Video není dostupné.
Omlouváme se.

જાણો સંધિવા વિશે ગુજરાતી ભાષામાં

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2023
  • આ વીડિયોમાં ડોક્ટર સૌમિલ માંડલિયા દ્વારા સંધિવા બાબતે જાણકારી આપવામાં આવી છે. સંધિવા શું હોય છે, સંધિવાની ટ્રીટમેન્ટ શું હોય છે, સંધિવાની ટ્રીટમેન્ટમાં શું શું તકલીફ પડી શકે છે તે બાબતે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જાણકારી આપવામાં આવી છે. સંધિવા એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડરમાં આપણા શરીરની ઇમ્યુનિટી મતલબ કે રોગપ્રતિકારક શક્તિ શરીરના પોતાના સાંધાની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવવા માંડે છે અને તેના કારણે સાંધાઓને નુકસાન પહોંચે છે. સંધિવા આ જ પ્રકારનો એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. સંધિવા ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓમાં વધારે જોવા મળે છે. તેમાં શરીરના અલગ અલગ સાંધાઓમાં જેમ કે ઘૂંટણમાં, ઘુટીમાં, ખભામાં, કોણી માં, કાંડામાં કે હાથના નાના નાના સાંધાઓમાં દુખાવો થાય છે. સવારે ઊઠીને ખાસ કરીને ઝકડાશ રહે છે અડધો પોણો કલાક કામ કર્યા પછી આ ઝકડાજ ઓછી થઈ જાય છે. શિયાળામાં ખાસ કરીને દુખાવો વધી શકે છે. સંધિવા માટે ત્રણ રિપોર્ટ સૌથી મહત્વના છે. CRP , ESR અને રૂમેટોઈડ ફેક્ટર. રૂમેટોઈડ ફેક્ટર પોઝિટિવ હોય તો સંધિવાની ટ્રીટમેન્ટ થોડી મુશ્કેલ રહે છે અને જો નેગેટિવ હોય તો ટ્રીટમેન્ટ સરળ બની શકે છે. ઇ એસ આર પરથી ખ્યાલ આવે છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ કેટલી વધારે પડતી એક્ટિવ છે. ટ્રીટમેન્ટમાં DMARD - ડી એમ એ આર ડી, આ પ્રકારની દવાઓ ખાસ પ્રકારનું એક ગ્રુપ છે તે શરૂ કરવામાં આવે છે અને તેની સાથે સાથે દુખાવાની દવાઓ પણ શરૂ કરવામાં આવે છે. સંધિવાની સારવાર લાંબો સમય માટે લેવી ખૂબ જ જરૂરી છે.
    ડો સૌમિલ માંડલિયા અમદાવાદ તથા ગાંધીનગર ખાતે ઓર્થોપેડિક, સ્પાઈન તથા જોઈન્ટ સ્પેશ્યલિસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે.
    એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો ૮૩૪૭૬૫૬૮૨૩ અથવા આપના રિપોર્ટ વૉટ્સએપ કરો.
    અમદાવાદ
    એડવાન્સ હોસ્પિટલ
    ચોથો માળ, પક્વાન હોટેલ ની ઉપર, પક્વાન ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ
    ગાંધીનગર
    સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક
    પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટ ની સામે, કુડાસણ, ગાંધીનગર

Komentáře • 37