ
    નડે છે કાંઈ ગરીબ માં ને બાપ જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    માં બાપ ને ઘરની બહાર કાઢીયા રે રામ
    વૃધ્ધાશ્રમ મેલવા ને જાય જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    પ્રભુ ભજન કરે ભાવથી રે રામ
    હળવા કરે હૈયા કેરા દુખ જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    તોએ માં બાપે આશિષ આપ્યા રે રામ
    અભરે ભરાઈ તમારા ઘર જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    દીકરા નાં દીકરા મોટા થઈ ગયા રે રામ
    સાંભરે છે કાઈ ગરીબ માં ને બાપ જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    રૂપિયા કમાતા બધુ મળશે રે રામ
    નહીં મળે ગરીબ માં ને બાપ જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    વાલો હીશાબ આપણો રાખતો રે રામ
    જેવું કરો એવું ભરજો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    વારા પછી વારો આવશે રે રામ
    સંતો કહે છે સાચી વાત જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ
    એના મનમાં કેટલા અરમાન જો
    માં બાપ ની વેદના કોઈ સાંભળો રે રામ

Komentáře • 30

  • @user-jn3dj7xp4g
    @user-jn3dj7xp4g Před měsícem +1

    ખુબ ખુબ ધન્યવાદ મસ્તી ગાયો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 29 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 4 měsíci +1

    ખુબ સરસ દીદી 👌👍

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દીદી જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel5039 Před 19 dny +1

    So nice ❤

  • @latagohel7183
    @latagohel7183 Před 4 měsíci +1

    વાહ દીદી ખૂબ ખૂબ સરસ ભજન ગાયું દીદી જય શ્રી કૃષ્ણ રાધેરાધે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @shaileshbhaichavda8262
    @shaileshbhaichavda8262 Před 4 měsíci +1

    Jai shree krishna

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h Před 4 měsíci

    Khub saras chhe nayanamasi jay shree krishna jay shree ram.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @user-sh1xg8xr6d
    @user-sh1xg8xr6d Před 4 měsíci

    જયપીરદાદા.ખૂશરહો

  • @sitaramdhunmandalbhavnagar8979

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય હો 🎉🙏🏻🙏🏻🙏🏻

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ સીતા રામ ધૂન મંડળ નાં તમામ બહેનો નો ખુબ ખુબ આભાર અને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ 🙏🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @nayanapatel7779
    @nayanapatel7779 Před 4 měsíci

    👌👌👌

  • @labhubenchauhan7077
    @labhubenchauhan7077 Před 4 měsíci

    ખુબ ખુબ સરસ બેન કીર્તન છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લાભુબેન

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 4 měsíci +1

    માતૃદેવો ભવ
    પિતૃદેવો ભવ....
    ખુબ ખુબ જ સુંદર ❤❤...
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ માતૃદેવો ભવ:પિત્રુ દેવો ભવ...જય શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ

  • @jasavantipipaliya3794
    @jasavantipipaliya3794 Před 3 měsíci +1

    ખૂબ જ કરણ ગીત ગાયું ધન્યવાદ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @AnkitaDani24
    @AnkitaDani24 Před 4 měsíci

    🙏🙏🙏