ચૈત્રી નવરાત્રિ નિમિત્તે જાહલ નો ગરબો || નીચે લખેલ છે ગરબો || સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 7. 04. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ______________ કિર્તન ___________________
    સાખી.....‌.
    હે જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચજે નવઘણ વીર
    હે મને સિંધ માં રોકી જોને સુમરે અરે રે.... મને હાલવા નો દેય હમીર
    ગરબો.......
    જાહલ ના લગ્ન લખ્યા માં ખોડીયાર જાહલ ના લગ્ન લખ્યા રે લોલ
    નવઘણે જવતલ હોમ્યા માં ખોડીયાર નવઘણે જવતલ હોમ્યા રે લોલ
    જે રે જોઈએ તે માંગો જાહલ બેન જેરે જોઈએ તે માંગો રે લોલ
    વિપત પડે ત્યારે આવજો વીરા નવઘણ વિપત પડે ત્યારે આવજો રે લોલ
    જાહલ ને સાસરે વળાવા માં ખોડીયાર જાહલ ને સાસરે વળાવા રે લોલ
    દેશમાં દુષ્કાળ પડ્યો માં ખોડીયાર દેશમાં દુષ્કાળ પડ્યો રે લોલ
    જાહલે માલ હંકારા માં ખોડીયાર જાહલે માલ હંકારા રે લોલ
    સિંધમાં ઝુંપડા વાળ્યા માં ખોડીયાર સિંધમાં ઝુંપડા વાળ્યા રે લોલ
    જાહલ પાણીડાં હાલ્યા માં ખોડીયાર જાહલ પાણીડાં હાલ્યા રે લોલ
    સુમરે જાતા ભાળ્યા માં ખોડીયાર સુમરે જાતા ભાળ્યા રે લોલ
    સુમરો રૂપમાં મોહ્યો માં ખોડીયાર સુમરો રૂપમાં મોહ્યો રે લોલ
    જાહલ ને કેદ માં પુર્યા માં ખોડીયાર જાહલ ને કેદ માં પુર્યા રે લોલ
    સો સો મહીના નાં વાયદા દીધાં માં ખોડીયાર સો સો મહીના નાં વાયદા દીધાં રે લોલ
    જાહલે કાગળ લખ્યા માં ખોડીયાર જાહલે કાગળ લખ્યા રે લોલ
    નવઘણે કાગળ વાંચ્યો માં ખોડીયાર નવઘણે કાગળ વાંચ્યો રે લોલ
    નવઘણે તેજ ઘોડા ખેલવા માં ખોડીયાર નવઘણે તેજ ઘોડા ખેલવા રે લોલ
    આડા વરૂડી નાં નેસ માં ખોડીયાર આડા વરૂડી નાં નેસ રે લોલ
    છાશુ પીતા જાવ માં ખોડીયાર છાશુ પીતા જાવ રે લોલ
    કુલડીમાં કંટક જમાડયુ માં ખોડીયાર કુલડીમાં કંટક જમાડયુ રે લોલ
    વેળુમાં વીરડો ગાળ્યો માં ખોડીયાર વેળુમાં વીરડો ગાળ્યો રે લોલ
    કાછલી એ પાણી પાયા માં ખોડીયાર કાછલી માં પાણી પાયા રે લોલ
    નવઘણ ને દુખણા લીધાં માં ખોડીયાર નવઘણ ને દુખણા લીધાં રે લોલ
    ચકલી થઈ ભાલે બેઠા માં ખોડીયાર ચકલી થઈ ભાલે બેઠા રે લોલ
    પહેલે પગલે માં અંબા બીરાજે બીજે પગલે ધુળ ઉડે રે લોલ
    સમંદર માં કેડા પાડ્યા માં ખોડીયાર સમંદર માં કેડા પાડ્યા રે લોલ
    સુમરા નો ગઢ ઘેરી લીધો માં ખોડીયાર સુમરા નો ગઢ ઘેરી લીધો રે લોલ
    સુમરા ને મારી નાખ્યો માં ખોડીયાર સુમરા ને મારી નાખ્યો રે લોલ
    જાહલ ને કેદ માં થી છોડ્યા માં ખોડીયાર જાહલ ને કેદ માં થી છોડ્યા રે લોલ
    સુમરા ના ગઢમાં સોનાની ઈંટો એક એક ઈંટ લય લીધી રે લોલ
    વરૂડી નાં મંદિર અધુરા માં ખોડીયાર વરૂડી નાં મંદિર અધુરા રે લોલ
    વરૂડી નાં મંદિર ચણાવો માં ખોડીયાર વરૂડી નાં મંદિર ચણાવો રે લોલ
    જાહલ નો ગરબો જે કોઈ ગાશે ખોડીયાર માં આશા પુરી કરશે રે લોલ

Komentáře • 10

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ માતાજી નો ગરબો સરસ ગાયો સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 3 měsíci +1

    જય ભોળાનાથ નયનાબેન સરસ ગરબો ગાયને ચૈત્રી નવરાત્રી મા ખોડીયાર નવઘણને વારે આવ્યા ખુબખુબ ધન્યવાદ બેનો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય ખોડીયાર માં 🙏

  • @user-ow4ky8wy8r
    @user-ow4ky8wy8r Před 3 měsíci

    જય શ્રી ખોડલ 🙏🙏 ઘણુ સરસ !

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      જય શ્રી ખોડિયાર માં

  • @latagohel7183
    @latagohel7183 Před 3 měsíci

    જય માં ખોડિયાર માં

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય ખોડીયાર માં