જૂનાગઢથી આવ્યુ કુંવરબાઇનું મામેરુંllકીર્તન લખેલ છે

Sdílet
Vložit
  • čas přidán 8. 04. 2024
  • #shreeharisatsang #kirtan #kirtan #bhajan #jayshreebenbaldha #bhakti #mahadev #gujaratibhajan #ram #newbhajan2024 #kuverbainumameru #junagadh #junagadhthimameru
    #gujratikirtan #gujratibhajan
    એમાં છે કાંઈ નરસિંહ મહેતાનો વાસ જો મામેરુ લઈને વહેલા આવજે રે,
    કુંવરબાઈને શ્રીમંત આવ્યા રે લોલ,
    વડીલ સાસુ બરડે છે મુખ જો,
    લખો વેવાઈ ને કંકોત્રી રે લોલ,,
    ચટકે વડીલ સાસુ બોલ્યા રે,
    લાવશે કાંઈ ઝાઝને પખાલ જો ,
    બીજું ભગતડે સું ભાળીયુ રે લોલ,
    હરખે થી કુવરબાઈ બોલ્યા રે લોલ,
    લખો લખો આપણા કુળ ની રીત જો, ભલે ભગત પણ આવશે રે લોલ,
    સોળસો તે છેલ્લા લખો રોકડા રે,
    નણંદ માટે હીરા માણેક શણગારજો,
    500 પટોળા પૂરા લાવજો રે લોલ,
    સાફા મુગટ ધરી કોરીના રે લોલ,
    પુરુષ માટે ખંભાતી ખેંચ જો,
    સામટા મોરિયા તે સાથે લાવજો રે લોલ,
    સાસુ માટે અમર લાવજો રે લોલ,
    પાન સોપારીને કોથળી રે લોલ,
    વળી લખો બે પાણાની જોડ જો,
    મામેરુ લઈને વેલા આવજો રે લોલ,
    કુવરબાઈ તે જુનાગઢ આવ્યા રે લોલ,
    પત્ર આપ્યો પિતાશ્રીને હાથ જો,
    ખોળે માથું મૂકી રડી પડ્યા રે લોલ,
    ઘડો ફૂટે ને રખડે ઠીકરી રે લોલ,
    મા વિનાની દીકરી એવી હોય જો,
    વૈરાગી વેળા તમે આદરીયા રે લોલ,
    સાકળ વિનાનો મોળો કંસાર લાગે રે લોલ,
    બાપ વિનાનો સુનો છે સંસાર જો,
    વૈરાગી વેળા તમે આદરીયા રે લોલ,
    કુવરબાઈને સાસરે વડાવ્યા રે લોલ
    તિથિએ અમે વેલા આવશું રે લોલ,
    લાજ રાખશે શામળિયો સરદાર જો,
    શ્રદ્ધા રાખી સીધા વો સાસરે રે લોલ,
    ગાડામાં સંત સાધુ સામટા રે લોલ,
    વાગે છે ઝાંઝ વાગે ઢોલકા રે લોલ,
    જોવા આવ્યું ઉના આખું ગામ જો,
    પાગલ તુટડિયા તારા આવ્યા રે લોલ,
    વ્હાલો મારો વાણોતર થાય જો,
    નરસિંહ મહેતા મારા શેઠિયા રે લોલ,
    સોળસો તે છેલ્લા પુરિયા રોકડા રે લોલ,
    500 પટોળા પૂર્યા રોકડા રે લોલ,
    ઉપર પૂરી બે પાણાની જોડ જો,
    ભોઠા પડ્યા છે સાસુ સસરા રે લોલ,
    આવા તે નહોતા અમે જાણીયા રે લોલ,
    તમારી ભક્તિમાં અમને ભેળવો રે લોલ,
    તે જો અમને વ્રજમાં વાસ જો,
    મામેરુ લઈને વેલા આવ્યા રે લોલ,
  • Hudba

Komentáře • 5

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 Před 3 měsíci +1

    Shree Krishna satsang Mandal na Jay shree Krishna 🎉🎉

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 Před 3 měsíci +1

    Shukhpur satsang Mandal na Jay shree Krishna

    • @shri_hari_satsang
      @shri_hari_satsang  Před 3 měsíci

      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર

    • @gamingx7988
      @gamingx7988 Před 3 měsíci +1

      ​@@shri_hari_satsangad