Maharaj Film Discussion | Dhaivat Trivedi, Aalap Tanna, Ramesh Tanna | Navi Savar

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • વાત કરસનદાસ મૂળજીની... મહારાજ નવલકથાની. 1822થી 2024.. 202 વર્ષમાં ગુજરાતી અખબારી પત્રકારત્વમાં એકથી એક ચડિયાતા ઘણા પત્રકારો-તંત્રીઓ થયા. ગૌરવ થાય. આનંદ થાય. પ્રેરણા મળે. 202 વર્ષના લાંબા-પટ્ટે કોઈ એક પત્રકાર-તંત્રીને આજીવન નીડરતાનો એવોર્ડ આપવો હોય તો અમૃતલાલ શેઠ, મહાત્મા ગાંધી, નર્મદ, કરસનદાસ મૂળજી, હસમુખ ગાંધી કે વાસુદેવ મહેતાનાં નામ વિચારવાં પડે. (આમાં ઘણાં નામો ઉમેરી પણ શકાય.)
    જોકે છેવટે બાજી મારી જાય કરસનદાસ મૂળજી. 39-40 વર્ષના આયખામાં આ માણસે સમાજ સુધારક અને પરાક્રમી પત્રકાર તથા તેજસ્વી અને નીડર તંત્રી તરીકે જે કામ કર્યું તે અકલ્પનીય છે.
    વિચાર તો કરો રે 2024માંય જો સાવ સાચુકલી બાબત પર બનેલી ફિલ્મને રોકવાનો પ્રયાસ થતો હોય તો 175 વર્ષ પહેલાં તો કેવો રૂઢિચુસ્ત અને બંધિયાર માહોલ હશે ! એવી સ્થિતિમાં સત્યપ્રકાશ સામયિકમાં કરસનદાસે હીંમતથી જદુનાથ મહારાજના પાખંડ વિશે લખ્યું. સામ, દામ, દંડ અને ભેદથી તેમને ખરીદી લેવાના, ચૂપ કરવાના અરે તેમને મારી નાખવાના પણ પ્રયાસ થયા. તેમના પર જદુનાથ મહારાજે મુંબઈ સુપ્રિમ કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો.
    ખૂબ ચર્ચા થઈ. છેવટે કરસનદાસ મૂળજી જીત્યા. એ જીત સત્યની હતી અને એ પછી જે પ્રકાશ ફેલાયો તે સાચા ધર્મનો હતો. કરસનદાસ મૂળજીએ બીજાં પણ કેટલાંક સામયિકોમાં કામ કરેલું. જેમ કે વિજ્ઞાન વિલાસ નામનું સામયિક પ્રકાશિત કર્યું હતું. શિક્ષક કે પોસ્ટ વિભાગના કર્મચારી તરીકે ફરજ બજાવનારા કરસનદાસ મૂળજી પોતે વૈષ્ણવ હતા તેથી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જે સડો હતો, એક કરંડિયામાં બીજાં ઘણાં ફળોની સાથે જે એક સડેલું ફળ હતું તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો. મરી જવાની તૈયારી હોય તો જ આવું થઈ શકે. જદુનાથ મહારાજ લાયબલ કેસ વિશે તેજસ્વી-અભ્યાસી નવલકથાકાર-લેખક સૌરભ શાહે નવલકથા લખી. જેનાં થોડાં પ્રકરણો નેટવર્કમાં અને પછી આખી નવલકથા મુંબઈ સમાચારમાં ધારાવાહિક પ્રકાશિત થઈ. 2013માં આર.આર. શેઠની કંપનીએ તેનું પ્રકાશન પણ કર્યું. મહારાજ એ ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા છે. ગુજરાત સાહિત્ય અકાદમી તથા નર્મદ સાહિત્ય સભાએ તેને સન્માની પણ હતી.
    વૈષ્ણવ સંપ્રદાય એક મહાન સંપ્રદાય છે. તેના એક નાનકડા ભાગ, સુરતની એક હવેલીના મહારાજ પોતાની રીતે ધર્મનું સાવ ખોટું અર્થઘટન કરીને ના કરવાનું જે કરતા હતા તેની સામે કરસનદાસે રણશિંગુ ફુક્યું હતું. જે બગાડ હતો તે દૂર થયો. સંપ્રદાય શુદ્ધ થયો. આ લડતના તો બીજા પણ ઘણા આડ ફાયદા થયા હતા.
    યુદ્ધનો શંખ માત્ર કુરુક્ષેત્રના મેદાનમાં જ વાગે એવું નથી... સમાજમાં પણ તે વાગે. એ શંખ ક્યારેક સેનાપતિને બદલે પત્રકાર-તંત્રીએ પણ વગાડવો પડે.
    મહારાજ નવલકથા પરથી યશરાજ ફિલ્મસ દ્વારા હિન્દી ભાષામાં ફિલ્મ બની છે. 1855ની જેમ 2024માં પુનઃ વિરોધ થયો છે. જાણીતા નવલકથાકાર ધૈવત ત્રિવેદી સાથે આલાપ તન્નાએ અહીં વાત કરી છે. ભૂમિકા રમેશ તન્નાએ બાંધી છે.
    Video shot & edited by Harsh Dhakan
    Facebook: / ramesh.tanna.5
    #maharajfilm #rameshtanna #navisavar
    © All rights reserved with RAA Positive Media Private Limited 2024

Komentáře • 45

  • @manishadhanesha9741
    @manishadhanesha9741 Před 22 dny

    Kai kamj nti bija bdnam krva sivay

  • @kokilashah3174
    @kokilashah3174 Před 28 dny +1

    Aalap Tanna, .. nice beging...got lot details Dhaivatbhai.ebdy must see this movie & remove DABLA ...

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 Před měsícem

    To the point discussion regarding vaishnav sampraday/ haveli etc 🌹

  • @umeshdave4474
    @umeshdave4474 Před 29 dny

    દશે દિશાએથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ...... એ જ સાચું

  • @vegadneeraj
    @vegadneeraj Před měsícem

    Waah bahut badhiya

  • @tatwamasi88
    @tatwamasi88 Před 29 dny

    ધૈવત ત્રિવેદી... આપે ઘણી માહિતી આપી. સાચી વાત. આપની વાત સાથે સંમત

  • @falguniderasari9514
    @falguniderasari9514 Před měsícem

    Very nice... Aalap

  • @jigneshvadalia8189
    @jigneshvadalia8189 Před 29 dny

    સમાજ ની જગુર્તા જરૂરી છે આપની ચર્ચા ગમી ને ફોરવર્ડ પણ કરું છું

  • @ravindramehta2130
    @ravindramehta2130 Před 29 dny +9

    બહુ સારી વાતો હિન્દુ સમાજ માટે કરી રહ્યા છો નૂપુર શર્મા કુરાન મા લખેલી વાત કરી એની સાથે સર તન સે જુદા મળી લો એમને આજે ઘરે થી બહાર નથી નીકળતું કોઈ એક વ્યક્તિ ની ભૂલ થી આખા સંપ્રદાય ને બદનામ કરવા આખો લેખકો એક થઇ નિંદા કરી રહ્યા છો તે અશોભનીય છે

    • @jayjivani6880
      @jayjivani6880 Před 29 dny +1

      બેન/ભાઈ એક વખત ફિલ્મ જોઈ તો જોવ. પછી જો તમને લાગે કે એ સંપ્રદાય વિરુદ્ધ છે તો પછી તમારો કોઈ વાંક નથી.

    • @Swati33474
      @Swati33474 Před 29 dny

      તમે શું લખ્યું છે e કોઈ આવો ફિલ્મ થી કોઈ ને સારો હતો કે ખરાબ કે સાચો હતો કે ખોટો ના માનવો ફિલ્મ છે એ પણ બોલિવૂડ 😂😂😂😂😂​@@jayjivani6880

    • @ShreeJwel
      @ShreeJwel Před 26 dny

      P

    • @ghanshyamvrajraj8108
      @ghanshyamvrajraj8108 Před 26 dny

      વિધર્મી ની એકાદ ફિલ્મ બનાવો....પછી ડેબિટ કરો .તો ખબર પડે

  • @shwetaupadhyay4189
    @shwetaupadhyay4189 Před měsícem

    સ્થાપિત હિતોની આંખમાં કલાકાર ખૂંચતો જ હોય છે..
    વેલ સેઇડ

  • @shailashah9186
    @shailashah9186 Před 27 dny

  • @nishaprahar
    @nishaprahar Před 28 dny

    Nice🎉

  • @jayghadiya8563
    @jayghadiya8563 Před měsícem

    Good conversation

  • @psk8209
    @psk8209 Před 29 dny

    People should instead protest against maharaj movie, should protest against charan seva ,still running in this era ie2024

  • @bharatsinhwala8294
    @bharatsinhwala8294 Před 29 dny

    Well said

  • @VANSH_EDITS018
    @VANSH_EDITS018 Před 12 dny

    વાર્તાલાપ સરસ છે. પણ, સાઉન્ડ બરાબર નથી.

  • @psk8209
    @psk8209 Před 29 dny

    Apde farithi karsandas mulji jeva Loko joie 6,apda samaj ne bachava mate

  • @gargiraval6468
    @gargiraval6468 Před 29 dny

    Navalkatha vanchya vina j virodh kari rahya chhe. Ane aa case to sacho j chhe. Case hari gayata e pan hakikat chhe. Ana kya koi ne khataro thai gayo??

    • @sanjayuteshiya1980
      @sanjayuteshiya1980 Před 28 dny

      Gargiben film ma thakurji ne batavya a problem chhe baki badhu tame kaho a sachu

  • @psk8209
    @psk8209 Před 29 dny

    Aje pun a Charan seva chale 6,a goswami chalave 6

  • @chandrikavora6680
    @chandrikavora6680 Před 27 dny

    Dushan no virodh karvo j joie

  • @jogenasher9046
    @jogenasher9046 Před 26 dny

    Ganto

  • @bhanurajneeshee5058
    @bhanurajneeshee5058 Před 29 dny

    Very nice healthy discussion❤ ओशो ના પ્રેમી હોવાને લીધે પણ આપની ચર્ચા ખુબ ગમી કાશ ओशो જ્યારે દેહ માં હતા ત્યારે ભારતીય મીડિયા એ આવુ સાહસ કરવા જેવું હતુ ❤
    -Bhanubhai Rajneeshee

  • @manishadhanesha9741
    @manishadhanesha9741 Před 22 dny

    A bhdha khoti na 6