ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 28. 03. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ____________________ કિર્તન ____________________
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી તાળી રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ
    કોઈ જાય બસ માં ને કોઈ જાય ટ્રેનમાં
    ઠુમક ઠુમક ડોશી માં તો ચાલ્યા પગ પાળા રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને........
    કોઈ પોગયુ સવારે ને કોઈ પોગયુ બપોરે
    ઠુમક ઠુમક ડોશી માં તો પોગયા આરતી ટાણે રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને........
    કોઈ નાહ્યુ ગંગા માં ને કોઈ નાહ્યા જમુના માં
    ઠુમક ઠુમક ડોશી માં તો નાહ્યા ગોમતી ઘાટ રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને......
    કોઈ ધરે પાંચ રૂપિયા ને કોઈ ધરે દસ રૂપિયા
    ઠુમક ઠુમક ડોશી માં એ ધર્યા ચપટી ચોખા રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને......
    કોઈ જમે લાડવા ને કોઈ જમે ઢેબરા
    ઠુમક ઠુમક ડોશી માં એ કરી એકાદશી રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને હું......
    કોઈ કરે સત્સંગ ને કોઈ સાંભળે ભાગવત
    ઠુમક ઠુમક ડોશી માં એ કરી પાંચ માળા રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને.......
    જાત્રા કરીને સંગ પાછો રે વળ્યો
    કોઈ પોગયુ ગામ માં ને કોઈ પોગયુ સીમમાં
    ઠુમક ઠુમક ડોશી માં તો પોગયા વૈકુંઠ ધામ રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી
    ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી તાળી રે
    ચાલો ને સંગ આપણે જાત્રા એ જાઈએ

Komentáře • 6

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Před 3 měsíci

    વાહ દીદી વાહ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👌👌👌👍👍👍

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 3 měsíci +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાયુ સાંભળીને ખુબ આનંદ થાય છેવાહવાહ દીકરીયૂ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ તમે અમારા કિર્તન સાંભળી ને તમને ખુબ આનંદ થાય છે તો અમને પણ ખુબ આનંદ થાય છે દાદા જય દ્વારકાધીશ

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h Před 3 měsíci

    Khub saras chhe nayanamasi Jay Dwarkadhish Jay shree krishna

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ