વહુવારું થઈને વ્હાલો આવિયા રે લોલ ll કીર્તન નીચે લખેલ છે ll જયશ્રીબેન બાલધા

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • વહુવારું થઈને વ્હાલો આવિયા રે લોલ ll કીર્તન નીચે લખેલ છે ll vahuvaru thaine valo aaviya re lol ll
    વહુવારું થઈને વ્હાલો આવિયા રે લોલ,
    ધર્યું વ્હાલે સખુબાઈ નું રૂપ જો...વહુવારું થઈને.
    બેડાં લીધા છે વ્હાલે હાથમાં રે લોલ,
    કાઢી વ્હાલે લાંબી સરખી લાજ જો........વહુવારું થઈને.
    છાણ વાસીદા વાળે શામળો રે લોલ,
    વહુવારું થઈને વ્હાલો આવિયા
    અડધી રાતું ના દળે દાળના રે લોલ,
    પરોઢિયે કાંઈ પાણી ભરવા જાય જો .......વહુવારું થઈને.
    રસોડા માં પગ વ્હાલે મુકીયો રે લોલ,
    ઝબકે રસોઈ બની જાય જો .......વહુવારું થઈને.
    સખુના સસરા બેઠા જમવા રે લોલ,
    કરે છે કાંઈ રસોઈ ના વખાણ જો .......વહુવારું થઈને.
    હવે સખુ તો ઘણા સુધર્યા રે લોલ,
    રસોઈ માં કાંઈ અનેરો સ્વાદ જો .......વહુવારું થઈને.
    સાસુ કહે છે માર બહુ પડ્યા રે લોલ,
    માર વિના સુધરે નહિ નાર જો .......વહુવારું થઈને.
    સાસુ પોઢ્યા છે પલંગ માં રે લોલ,
    વ્હાલો મારો પગ દબાવવા જાય જો .......વહુવારું થઈને.
    એવા માં સંઘ પાછો આવીયો રે લોલ,
    વ્હાલે મારે વિચારી છે વાત જો .......વહુવારું થઈને.
    બેડાં લીધા છે વ્હાલે હાથમાં રે લોલ,
    ગડગડતી મેલી વ્હાલે દોટ જો .......વહુવારું થઈને.
    બેડાં દીધા સખુના હાથમાં રે લોલ,
    મારી તારી કોઈ ના જાણે વાત જો .......વહુવારું થઈને.
    સખુ કહે લઇ જાઓ સાથમાં રે લોલ,
    હજી તારે ઘણી છે વાર જો .......વહુવારું થઈને.
    બેડા લઈને સખુ આવિયા રે લોલ,
    કરે છે કાંઈ ઘર કેરા કામ જો .......વહુવારું થઈને.
    એવામાં સંત એક આવિયા રે લોલ,
    લ્યો દાદા સખુની સંભાળ જો .......વહુવારું થઈને.
    મારી સખુ તો મારા ઘરમાં રે લોલ,
    કેવી જાત્રા ને કેવી વાત જો .......વહુવારું થઈને.
    સાસુ કહે છે સખુ શું થયું રે લોલ,
    સંત કહે છે સાચે સાચી વાત જો .......વહુવારું થઈને.
    જાત્રા કરી છે જગદીશની રે લોલ,
    સંત કરે છે જાત્રા ની વાત જો .......વહુવારું થઈને.
    ઘરના તે કામ સખુ કોણે કર્યા રે લોલ,
    વ્હાલે મારે કર્યા ઘરના કામ જો .......વહુવારું થઈને.
    સાસુ ને સસરા પડ્યા પગમાં રે લોલ,
    માફ કરો ને અમારા અપરાધ જો .......વહુવારું થઈને.
    રામ ભક્ત એના ગુણ ગાય છે રે લોલ,
    ભક્ત આધીન ભગવાન જો .......વહુવારું થઈને.
    #કીર્તન
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત

Komentáře • 4