પોચા જાળીદાર નાયલોન ખમણ - How To Make Nylon Khaman - Famous Gujarati Recipe By Surbhi Vasa

Sdílet
Vložit
  • čas přidán 26. 05. 2021
  • નાયલોન ખમણ ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવા તેના માટેની બેસ્ટ ટિપ્સ અને ટ્રીકની લિંક :
    • નાયલોન ખમણ ઘરે કેવી રી...
    ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "પોચા ઝાળીદાર નાયલોન ખમણ બનાવવાની પરફેક્ટ રેસિપી" નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને ફટાફટ ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ જાળીદાર તેમજ ચટાકેદાર બનશે.બહાર ફરસાણની દુકાનમાં ખમણ મળે છે એને પણ ભૂલી જશો એટલા મસ્ત મજેદાર લાગશે.એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી રેસિપી કેવી લાગી???
    સામગ્રી :
    1 કપ ચણાની દાળનો લોટ
    1/2 ટી સ્પૂન હિંગ
    2 ટેબલ સ્પૂન ખાંડ
    2 નંગ લીંબુનો રસ
    1 પેકેટફ્રૂટ સોલ્ટ
    મીઠું સ્વાદ અનુસાર
    1/2 કપ પાણી
    વઘાર માટે :
    2 ટેબલ સ્પૂન તેલ
    1 ટેબલ સ્પૂન રાઈ
    1 ટેબલ સ્પૂન તલ
    1/4 ટી સ્પૂન હિંગ
    1/4 ટી સ્પૂન હળદર
    3-4 લીલાં મરચાં - લાંબા સમારેલાં
    8-10 મીઠાં લીમડાના પાન
    1/2 કપ પાણી
    2 ટી સ્પૂન ખાંડ
    1 ટી સ્પૂન લીંબુનો રસ
    મીઠું સ્વાદ અનુસાર
    2- સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈએ એક એક નાની નાની વાત નું ધ્યાન રાખવાનું છે બહુ ઇઝી છે અને ખૂબ જ ઝડપ થી તૈયાર થઈ જાય છે હવે એક કપ ચણા નો લોટ લઈશું આ માપ તમે ખાસ યાદ રાખજો આ એક કપ માંથી સાડા ત્રણસો જેટલા ખમણ બનશે નાયલોન ખમણ ખાટા મીઠા હોય છે હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.આમાં આપણે દરેળી ખાંડ નથી લેવાની.
    3- હવે બે ટેબલ સ્પૂન લીંબુ નો રસ એડ કરીશું તમે લીંબુ ના ફૂલ પણ લઈ શકો છો ત્યારબાદ અડધી ચમચી હીંગ ઉમેરી શું.ત્યારબાદ એક ટી સ્પૂન મીઠું લઈશું હવે આ બધી વસ્તુ ને મિક્સ કરી લઈશું હવે તેમાં પાણી એડ કરીશું અંદાજે પાણી લેશો તો ક્યારેક ખીરું ઢીલું થઈ જશે તો ક્યારેક કઠણ થઈ જશે જેથી તેનું પણ માપ લઈ ને જ એડ કરીશું તો અડધો કપ પાણી એડ કરીશું હવે આ પાણી બધું એકસાથે નથી એડ કરવાનું કારણકે બહાર નો ચણા નો લોટ હશે તો કોઈ વાર વધારે પાણી પીતું હશે તો ક્યારેક ઓછું પણ પાણી પીવે છે.
    4- હવે તેને સતત હલાવતા રહીશું હવે આ મિશ્રણ ને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાં સુધી મિક્સ કરવાનું છે કે તેની અંદર જે ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું આમ કરવાથી તેમાં એક એરેસન થશે જે ખમણ છે તે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે આ પ્રોસેસ કરીએ ત્યારે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દેવાનું છે.આ બધી નાની નાની વાત નું ધ્યાન રાખશો ને તો ક્યારેય ખમણ બહાર થી લાવવાની જરૂર નહી પડે.
    5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડ ઓગળવા લાગી છે હજુ એક મિનિટ માટે હલાવી લઈશું હવે ખીરું બરાબર થઈ ગયું છે લચકા પડતું નથી રાખવાનું જો આંના થી વધારે ઢીલું કરશો ને તો ખીરું સરસ તૈયાર થઈ ગયું છે પણ ખમણ પહેલા ફૂલશે અને પછી બેસી જશે હવે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે હવે તેમાં બે ચમચી તેલ એડ કરીશું.
    6-તેલ ને મિક્સ કરી લઈશું હવે આમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી શું ઘણા સોડા પણ એડ કરતા હોય છે આપણે જે ભૂરા કલર નું પેકેટ આવે છે ને ઈનો એ એડ કરીશું આ પેકેટ ૧૦ ગ્રામ નું હોય છે એટલે આપણે આ ઉમેરવાનું છે આમાં કોઈપણ ફ્લેવર્સ નથી લેવાની સાદો જ ઈનો લેવાનો છે.
    7- હવે આપણે અડધી ચમચી કાતો એક ટી સ્પૂન લેવાનો છે તે ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું હવે બધું મિક્સ કરી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખીરું નો કલર પણ બદલાઈ ગયો છે બસ આ રીત નું ખીરૂ તૈયાર થવું જોઈએ આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે આ ખીરા ને ઢોકળીયા માં લઈ લઈશું.આપણે જે બાઉલ લીધો છે તેને તેલ લગાવી લીધો છે હવે તેમાં ખીરું એડ કરી લઈશું.હવે તેને સરસ રીતે ફેલાવી લઈશું.
    8- હવે તેને ઢાંકીને લગભગ તેને પંદર થી વીસ મિનિટ માટે કુક થવા દઈશું ત્યારબાદ તેને ઠંડુ થવા દઈશું પછી જ તેને કટ કરવાના છે તેમાં ચપ્પુ નાખી ને ચેક કરી લેવાનું છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળ્યું છે.
    9- હવે આને પંદર થી વીસ મિનિટ સુધી ઠંડા થવા દઈશું ત્યારબાદ જ તેને કટ કરીશું તમે વિડિયો માં જોઈ શકો છો કે ખમણ માં એકદમ સરસ જાળી દેખાય રહી છે હવે ખમણ ને કટ કરી લઈશું બહાર જેવા જ ખમણ થયા છે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ઢોકળુ ઠંડુ થાય પછી જ તેને કટ કરીશું નઈ તો તે એક બીજા ને ચોંટી જશે તો સરસ પીસ નઈ પડે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ પોચા અને જાળીદાર થયા છે.
    10- હવે આ ખમણ રેડી થઈ ગયા છે તો તેના પર હવે વઘાર રેડી શું તો હવે વઘાર રેડી કરી લઈશું હવે બે ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે બે ટી સ્પૂન રાઈ ઉમેરી શું ખમણ માં રાઈ બહુ સરસ લાગે છે હવે તેમાં બે ટી સ્પૂન તલ એડ કરીશું ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હિંગ લઈશું ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હળદર નાખીશું.હવે આપણે અડધો કપ પાણી એડ કરીશું.
    11- હવે આ પાણી ને સરસ ઉકળવા દઈશું હવે આ પાણી જેટલો મસાલો એડ કરીશું એટલે કે પા ચમચી મીઠું નાખીશું, ત્યારબાદ અડધી ચમચી ખાંડ ઉમેરી શું ત્યારબાદ એક ચમચી લીંબુ નો રસ એડ કરીશું ત્યારબાદ લીલા મરચા અને મીઠા લીમડા ના પાન ઉમેરી દઈશું આ તમે તેલ માં એડ કરી શકો છો હવે આ મિશ્રણને ઉકળવા દઈશું આ ખાસ ધ્યાન રાખજો જેથી ખમણ પાણી પોચા ના લાગે અને આપણે વઘાર રેડી કરીએ ત્યારે આ રીત નો બધો મસાલો રેડી કરવાનો છે આમ કરવાથી વઘાર નો સ્વાદ સરસ આવશે.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Komentáře • 319