શ્યામ વીના અંધારું મારા વાલા || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ મમતા બેન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 14. 03. 2024
  • અમારૂ આ કિર્તન ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો
    ____________________ કિર્તન _________________
    શ્યામ વીના અંધારું મારા વાલા શ્યામ વીના અંધારું રે
    આરસ પથ્થરનું મંદિર બનાવ્યું
    મુર્તિ વિના અંધારું મારા વાલા મુર્તિ વિના અંધારું રે
    શ્યામ વીના અંધારું મારા વાલા.........
    મંદિર ની આજુબાજુ બાગ બગીચા
    તુલસી વિના અંધારું મારા તુલસી વિના અંધારું રે
    શ્યામ વીના અંધારું મારા વાલા......‌‌
    નાના ને મોટા બંગલા બનાવ્યા
    માવતર વિના અંધારું મારા વાલા માવતર વિના અંધારું રે
    શ્યામ વીના અંધારું મારા વાલા........
    બંગલા ની આજુબાજુ ઓટા બનાવ્યા
    સત્સંગ વિના અંધારું મારા વાલા સત્સંગ વિના અંધારું રે
    શ્યામ વીના અંધારું મારા વાલા.........
    દીવા પુરાવા મેં તો કોડીયા મેલાવયા
    જયોત વિના અંધારું મારા વાલા જ્યોત વીના અંધારું રે
    શ્યામ વીના અંધારું મારા વાલા.....‌‌
    રૂડો રૂપાળો દેહ બનાવ્યો
    આત્મા વિના અંધારું મારા વાલા આત્મા વિના અંધારું રે
    શ્યામ વીના અંધારું મારા વાલા.......

Komentáře • 2

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h Před 3 měsíci

    Khub saras chhe bhavnamasi jay shree krishna jay dwarkadhish

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ