આવ્યો આવ્યો જમાનો મોબાઇલનો | Avyo Avyo Jamano Mobile No

Sdílet
Vložit
  • čas přidán 29. 11. 2022
  • Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
    -"ભજન નીચે લખેલું છે"-
    :
    શ્યામ મહિલા મંડળ, નવસારી
    Application: play.google.com/store/apps/de...
    Website : smm.tss.ai/
    Facebook : / shyammahilamandal
    Instagram : / shyammahilamandal
    :
    #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
    ભજન :-રાગ :-જુઓ જુઓ જમાનો બદલાયો
    આવ્યો આવ્યો જમાનો મોબાઇલ નો
    આવ્યો આવ્યો જમાનો iphone નો
    હવે ઘેર ઘેર iphone હોય જમાનો iphone નો
    સાંજ પડે ને ઘરના બધા ભેગા મળે
    સૌ પોતપોતાના મોબાઈલ જુએ
    નથી થાતી ઘર વ્યવહાર ની વાત જમાનો iphone નો
    કોઈ કોઈની વાત તો કાને ના ધરે
    ઘણા મોબાઈલમાં જોઈ હસ્યા કરે
    એના કાનમાં હોય ઇઅરફોન જમાનો iphone નો
    જ્યારે ફોન કરીને મહેમાન આવે
    ત્યારે ઘરમાં હોય તોય બહાર કહે
    એમ વાતે વાતે જૂઠું બોલાય જમાનો iphone નો
    આઈફોન માં ઘણી એપ્લિકેશન આવે
    બધી જાણો તો ગાંડા થવાય જમાનો iphone નો
    જ્યારે નવરા પડે ત્યારે whatsapp ખોલે
    ખરા ખોટા મેસેજ જુએ ને કરે
    પછી ફોરવર્ડ કરવામાં આખી રાત જાગે
    જાણે ગુજરાત સમાચાર સાક્ષાત જમાનો iphone નો
    શેરચેટમાંથી સુંદર સુવિચાર મોકલે
    પોતે પાળે નહીં ને બીજાને પળાવે
    જાણે પોતે તો સત નો અવતાર જમાનો iphone નો
    કોઈની સાથે મતભેદ થયો હોય તો
    તેના દિલ દુભાય તેવા whatsapp કરે
    પછી લખાણથી થાય ઠંડુ યુદ્ધ જમાનો iphone નો
    જ્યારે ગાડીમાં બહાર જઈએ ત્યારે
    મારગ પૂછવામાં કોઈની જરૂર ના પડે
    સાચે ઠેકાણે લઈ જાય મેપ જમાનો iphone નો
    એક રૂપિયો ખિસ્સામાં ન રાખે
    આખું બજાર ખરીદી ઘેર લાવે
    હવે કરતા ગુગલ પે જમાનો iphone નો
    પહેલા એકબીજા સાથે બેસી વાતો કરતા
    વાતો કરતા ને હૈયું હળવું કરતા
    હવે મોબાઈલમાં પંચાત કુટાઈ જમાનો iphone નો
    તમે મોબાઈલ વાપરો તો ભલે વાપરો
    તેમાં કથા સુણોને ભજન સુણો
    તમે સત્સંગ સુણોને યાત્રાધામ જુઓ
    થોડા જુઓ કોમેડી વિડિયો જમાનો iphone નો
    થોડા સમય માટે તેને વિરામ આપો
    વૃદ્ધ માવતર માટે થોડો સમય કાઢો
    એમના હૈયાની વાત તમે ધ્યાનથી સુણો
    એમના દિલડા હરખાઈ જાય જમાનો iphone નો
    એમના આશિષ મળી જાય જમાનો iphone નો
  • Hudba

Komentáře • 25

  • @smitarathod9374
    @smitarathod9374 Před 15 dny

    Khub saras bhajan karo cho supar bhajan

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Před rokem

    Wahhh khub j Sara's bhajan gayu 🙏👌👌 superb , ekdam Sachi vat che...

  • @chintanavenue
    @chintanavenue Před rokem

    કલ્પનાબેન તમારા ભજન પણ અમે ગાઈયે છીયે👍🙏🙏પુષ્પાબેન ના જ્યઅંબે🙏

  • @rekhabadrakiya8185
    @rekhabadrakiya8185 Před rokem +1

    Very nice🙏👏👍 bhajan

  • @tickoopatel5063
    @tickoopatel5063 Před rokem

    Vah vah ,, shu bhajan chhe !!
    Jay Shri Krishna 👌👌👌👌😀😀🙏👏💐⚘️

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 Před rokem

      ખુબ ખુબ આભાર પણ તમે આટલા વખત ક્યાં ખોવાઈ ગયા હતા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખું ભજન લખેલું છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ🙏🙏

  • @ramkrishnabhajanmandal1112

    Jay shree krishna very nice 🙏👌

  • @diptipatel7322
    @diptipatel7322 Před rokem

    ખુબ સરસ ભજન કરો છો

  • @jayshreeshah5795
    @jayshreeshah5795 Před rokem

    Bilkul Chachi vat che hu pan mobile ma Tamara bhajanoj sambharu chu Jay shree krishan

  • @chintanavenue
    @chintanavenue Před rokem

    સરસ બેન 🙏મારુ બનાવેલું ભજન તમે ગાયા🙏🙏મને ખુબજ આનંદ થયો🌹અમારા ભજન પણ જરૂર સાંભળજો👍 કરજો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો🙏🙏શ્રીકૃષ્ણ

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před rokem

    Ketalu saras vartaman jivananu varnan karyu chhe.badha shabdo khub arthbharya chhe

  • @ranjanshuthar3045
    @ranjanshuthar3045 Před rokem

    Khubajsaraskalpnaben

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Před rokem

    ખૂબ સરસ આજની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને કિર્તન ગાયેલું છે 🙏👍 જય શ્રી કૃષ્ણ 🙏 કલ્પના બહેન તમારો સ્વર સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી અન્નપૂર્ણા દેવી ની જય

  • @AshokPatel-mo8zy
    @AshokPatel-mo8zy Před rokem

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ભજન છે મોબાઈલ ના જમાનામાં હવે બધું જ ભુલાય ગયુ એવું લાગે છે હા વાત તો સાચી છે મોબાઇલ થી બધું ફાસ્ટ પણ થયુ છે આભાર તમારો 👏👏📲🤳

  • @madhubalas2441
    @madhubalas2441 Před rokem

    વાહ એકથથી એક ચડીયાતા ભજનો છે મે મારો નંબર ચાર વાર મોકલાવીયો છે તો તમને મળીયો હોય તો કેજો જય ગોપાલ મધુબેન

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 Před rokem

      ખુબ ખુબ આભાર મને હજી તમારો નંબર મળ્યો નથી કોમેન્ટ્સ બોક્ષમાં તમે નંબર લખો તો મને મળે અત્યારે ઓનલાઇન છો તો નંબર લખીને મોકલાવો જય ગોપાલ જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Před rokem

    ખૂબ ખૂબ સરસ કીર્તન સાવ સાચી વાત બધા બહેનોને જય સ્વામિનારાયણ

  • @khatrijulee140
    @khatrijulee140 Před rokem

    Jay Shri Krishna Bhajan ma sachi vat Kari tame saras Bhajan banaviu chhe

  • @quirtebaiajitshim6456

    Jay shree Krishna...🙏badhu sachu,tenathi pangla to thai gaya 6e,pan tamara bhajno ni tev padi 6e Dhanywad.....😄👌

  • @khatrijulee140
    @khatrijulee140 Před rokem

    🙏🙏🙏

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před rokem

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ સરસ કીર્તન એકદમ સાચી વાત છે સર્વ બહેનો ને મારા તરફથી શુભ સવારના જય રામદેવપીર🙏🙏👌👌👍

  • @ranuraghuvanshi968
    @ranuraghuvanshi968 Před rokem

    Very very nice bhajan Jay Shri Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @tickoopatel5063
    @tickoopatel5063 Před rokem

    Sakhi ni chheli liti samaj nahi padi ....
    Biju k U tube aave ne .............
    Aave . E nhi khabar padi...
    Ane Ena pachhi ni liti ma shu aave?
    " Ema aave camera....................
    E pn khabar nhi padi