ઉંહુ કરી ને મારા કાનજી રીંસાણા || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ રમાબેન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન ________________
    ઉંહુ કરી ને મારા કાનજી રીંસાણા કેમ કરી ને મનાવું રે
    જશોદા મનાવે નંદ બાબા મનાવે
    કહે કે મારે નથી બોલવું રે વાલા
    ઉંહુ કરી ને મારા કાનજી રીસાણા.......
    સોના રૂપાના વાલા પારણા બંધાવું
    કહે કે મારે નથી ઝુલવુ રે વાલા
    ઉંહુ કરી ને મારા કાનજી રીસાણા........
    માખણ આપું વાલા મીસરી રે આપું
    કહે કે મારે નથી ખાવું રે વાલા
    ઉંહુ કરી ને મારા કાનજી રીસાણા......
    લે ને તારી લાકડી ને લેને તારી કામળી
    ગાવલડી ચારવા નહીં જાઉં રે વાલા
    ઉંહુ કરી ને મારા કાનજી રીસાણા......
    સાંજ પડીને માતા દર્પણ બતાવે
    ચંદ્ર નું બીમ બતાવે રે
    ચંદ્ર નું બીમ મારા લાલ ના હાથમાં
    ઉંહુ કરી ને મારા કાનજી રીસાણા કેમ કરીને મનાવું રે

Komentáře • 4

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před měsícem +1

    અશોક ના જય શ્રી કૃષ્ણ બહુ સરસ ભજન❤🎉😊

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 24 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před měsícem

    જય દ્વારકાધીશ નયનાબેન ભજન તો બધાય સરસ જ હોય છે પણ તમે એક જ વખત ગાવાનો નિયમ રાખો પછી વિડીયો બહુ લાંબો થઈ જાય એક લીટી ચાર વખત બોલાય છે એટલે કહું છું એક વખત ગાવ ને તો અમને મજા આવે ખોટું લાગે તો સોરી હો બેન 🙏🏻

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ રીના બેન તમારી વાત સાચી છે એમાં સોરી ના કહેવાનું હોય બેન તમે સાચું તો કિધુ છે