• રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે રૂક્ષ્મણી અને કૃષ્ણની પ્રેમ કહાની •

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2024
  • પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
    સંપાદક - નિશા (editor
    રૂક્ષ્મણી વિવાહ કીર્તન
    રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે
    વહેલા આવજો દ્વારિકાના નાથ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧
    મારા દાદાએ લગન લખાવીયા રે
    મારો વીરો તેડાવે જાડી જાન
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલને રે...૨
    મારી જન્મો જનમની છે પ્રીતડી રે
    જો જો દીધેલા કોલ ન ભુલાય
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૩
    સાથે ઓધવ અક્રૂરને તેડી લાવજો રે
    સાથે આવજો વાસુદેવ નંદલાલ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૪
    સાથે વીરા બળદેવને તેડી લાવજો રે
    જાડી લાવજો જાદવ કુળની જાન
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૫
    મેતો ચુડલો પહેર્યો તમારા નામનો રે
    મારી દામણીમાં દામોદર ના નામ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૬
    મેં તો ચુંદડી ઓઢી તમારા નામની રે
    મારી ટીલડી માં ત્રિકમ તારા નામ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૭
    મારા અંગે પીઠીનો રંગ જામીયો રે
    જોજો પીઠીનો રંગ ના ભુસાય
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૮
    મારી રોઈ રોઈને આંખ થઈ છે રાતડી રે
    મારી આંખોના આંજણ નો ભુસાય
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૯
    આજે કલમને કાગળ મારા હાથમાં રે
    મારા ખડીયા ની શાહી ખૂટી જાય
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૦
    મારો કાગળ લઈને વિપ્ર આવશે રે
    વાંચી આવજો ને નંદના કુંવર
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે..૧૧
    માતા અંબા ને પૂજવા અમે આવીયા રે
    સાથે આવ્યો મારો રુકમય ભાઈ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૨
    માતા અંબાને પાયે અમે લાગીયા રે
    અમને દેજો શામળિયો ભરથાર
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૩
    કાગળ વાંચીને વેલા વેલા આવિયા રે
    વાલે રથની લગામ લીધી હાથ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૪
    રુક્ષ્મણી રથમાં બેસીને એમ બોલીયા રે
    રથ હાંકોને દ્વારિકા મોજાર
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૫
    વાલે ભરી બજારે રથ હાંકિયા રે
    સામી ઊભી શિશુપાલ ની જાન
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૬
    ત્યાં તો આલા લીલા વાંસ વઢાવીયા રે
    ત્યાં તો વાગ્યા શરણાયું ને ઢોલ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૭
    વાલા ના મંડપ રોપાણા માધવપુર માં રે
    વાલાની ચોરી ચીતરાણી ચાંપાનેર
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૮
    આજે શંકર પાર્વતી જી આવીયા રે
    એણે દીધા સૌભાગ્યના દાન
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...૧૯
    રુક્ષ્મણી પરણીને દ્વારિકામાં આવીયા રે
    પાય લાગ્યા છે માત પિતા ને આજ
    હું તો પરણી આવી છું નંદલાલ ને રે...૨૦
    કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,

Komentáře • 11