Best Bhajan Kirtan - રૂક્ષ્મણી બેઠા રસોઈ રાંધવા(નીચે લખેલું છે)- Krishna Sudama no prem - New Song

Sdílet
Vložit
  • čas přidán 4. 06. 2023
  • #સત્સંગ #gujaratisong #krishnasudamamilan #krishnarukmani #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #krishnakirtan #krishnasudama #krishnarukmani
    ======= રૂક્ષ્મણી બેઠા રસોઈ રાંધવા ======
    રૂક્ષ્મણી બેઠા છે રસોઈ રાંધવા રેલોલ
    ક્રિષ્ના સુદામા નદીએ નાવા જાય જો
    લીલા જોવાની એને હામ છે રેલોલ
    ક્રિષ્નજી નાઈને બાહાર નીકળા રેલોલ
    સુદામા ગયા સામે પાર જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    રૂડું રંગીલું જોયું ગામડું રેલોલ
    ત્યાં વસે છે બ્રાહ્મણોની ના'ત જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    પરદેશી જાણી માન અપીયા રેલોલ
    રેવા દીધાં છે રંગ મહેલ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    ભલા બ્રાહ્મણને એક દીકરી રેલોલ
    પરણાવી છે સુદામાની સાથ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    ધન દોલત ઘણું અપીયું રેલોલ
    ગરથ વૈભવનો નથી પર જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    સુદામા તો સુખીયા ત્યાં બોવ થયાં રેલોલ
    છોકરા થયાં છે ચાર પાંચ જો
    લીલા જોવાની એને હામ છે રેલોલ
    કર્મ સંજોગે દુઃખ આવીયું રેલોલ
    માંદા પડ્યા સુદામાની નાર જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    વૈદ હકીમને બોલાવીયા રેલોલ
    તોય નારી સાજા નવ થાય જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    કર્મ સંજોગે મરણ પામીયા રેલોલ
    સુદામા ને દુઃખ ઘણેરું થાય જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    એવો રિવાજ ઈ ગામમાં રેલોલ
    નારી ની સાથે જીવતો બળે નર જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    માતા વિનાના થયાં છોકરા રેલોલ
    ઉપર થી મરે એનો બાપ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    સુદામા તો મનમાં મુંજાય ગયા રેલોલ
    આંખડીમાં આંસુડાની ધાર જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    સુદામાએ મનમાં વિચારીયું રેલોલ
    મનમાં ધડ્યો છે વિચાર જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    કોઠીની પાછળ સંતાય ગયા રેલોલ
    ગોતે એને નગરી નાં લોક જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    મારી ઢસડી ને બહાર કાઢીયા રેલોલ
    લાવીયા છે નારીની પાસ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    ભલા બ્રાહ્મણ તમે સાંભળો રેલોલ
    સુદામા તો જોડે એને હાથ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    નદીમાં મા નાઈને હમણાં હું આવું રેલોલ
    સુખેથી બાળજો એની સાથ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    જળ ડૂબકી સુદામાએ મરી રેલોલ
    કનૈયા એ જાલ્યો એનો હાથ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    ના'તા કેટલીક વાર લાગશે રેલોલ
    ઘેરે રસોઈ ઠરી જાય જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    સુદામા તો સામા થંભી ગયા રેલોલ
    આંખડીમા આંસુડાની ધાર જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    કયોને સુદામા તમને શું થયું રેલોલ
    કેમ ગયા છો ગભરાઈ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    ભૂત પલીત કાંઈ ભાળિયું રેલોલ
    કેમ આંખે આંસુદાની ધાર જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    હાથ તાળી દઈને વાલો હસિયા રેલોલ
    આ છે મારી માયાનો પ્રતાપ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    સુદામા તો પગમાં પડીયા રેલોલ
    ક્ષમા કરો અમારા અપરાધ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    ગાય શીખેને સુણે સાંભળે રેલોલ
    હોજો એનો વૈકુંઠમા વાસ જો
    માયા જોવાની એને હામ છે રેલોલ
    રૂક્ષ્મણી બેઠા છે રસોઈ રાંધવા રેલોલ
    ક્રિષ્ના સુદામા નદીએ નાવા જાય જો
    લીલા જોવાની એને હામ છે રેલોલ
    Album: રૂક્ષ્મણી બેઠા રસોઈ રાંધવા
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar
  • Hudba

Komentáře • 63

  • @sejalthumar2108
    @sejalthumar2108 Před rokem +11

    Jay shree krishna🙏🏻🙏🏻
    Khub j saras kirtan gayu 👌🏻👌🏻

  • @meenapatel87
    @meenapatel87 Před 3 měsíci +1

    🙏🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ મીના બેન🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ramabenpansuriya
    @ramabenpansuriya Před rokem +1

    Wah saras

  • @user-nf4vs4td1l
    @user-nf4vs4td1l Před 8 měsíci +2

    srs kirtn

  • @alkashukla1390
    @alkashukla1390 Před 11 měsíci +2

    સંદર્ભની છે ઘન્યવાદ બે ન❤❤❤

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 Před rokem +6

    Very nice rashilaben khub sundar kirtan gayu badhaj benu ne jay shri krishna

  • @muktabenjagani6544
    @muktabenjagani6544 Před rokem +1

    વાહાવાહસરસભજનછે

  • @hiraodedara813
    @hiraodedara813 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ જય રૂક્ષ્મણી

  • @arunachandra7147
    @arunachandra7147 Před rokem +1

    Lakhimoklo 🙏🙏🙏🙏👌👌👌

  • @sanjusamsung4520
    @sanjusamsung4520 Před rokem +1

    Khub saras 🙏🙏🙏

  • @NiruDIYCreation
    @NiruDIYCreation Před rokem +1

    Jay shri krishna🙏🙏🙏

  • @61sahilwadhwana22
    @61sahilwadhwana22 Před rokem

    જય શ્રી કૃષ્ણ

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před 10 měsíci

    Very good

  • @AnkitaDani24
    @AnkitaDani24 Před 3 měsíci

    ખુબ સુંદર કીર્તન ગાયું છે 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @RajubhaiMistri-jm6ko
    @RajubhaiMistri-jm6ko Před rokem

    Jay krishna

  • @gauribenshrimali899
    @gauribenshrimali899 Před rokem

    Khubaj saras Bhajan che. Voice Pan sunder che.

  • @shaileshchaudhari9542
    @shaileshchaudhari9542 Před 3 měsíci

    De

  • @meenapatel412
    @meenapatel412 Před 4 měsíci

    ખુબ સરસ ગીત છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 4 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před rokem +3

    amita trivedi bhu sras Jay shree krishna sras gayu gmi gyu

  • @meenapatel87
    @meenapatel87 Před 3 měsíci

    મારી વાત ને ધ્યાન મા લેવા વિનંતી 🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ મીના બેન 🙏🙏
      હા બેન તમારી બધાની વિનંતી શિરોમાન્ય છે
      ટાઇમ ના અભાવના લીધે થોડું મોડું થાય છે
      ચોકકસ મૂકીશું બધા કિર્તન લખીને જેમ બને તેમ જલદીથી

  • @anilbutani1579
    @anilbutani1579 Před rokem

    જય શ્રી કૃષ્ણ 🙏👏🙏

  • @pateldhara152
    @pateldhara152 Před rokem +1

    Laki ne moklo ne plzz

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x Před rokem

    bhavana thumer

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +2

    ખૂબ જ સરસ. ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે જય. સુદામાં

  • @sarlagoswami6253
    @sarlagoswami6253 Před rokem +1

    👌👌👌👌👍👍👍⚘️⚘️⚘️⚘️

  • @jayashripandya6113
    @jayashripandya6113 Před rokem

    Jay shree krishna

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 Před rokem

    Jay shree krishna 👏👏

  • @prajapatiasha6623
    @prajapatiasha6623 Před rokem +1

    ભજન લખીને મૂકવા વિનંતી

  • @jethalalrajput5830
    @jethalalrajput5830 Před rokem

    જયશ્રીસામિનારાયણખુબસરસવલોણુગાયુજયશ્રીકૃષણ

  • @zalakailashba6539
    @zalakailashba6539 Před rokem +1

    ખુબ જ સરસ છે કીર્તન લખાણ સાથે મુકો તો અમે પણ લખી સકિયે અમુક શબ્દ નથી સમજાતા 👌🙏

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l Před rokem +1

    જય શ્રી કૃષ્ણ બહુંજ સરસ ભજન છે પણ બહેનો એક વિનંતી છે કે તમે આ ભજન લખીને આપ્યું હોય તો થોડો વધારે આનંદ થાય તો બહેનો આ વિનંતી ધ્યાનમાં લેશો જય શ્રી કૃષ્ણ જય માતાજી

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před rokem

      Ok didi thanks 🙏🙏🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏
      ચોક્કસ લખીને મૂકીએ છીએ પણ થોડું ટાઈમના લીધે વેહલાં મોડું થાય, લખીને મુકીશું ખરી 😇
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સંભળલા માટે અને બધા બહેનોને આવા સરસ આશિર્વાદ અપવા માટે🤗🙏

    • @user-jk3gp2lp2l
      @user-jk3gp2lp2l Před 5 měsíci

      @@RasilabenThummar જય શ્રી કૃષ્ણ જવાબ બહુંજ ટાઇમે આપ્યો મારી વ્હાલી વ્હાલી વ્હાલી બહેનો દિકરીઓ ખુબ ખુબ ખુબ ખુશ રહો એજ દિલથી પ્રાર્થના

  • @kokipanchal293
    @kokipanchal293 Před rokem

    જય શ્રી કૃષ્ણ

  • @bkthumar5484
    @bkthumar5484 Před rokem

    Srs👌👌👌👌