સોનલા શેરી રે પ્રભુજી મારે ગોકુળ સરખી || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 4. 02. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન _________________
    સોનલા શેરી રે પ્રભુજી મારે ગોકુળ સરખી
    મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે
    પ્રભુજી મારી શી ગતિ થાશે
    ગોરી ગાવલડી રે પ્રભુજી મારે અડછઠ તીર્થ
    મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે
    પ્રભુજી મારી શી ગતિ થાશે
    બબ્બે દીકરા રે પ્રભુજી મારે રામ લક્ષ્મણ જેવા
    મેલ્યા નથી પણ મેલવા પડશે મરવા ટાણે રે
    પ્રભુજી મારી શી ગતિ થાશે
    બબ્બે વવારૂ રે પ્રભુજી મારે સીતા ઉર્મિલા જેવી
    મેલી નથી પણ મેલવી પડશે
    મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    બબ્બે દીકરીયુ રે પ્રભુજી મારે ઓખા સુભદ્રા જેવી
    મેલી નથી પણ મેલવી પડશે
    મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    દીકરા નાં દીકરા રે પ્રભુજી મારે લવ કુશ જેવા
    મેલ્યા નથી પણ મેલવા પડશે
    મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ
    પાંચ પાડોશી રે પ્રભુજી મારે ગંગા ને જમુના
    મેલ્યા નથી પણ મેલવા પડશે
    મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    સોનલા શેરી રે પ્રભુજી મારે ગોકુળ સરખી
    મેલી નથી પણ મેલવી પડશે
    મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે

Komentáře • 12

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h Před 5 měsíci

    Khub saras chhe bhavnamasi jay shree krishna jay shree ram.

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 5 měsíci +1

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ નૈનાબેન સરસ કીર્તન ગાયુ બેન અમો ભગવાન ના ધામ જાઇ ત્યારે જરૂર ગાજો મારૂ અત્યારેતો સરસ શે પરંતુ જાવાનો સમય નજીક કેવાય 77 વર્ષ થયા સંતાનો કહે બાપુ સો વર્ષ જીવશો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci +1

      જય ભોળાનાથ દાદા આવું ક્યાં બોલો છો તમારી જેવા માણસો તો સો વર્ષ જીવે તોય અમને ઓછું લાગે તમારી જેવા બાપા દાદા ની અમારે બવ જરૂર છે હું તો ભગવાન ને પ્રાર્થના કરૂ છું કે ભગવાન તમને સો વર્ષ નું આયુષ્ય આપે ઈ પણ સાવ નિરોગી હાં જે જન્મ્યા છે એને જરૂર જાવાનું છે મારે પણ જાવાનું છે પણ કુદરત ની આગળ કોઈ નું હાલતું નથી માટે થાય એટલું ભજન ભકિત કરીએ જય દ્વારકાધીશ જય ભોળાનાથ

  • @NamrataGohil-os8pz
    @NamrataGohil-os8pz Před 5 měsíci

    Ooooo

  • @manjulabenpatel2869
    @manjulabenpatel2869 Před 5 měsíci

    Jay shri krishna

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @srushtimaru3332
    @srushtimaru3332 Před 5 měsíci

    👏👏

  • @srushtimaru3332
    @srushtimaru3332 Před 5 měsíci

    👏👏