હરિ વિના હવે નો રહેવાય || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન _______________
    હરિ વિના હવે નો રહેવાય રે ઓધવ રાય રે અમને
    વાલા વિના વેણલા ના વાય રે ઓધવ રાય રે અમને
    પ્રભુ વિના પલ નો રહેવાય રે ઓધવ રાય રે અમને
    મથુરા ની જેલમાં કાનો જન્મ્યા
    દેવકીજી ને હરખ ના માય રે ઓધવરાય રે અમને
    આકાશ વાણી થઈ ને અવાજ આવ્યો
    મેલી આવો ગોકુળ ગામ રે ઓધવ રાય રે અમને
    વાસુદેવે લઇને ટોપલામાં મેલ્યા
    મેલવા ગોકુળ જાય રે ઓધવરાય રે અમને
    ઝર મર ઝર મર મેહુલો વરસે
    નાગદેવે દીધી એને છાય રે ઓધવ રાય રે અમને
    બેઉં કાંઠા માં જમુનાજી ભરપૂર છે
    કરવા એને પ્રભુ નાં દર્શન રે ઓધવરાય રે અમને
    વાસુદેવ એનાં મનમાં મુઝાણા
    જાવુ એને સામે પાર રે ઓધવરાય રે અમને
    હળવેક દય ને પ્રભુ એ અંગુઠો બોળયો
    જમુનાજી એ મારગ આપી દીધાં રે ઓધવરાય રે અમને
    આ કાંઠે ગંગા વાલા પેલે કાંઠે જમુના
    વચમાં ગોકુળ રૂડું ગામ રે ઓધવરાય રે અમને
    જશોદા નાં પડખામાં પ્રભુ ને પોઢાડયા
    હે બાળકી લઈ ને પાછા જાય રે ઓધવ રાય રે અમને
    માતા દેવકીજી ને પીતા વાસુદેવ છે
    હે આંગણીયા માં ખેલે નંદલાલ રે ઓધવ રાય રે અમને
    મોર પીંછા નો વાલે મુગટ બનાવ્યો
    હે ફરતી ટંકાવી ઘુઘર માળ રે ઓધવરાય રે અમને
    એક એક ગોપીને એક એક કાનો
    હે રાસ રમાડે નંદલાલ રે ઓધવ રાય રે અમને
    એવી એવી લીલા મારા વાલાએ બતાવી
    ગોપીઓ નાં મનાહરી લીધાં રે ઓધવ રાય રે અમને
    એટલાં માં અકૃર તેડવા ને આવ્યા
    હે ગોપીઓ કરે છે વીલાપ રે ઓધવરાય રે અમને
    મથુરા માં જાવ તો વાલા મુગટ મેલતા જાજો
    હે મુગટ નાં દર્શન થાય રે ઓધવ રાય રે અમને
    મથુરા માં જાવ તો વાલા મોરલી મુકતાં જાજો
    હે મોરલી નાં સુર સંભળાય રે ઓધવરાય રે અમને
    મથુરા માં જાવ તો વાલા સાકડી મુકતા જાજો
    હે સાકડી ની પુજા થાય રે ઓધવ રાય રે અમને
    મથુરા માં જાવ તો વાલા ગાવડી મુકતાં જાજો
    હે ગાવલડી ની સેવા થાય રે ઓધવ રાય રે અમને
    હે હરિ વિના હવે નો રહેવાય રે ઓધવ રાય રે અમને
    વાલા વિના વેણલા ના વાય રે ઓધવ રાય રે અમને
    પ્રભુ વિના પલ નો રહેવાય રે ઓધવ રાય રે અમને

Komentáře • 4

  • @ANaitikKandoriya
    @ANaitikKandoriya Před 15 dny +1

    Vaah ben khub saras

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 15 dny

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 16 dny +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાભળીને ખુબ આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 16 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ