#અમરબાઈ

Sdílet
Vložit
  • čas přidán 3. 01. 2022
  • • #દ્રૌપદીનો માંડવો ( કી...
    • #ઉમિયા મા ને આમંત્રણ (...
    • #રામજીના ચોપડે લખાવી લ...
    અમરબાઈ છે આહીર કુળ ની દીકરી જો
    16 વર્ષના થયા અમરબાઈ જો
    શોભાવડલા થી આવ્યા એના આણાં જો
    અમરબાઈ ના સાસુ આવ્યા તેડવા
    અમરબાઈએ માથામાં નાખ્યા તેલ જો
    આંખોમાં આછેરા આંજણ આંજી યા
    અમરબાઈએ કાંબી ને કડલા પહેરી આવજો
    આંગળીઓમાં પહેરી અણવટ વિછીયા
    અમરબાઈએ સોળે સજ્યા શણગાર જો
    ઉપર ઓઢી ગુરુ ની ચુંદડી
    અમર બાઈ ને નહોતા સાસરી ના કોડજો
    ગુરુજી મળે તો બેડો પાર છે
    અમરભાઈ ના ગાડા ચાલ્યા જાય જો
    જઈને રે ભાદરવી કાંઠે ઉભા રહ્યા
    ભાદરકાંઠે આંબલીયા ઘનઘોર જો
    આંબલીયા ના છાય ગાડા છોડ્યાં
    અમરભાઈ ના સાસુ નાવા જાય જો
    ગાડામાં બેઠા અમર બાય એકલા
    અમરબાઈએ મનડામાં વિચાર્યું જો
    આરે સંસાર એ મારુ કોઈ નથી
    દૂર દેખાઈ સંતો નો આશ્રમ જો
    આશ્રમ દેખીને અમરબાઈ ત્યાં ગયા
    દેવીદાસ કરે કોઢિયા ની સેવા જો
    ત્યાં જઈ અમરબાઈ તો ઉભા રહ્યા
    દેવીદાસે માથે મેલો હાથ જો
    ગળામાં બાંધી રે રૂડી કંઠી
    જો અમારે બાઈ કંઠી ન તૂટી જાય જો
    લોકો તો લેશે સતના પારખા
    ઈ સુ બોલ્યા બાપુ દેવીદાસ જો
    ધણી રે મેતો ધાર્યો નકલંગ રાય જો
    અમરબાઈએ જોડી લીધી હાથ જો
    અમરબાઈ હાલ્યા રે ટુકડો માંગવા
    ટુકડો માંગ્યો બગસરા જેવા ગામ જો
    બગસરા ના દરબાર માં ને જોઈ ગયા
    અમરબાઈ તો આગળ ચાલ્યા જાય જો
    પાછળ પડ્યા દરબારી ઘોડલા
    અમરબાઈએ સમરિયા દેવીદાસ જો
    અમરબાઈ થી ઘોડલા આઘા ઊભા રહ્યા
    પરબે આવી જોડી ઉતારીને જાય જો
    દરબારો ના ઘોડલા બાપુ ની વાંહે થયાં
    બાપુએ દીધો છે આવકાર જો
    આસન પાથરીને ત્યાં બેસાડ્યા
    શીરો ખવડાવીને દૂધ પીવડાવવા જો
    આંટી રે છોડાવી ગુરુદેવની
    જાવ દરબાર રાજપાટ ભોગવો
    બગસરા નુ અન ધન પરબે ખપે નહીં
    અમને દેજો સંત ચરણમાં વાસજો
    ભક્તિ રે દેજો આવા ગુરુદેવની 🙏
  • Hudba

Komentáře • 276