માતા અમી કેરૂ જળ છે || નીચે લખેલું છે કિર્તન || જગમાં માવતર ફરી નહીં મળે || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન ________________
    માતા અમી કેરૂ જળ છે રે લોલ
    પિતા મારા દેવળ માંયલા દેવ જો. જગમાં માવતર ફરી નહીં મળે રે લોલ
    જગતમાં જનેતા એ જનમ દીધો રે લોલ
    દીધી છે જગત ની ઓળખાણ જો. જગમાં માવતર ફરી નહીં મળે રે લોલ
    પાળી પોસી ને મોટા કર્યા રે લોલ
    ભુલશો નહિ માં બાપ નાં ઉપકાર જો
    જગમાં માવતર ફરી નહીં મળે રે લોલ
    કાળી મજૂરી કરી ને લાવતા રે લોલ
    દુભાવશો નહીં માં બાપ નાં દીલ જો
    જગમાં માવતર ફરી નહીં મળે રે લોલ
    ભીનાં માંથી કોરે સુવડાવતા રે લોલ
    કરે છે કાંઇ શરીર નાં જતન જો
    જગમાં માવતર ફરી નહીં મળે રે લોલ
    પાલવ ઢાંકી ને ખવડાવતા રે લોલ
    આવ્યા છે કાંઇ અમી નાં ઓડકાર જો
    જગમાં માવતર ફરી નહીં મળે રે લોલ
    ખોળામાં બેસાડી ખવરાવતા રે લોલ
    કરાવે છે કુટુંબ ની ઓળખાણ જો
    જગમાં માવતર ફરી નહીં મળે રે
    અડસઠ તીરથ એનાં અંગમાં રે લોલ
    માં બાપ નાં ચરણો મા ચારેય ધામ જો
    જગમાં માવતર ફરી નહીં મળે રે લોલ
    જાત્રા કરી છે જગદીશ ની રે લોલ
    તોય ના આવે માતા પિતા ને તોલ જો
    જગમાં માવતર ફરી નહીં મળે રે
    માતા અમી કેરૂ જળ છે રે લોલ
    પિતા મારા દેવળ માંયલા દેવ જો જગમાં માવતર ફરી નહીં.......

Komentáře • 17

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg Před 11 dny +1

    Saras kirtan

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 11 dny

    ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌👍🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 dny

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ

  • @rekhapatel997
    @rekhapatel997 Před 11 dny +3

    Har har mhadev har🙏🙏🙏🙏 👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🚩

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 11 dny +3

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ માતાને પિતાને પણ સરસ કીર્તન ગાય આનંદ થાય છે

    • @user-st2je9hg5f
      @user-st2je9hg5f Před 11 dny +1

      🎉😂❤❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ભોળાનાથ

  • @jashupatel3993
    @jashupatel3993 Před 11 dny

    🌷 🌷 🌷 માતરુ દેવો ભવ 🙏 🙏 🙏 પિતૃ દેવો ભવ 🙏 🙏 🙏 ભજન મંડળ ની બહેનો ને ખુબ ખુબ ધન્યવાદ 💐 🍀 💐 સર્વ ને ભાવભીના જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 dny

      ખુબ ખુબ ધન્યવાદ જશુ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @muktagondalia1901
    @muktagondalia1901 Před 10 dny

    સરસ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 dny

      ખુબ ખુબ ધન્યવાદ મનીષા બેન જય દ્વારકાધીશ

  • @muktagondalia1901
    @muktagondalia1901 Před 10 dny

    મનીષા આફ્રિકા

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ મનિષાબેન જય દ્વારકાધીશ

  • @kinjalbenghoniya2606
    @kinjalbenghoniya2606 Před 10 dny

    Sarasa