જોતું જગતમાં બોલજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન _________________
    જોતું જગતમાં બોલજો રે બીજું હરિ માટે રાખજો
    સમજી ને મોઢું ખોલજો રે બીજું હરિ માટે રાખજો
    સવાર માં ઉઠતા તમે ગણપતિ સંભારજો
    ધરતી માતા ને પગે લાગજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો.....
    સમજી ને મોઢું ખોલજો.....
    દાંતણ કરતાં તમે સુર્ય દેવ સમરજો
    સુર્ય દેવ ને અંજલિ આપજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો.....
    સમજી ને મોઢું ખોલજો.....હે
    નાવણ કરતા તમે ગંગાજી સમરજો
    શાલિગ્રામ ની સેવા તમે કરજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો રે બીજું......
    સમજી ને મોઢું ખોલજો રે.......
    સવાર સાંજ તમે મંદિરે જાજો
    તુલસી નાં ક્યારા તમે રોપજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો રે......
    સમજી ને મોઢું ખોલજો રે......
    ઘરડાં માં બાપ ની તમે સેવાયુ કરજો
    ઉરમા દયા થોડી રાખજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો રે......
    સમજી ને મોઢું ખોલજો.....‌‌
    આંગણિયે આવે એને આવકાર આપજો
    ભુખ્યા ને ભોજન આપજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો......
    સમજી ને મોઢું ખોલજો....‌‌
    ભજન માં જઇને કોઈ ની નિંદા ના કરજો
    પાછળ થી વાતો નાં કરજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો રે.....‌
    સમજી ને મોઢું ખોલજો.....‌
    ગીતાજી નાં તમે પાઠ રે કરજો
    સમજી ને બીજા ને સમજાવજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો.....
    સમજી ને મોઢું ખોલજો.....
    દાસ પુરુષોત્તમ એમ કહે છે
    એમાંથી બને એટલું કરજો રે બીજું હરિ માટે રાખજો
    જોતું જગતમાં બોલજો રે બીજું હરિ માટે રાખજો
    સમજી ને મોઢું ખોલજો રે બીજું હરિ માટે રાખજો

Komentáře • 13

  • @kinjalbenghoniya2606
    @kinjalbenghoniya2606 Před 2 měsíci +1

    ખુબ સરસ ભજન નયનાબેન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કિંજલ બેન

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 Před 14 dny

    ભજન બહુ સરસ છે

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +1

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન બેનતારા ખુબ ગમેછે વાહવાહ દીકરીયુ ખુબખુબ ધન્યવાદ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @jagdishbhaipabari3301

    🙏🙏ખુબ સરસ કિર્તન

    • @jagdishbhaipabari3301
      @jagdishbhaipabari3301 Před 4 dny

      સાંભળી મન આનંદિત થઈ ગયેલ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 dny

      ખુબ ખુબ ધન્યવાદ જગદીશભાઈ જય દ્વારકાધીશ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před 2 měsíci +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 2 měsíci +3

    Khub saras chhe nayanamasi Jay shree krishna Jay shree ram Jay Dwarkadhish Jay shree krishna

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ માનસી બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ