સંસાધનોનો બગાડ અટકાવો અને વૃક્ષો વાવોતે પર્યાવરણ સુધારવા એકમાત્ર ઉપાય છે - Vinodbhai Patel, Rajkot

Sdílet
Vložit
  • čas přidán 7. 06. 2024
  • આ પ્રસંગે રાજકોટથી પધારેલ અને વૃક્ષ કથા કરીને ૧ લાખ વૃક્ષ વાવવા માટેનો સંકલ્પ કરનાર શ્રી વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શારીરીક રીતે દિવ્યાંગ હોવા છતા ઉત્સાહ સાથે સામાજીક અને શૈક્ષણિક કાર્યો કરતા શ્રી વિનોદભાઈએ જણાવ્યું હતુ કે, સં’શાધનોનો બગાડ અટકાવો અને વૃક્ષો વાવોને તે પર્યાવરણ સુધારવા એક માત્ર ઉપાય છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતુ કે નિસર્ગ ને આપણે બચાવીશું તો નિસર્ગ આપણને બચાવશે જેથી નિસર્ગ નું જતન કરવું એ માણસની નૈતિક ફરજ છે. એક વૃક્ષ માનવીને અમૂલ્ય ફાયદો કરાવે છે. જેથી સામાજિક અને ધાર્મિક તેમજ પારિવારિક પ્રસંગો એ પણ વૃક્ષારોપણના કાર્યક્રમો વધારવા જોઈએ. બર્થ-ડેમાં પૈસા ન વેડફી નિસર્ગની જાળવણી માટે તેનો સદુપયોગ કરવો અને પર્યાવરણમાં થઈ રહેલ વિષમતાને સુવ્યવસ્થિત કરવાનો દરેકે વિનમ્ર પ્રયાસ કરવો જોઈએ. દૈનિક આવકમાંથી અમુક રાશિની નિસર્ગ બચાવવા માટે પણ અનામત રાખવી જોઈએ. સાંપ્રદાયિક કથાઓની સાથે શ્રીમદ્ વૃક્ષ કથાઓ થવી જોઈએ. જેમાં બાળક, યુવાનો, વડીલો અને બહેનોને પણ સામેલ કરવા જોઈએ. આપણે વૃક્ષ વધારવાને બદલે કોંક્રીટના જંગલો વધતા ગયા છે. વૃક્ષો વાવવા માટેની જગ્યા ની અછત છે ત્યારે આપણા ઘરની બાલ્કની ટેરેસ કે આંગણામાં પણ કિચન કે ટેરેસ ગાર્ડનિંગ કરી શકાય છે જેનાથી ઓક્સિજન ખૂબ મળે, વાતાવરણ શુદ્ધ બને અને ટેમ્પરેચર બેલેન્સમાં રહે ઠંડક રહે એવા અસંખ્ય ફાયદાઓ થાય છે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ CZcams : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222
  • Zábava

Komentáře •