નાનું રૂપાળું મારુ ગામડું | gamdu traditional song | Gamdu (ગામડું) | New Gujarati Song 2024

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2024
  • નાનું રૂપાળું મારુ ગામડું | gamdu traditional song | Gamdu (ગામડું) | New Gujarati Song 2024 #gamdu
    #ahirani #traditional #prewedding #preweddingshoot #village #ahirat #villageculture #villagelife #villagevlog #villagelifestyle #ગુજરાતી #ગામડાનીમોજ #ગામડું #ગામડાનુંજીવન #UrvashiRadadiya #Song #NewSong #NewGujaratisong2024
    ‪@KrishnaAhir111‬ ‪@Popatbhai_Shorts‬ ‪@ahiranimusiclover‬
    નાનું રૂપાળું મારું ગામડું - જયંતીલાલ માલધારી દ્વારા લખેલી આ કવિતામાં ગામડાનાં જીવનનું ખુબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યુ છે.
    ગાજે છે ગીત જ્યાં હેતનાં રે ,
    રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    નદીયુંનાં ધીમાં મીઠાં નીર રે.
    રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    સુખમાં સુખિયા સૌ સાથમાં રે ,
    રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    દુઃખમાં ભેળું છે આખું ગામ રે ….
    રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    ધરતી ખેડે છે સૌ સાથમાં રે ,
    રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    ધંધા વિનાનું નથી કોઈ રે ..
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    ઘેર - ઘેર ઘંટીઓ ગાજતી રે ,
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    રેંટિયાનો મીઠો રણકાર રે ..
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    ખટક ખટુકે સાળ સામટી રે ,
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    ઊંચાનીચાના નથી ભેદ રે …
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    કામધેનુ સમાણી ગાવડી રે ,
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    ધીંગી ધૂરાના ધરનાર રે …
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    અંતરપ્રકાશ સૌની આંખમાં રે ,
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    ધરતી પૂજે છે જેને પાય રે ..
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    સામું જુએ ત્યાં હેત નીતરે રે ,
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    આંખડીએ અમી છલકાય રે ..
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    સંત વિનોબાની વાણી એ રે ,
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    ગાંધીબાપુનો જયજયકાર રે ….
    રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
    આ કાવ્ય વિશે એક જ વાક્યમાં કહી શકાય કે,
    આ કાવ્ય ગાઈને, વાંચીને કે ગણગણીને તમારામાં જો બાળપણ ડોલવા ન લાગે તો તમે બાળપણ માણ્યું જ નથી!
    ક્યારેય ન ભૂલી શકાય અને ગાડાં ભરાય એવી અસંખ્ય મીઠી યાદોનો દરિયો એટલે "ગામડું"
    હર હંમેશા અને ખાસ કરીને આ મહામારીના સમયમાં તમામ પ્રકારની સહાય અને સહકાર સૌથી વધારે આપણને આપણા ગામડા માંથીજ મળ્યા છે અને કદાચ એટલે જ શહેરોમાં આપણે રહી શક્યા છીએ
    આપણા સૌના ગામડાને વંદન કરતું આ "ગામડું" ગીતને પરંપરાગત રીતે રજૂ કરી આપ સમક્ષ રજુ કર્યું છે.
    ખાસ વિનંતી :-
    નીચે કોમેન્ટ માં તમારા ગામનું નામ લખવાનું ન ભૂલતા.

Komentáře • 20