ચુંદડી ઓઢું તો દુઃખ બહુ પડે રે દુઃખ કાપે દિનો નાથ લાઈક કરો નીચે krishna mandal કાજલબેન

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    મારાં ગુરુજી ઓઢાડે મને ચૂંદડી રે
    દીકરી ચૂંદડી ઓઢીને સાસરે જાવ
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    કરજોડી ગુરુજી ને વિનવું રે
    આ ચુંદડી મારાથી ના ઓઢે
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    સુંદડી ઓઢું તો સંકટ બહુ પડે રે
    દીકરી સંકટમાં ગુરુ કરે સહાય
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    ગુરૂજી ચૂંદડી ઓઢું તો દુખડા બહુ પડે રે
    દીકરી દુખડા કાપે દીનાનાથ
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડી રે
    ગુરૂજી ચૂંદડી ઓઢુંતો જગત વાતું કરે રે
    દીકરી ભગતમાં જગત સમાય
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    મેં તો ગુરુજીના વચન શીર ધરા રે
    હું તો ચુંદડી ઓઢી થઈ ગઈ તૈયાર
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    મારાં ગુરુએ સગપણ મારું ગોતીયું રે
    સગપણ કર્યા છે કાંઈ શામડિયાને સાથ
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    મારાં ગુરુએ લગન લખિયા રે
    લગ્ન લખ્યા છે કાય ગુરુને દ્વાર
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    લગ્ન લઈને ગુરુદેવ ચાલીયા રે
    એ કાંઈ આવ્યા છે નંદને દ્વાર
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    માતા જશોદાએ લગન વધાવિયા રે
    ત્યાંતો હરખે છે નંદજીનો કિશોર
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    મારા ગુરુજીએ મંડપ મારાં રોપિયાંરે
    મંડપ રોપ્યા છે ગુરૂજીને દ્વાર
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    જ્ઞાન ભક્તિ વૈરાગ સત્સંગનાં સારો થાંભલા રે
    ઓહમ સોહમનાં ઢાળીયાં છે બાજોઠ
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    ઇંગલા પિંગલા બે સખી મારી બેનપણી રે
    મેતો સુક્ષમણાને કરી છે અણવર
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડ
    મારાં ગુરુએ કન્યાદાન આપીયા રે
    મને કન્યાદાનમાં દીધો સત્સંગ
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    મારા ગુરુજી એ મંગળીયા વર્તાયા રે
    કામ ક્રોધ લોભ મોક્ષનાં ચાર ફેરા રે
    મારો વીરો હોમી મેં જવતલ
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    મારાં ગુરુએ શિખામણ મને બહુદીધી રે
    મેતો રાખી મારાં રૂદિયાની માય
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    દીકરી સાસરિયે જાસોતો દુખડા બહુ રે
    પડે સુખ દુઃખમાં તમે કરજો ભજન
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    મારાં ગુરુએ વાળાવી મુજને સાસરે
    મારું સાસરી ગોકુળ ગામ
    મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી રે
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    દીકરી ચૂંદડી ઓઢીને સાસરે જાવ
    મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડીરે
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
    sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal
    #sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #vedas #om #gurupurnima
  • Zábava

Komentáře • 28

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ ગુરૂજીને ખુબ સરસ કીર્તન ગાય આનંદ થાય છે જય ગુરૂદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ભોળાનાથ🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર દાદા🙏🏻 પ્રણામ

  • @parthsavani4654
    @parthsavani4654 Před měsícem +3

    વાહ ગુરુદેવ ની ચુંદરી બહુ સરસ છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před měsícem

    વાહ ખુબ સુંદર ભજન મારા વંથળ વાળા ગુરુની જય હો જય ગુરુદેવ જય દ્વારકાધીશ🙏🙏🙏🙏🙏👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 Před měsícem +1

    જય ગોપાલ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય ગોપાલ ગીતા માસી ખુબ ખુબ આભાર

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před měsícem

    વાહ વાહ અંજુબેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય ગુરુદેવ જય શ્રી સ્વામિનારાયણ 👌❤,🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před měsícem

    વાહ વાહ મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી સરસ મારા વેવાણ બહુ મસ્ત કીર્તન ગાયું વાહ વાહ જય હો વંથલ વાળા ગુરુને જય હો વાહ વાહ અંજુબેન કાજલ રસીલા તમને બધાયને કૃષ્ણ મંડળ ની બહેન ગુરુ પૂનમની શુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપી જય 🙏🏻ગુરુદેવ જય ગોપાલ ખૂબ ખૂબ આભાર🙏🏻

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před měsícem

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏❤️

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před měsícem

    જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @ritadharmendrasuranipatel4199

    જય ગુરુદેવ... ખૂબ સુંદર 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před měsícem

    જય ગુરુદેવ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 👌🙏👌👍🙏🍓❤️🌷👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ બધા જ વિષ્ણુ મહિલા મંડળના બહેનોને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર

  • @gopimandal003
    @gopimandal003 Před měsícem

    Jai gurudev

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @devangidhunofficial
    @devangidhunofficial Před měsícem +1

    🙏🙏👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @VilasVekariya
    @VilasVekariya Před měsícem

    ખુબ સરસ કીર્તન કાજલબેન ગુરુજીએ ચુંદડી ઓઢણી એટલે તો માં સરસ્વતી વસ્યા સરસ્વતી એ વાણી આપી ગુરુદેવે જ્ઞાન બુદ્ધિ આપી માતા પિતાએ સંસ્કાર આપ્યા એવા અમારા આશીર્વાદ સદા તમારી ઉપર વરસતા રહે પ્રભુ સદા ભક્તિ કરવાની શક્તિ આપે ઈશ્વર ઈશ્વર તમને તમારા પરિવારને તથા તમારા મંડળને ના આવું જળ હળતુ રાખે તેવી પ્રભુને પ્રાર્થના

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      ખુબ ખુબ આભાર વિલાસબેન ધન્યવાદ તમને પણ ગુરુજી ખૂબ શક્તિ આપે ગાવાની તમારા બધાના આશીર્વાદ કાઈમ માટે અમારા મંડળ ઉપર રહે તમે આજે કીર્તન મૂક્યું એ તો મને અતિ પ્રિય લાગ્યું ખુબ સરસ તમારી કોમેન્ટ વાંચવાની ખૂબ મજા આવે છે ખુબ સરસ👌

  • @hiraodedara813
    @hiraodedara813 Před měsícem

    જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před měsícem

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર