આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 29. 04. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન __________________
    આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
    મેલો ખોટું અભિમાન આમાં કોણ કોનું છે
    મેલો મોહ ને મમતા આમાં કોણ કોનું છે
    મધપૂડા ને દેખી જેવી મધમાખી લલચાય છે
    એવો પૂત્ર ને પરિવાર આમાં કોણ કોનું છે
    આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
    મેલો ખોટું અભિમાન.......
    ચડતી માં તો દુનિયા આખી વાહ વાહ કરતી
    દુઃખમાં સામું નહીં જોનાર આમાં કોણ કોનું છે
    આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
    મેલો ખોટું અભિમાન.......
    મારા મારા કરો ઇતો અંતે બદલાય જાય છે
    આવો જગત નો વેવાર આમાં કોણ કોનું છે
    આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
    મેલો ખોટું અભિમાન......
    વિપત વેળાએ તને બધું સમજાઈ જશે
    સાચો સંગાથી છે રામ આમાં કોણ કોનું છે
    આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
    મેલો ખોટું અભિમાન.......
    જીંદગી ની અંત માં તો વિયોગી થવાય છે
    સાચો સહયોગી છે રામ આમાં કોણ કોનું છે
    આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
    મેલો ખોટું અભિમાન......
    સમરથ ને સહારે તારા બાળ ગુણલા ગાઈ છે
    દેજો સંત ચરણ માં વાસ આમાં કોણ કોનું છે
    આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
    મેલો ખોટું અભિમાન આમાં કોણ કોનું છે

Komentáře • 16

  • @user-jl5uf6ws8p
    @user-jl5uf6ws8p Před měsícem +1

    સરસછે

  • @devangidhunofficial
    @devangidhunofficial Před měsícem

    🙏🙏👌👌

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +3

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન ગાયુ પણ તોયમારૂમરૂ કરાયસે ખુબખુબ ધન્યવાદ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @user-vq3kw7oc1l
    @user-vq3kw7oc1l Před 2 měsíci +1

    Wah mast kirtan che nayna ben bv maja ave tmra bhajan sambhrvani

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 dny

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @ramnikbhaigediya3866
    @ramnikbhaigediya3866 Před 2 měsíci

    .નયનાબેન સરસ ભજન છે જય સીતારામ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય સીતારામ 🙏

  • @radhebhajanmandal6571
    @radhebhajanmandal6571 Před 2 měsíci

    અમારા મંડળ વાળી બહેનો ને તમારું ભજન બહુ ગમ્યું

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ રાધે ભજન મંડળ નાં બહેનો ને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 2 měsíci +2

    સરસ ભજન સંતોના સાનિધ્યમાં❤🎉 હર હર મહાદેવ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ હર હર મહાદેવ 🙏

  • @radhebhajanmandal6571
    @radhebhajanmandal6571 Před 2 měsíci

    કોઈ કોઈનું નથી રમીલાબેન ના રાધે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ રમીલા બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે