ગણેશ મંડળ કડી🙏 મંદીરમાંથી ઘેર જવું ગમતું નથી 🙏🙏🙏 (ભજન નીચે લખેલ છે)

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2022
  • (રાગ)- દીલ કે અરમા આસુ ઓમે બહ ગયે .
    મંદિર માંથી ધેર જવું ગમતું નથી.
    ઘેર જાવું લો ઘરના ઘણા કામ છે
    ભજનમાંથી ઘેર જવું ગમતું નથી.
    ઘેર જાય તો સાસુજીનો ત્રાસ છે.
    ભજનમાંથી ધેર જવું ગમતું નથી
    સાસુ મારા વિછીં કેરો ઓકડો.
    વાતે વાતે બોલે કડવા વેણ જો
    . મંદિર માંથી ધેર જ્વુ ગમતું નથી.
    ધેર જવુંતો વહું વારુનો ત્રાસ છે.
    વહુવારુ તો ફાવે તેમ જ ફરતી.
    દીકરાને તો ઓગળીએ નચાવતી.
    તે જોઈને દીલ મારુ દુભાય જો
    મંદિરમાંથી ધેર જ્યું ગમતું નથી.
    ઘરના ઘણીને પાવરનો તો પાર નથી
    ઘડીએ ઘડીએ ગુસ્સો આવી જાય રે.
    ભજનમાંથી ઘેર જ્યું ગમતું નથી.
    પાડોશણની વાત કરવા જેવી નથી.
    પલ પલ મારી ઉપર નજર રાખ્યા કરે.
    પોતે લડેને બીજાને લડાવે છે.
    ભજનમાંથી ઘેર જ્વું ગમતું નથી.
    ચા પીનારા આવીને ચા પી ગયા.
    ત્યાં તો જમનારા મહેમાન આવી જાય છે.
    ભજનમાંથી ઘેર જવું ગમતું નથી.
    દીકરીઓ તો દોડી દોડી આવતી.
    ભાણેજડાંની ભોજગડાનો નહીં પાર રે
    ભજન માંથી ઘેર જવું ગમતું નથી.
    જમાઇને સાચવવા બહુ મુશ્કેલ છે.
    વાતેવાતે વાઘાં પડી જાય છે.
    ભીજનમાંથી ધેર જવું ગમતું નથી.
    સગા વાલાની વાત કરવા જેવી નથી.
    નાની અમથી વાતોમા રિસાઈ જાય છે.
    ભજન માંથી ધેર જ્વું ગમતું નથી.
    સગાવહાલાની વાત લો કઠીન છે.
    કાયમ એ તો આંટા ફેરા કરતા.
    ભજનમાંથી ધેર જાવું ગમતું નથી.
    મિત્રોને પણ સમજવા મુશ્કિલ છે.
    ક્યારે છોડે સાથ એ નક્કી નહીં.
    ભજનમાંથી ઘેર જ્યું ગમતું નથી.
    કોને કહેવી ઘરમ કરમ ની વારતા
    રોજ રોજ ની આતો રામાયણ કહેવાયરે.
    ભજન માંથી ઘેર જવું ગમતું નથી.
    માટે ભજીલો ભાવે ભોળાનાથ ને
    એતો તમને ઉત્તારે ભવપાર રે
    ભજનમાંથી ઘરે જવું ગમતું નથી.
    ગણશ મંડળની સખીઓ સૌને વીનવે.
    રોજ રોજ ભજનમાં તમે આવજો.
    ભજન માંથી ધેર જવું ગમતું નથી.
    જ્યશ્રી કૃષ્ણ 🙏🙏🙏
  • Zábava

Komentáře • 65