વૈકુંઠ નો નાથ વાલો બન્યો વેપારી ll કીર્તન લખેલ છે

Sdílet
Vložit
  • čas přidán 11. 04. 2024
  • #shreeharisatsang #kirtan #bhajan #bhakti #mahadev #ram #kanudo
    વ્રજ વસી વૈકુંઠ નો નાથ વાલો બન્યો વેપારી
    લક્ષ્મીજી બન્યા છે શેઠાણી
    જવું કુંવર ના મામેરા કાજ વાલો બન્યો વેપારી
    કુંવરબાઈ એ તે એક એવો કાગળ લખ્યો.
    નરસિંહ વાંચી ને મનમાં હરખાય વાલો બન્યો વેપારી
    કુંવર બાઈએ એક એવી કડી લખી
    જેવો સાકર વિના મોળો કંસાર
    એવો માતા વિના સૂનો સંસાર વાલો બન્યો વેપારી
    નરસૈયો ચોરે ચડી ને સાદ પાડે
    બધા સંતો ભક્તો ને ભેળાં કરે
    જવું કુંવરના મામેરા કાજ વાલો બન્યો વેપારી
    પ્રભુ સૂતા છે જઈ પલંગે ચડી
    એના હૃદય કમળ માં શાંતિ ધરી
    ત્યાં તો ઓચિંતો આવ્યો અવાજ વાલો બન્યો વેપારી
    આજ આકુળ વ્યાકુળ થયા વ્રજવાસી
    આજ નરસિંહ બન્યો છે નિરાધાર વાલો બન્યો વેપારી
    પ્રભુએ પીળા પીતાંબર પહેરી લીધા
    માથે આંટાવાળી પાઘડી સોહાય વાલો બન્યો વેપારી
    લક્ષ્મીજી તમે તૈયાર થાજો
    બધી દેવી ને સાથે બોલાવી લેજો
    જવું કુંવર ના મામેરા કાજ વાલો બન્યો વેપારી
    બધો સંઘ મારગડે ચાલ્યો જાય છે
    નરસિંહ કરતાલ લઈને વચ્ચે નાચે
    ચાલો ચાલો ભક્તો ના કિરતાર વાલો બન્યો વેપારી
    શેઠ શેઠાણી ચાલે જોડાજોડી
    પ્રભુ હસ્તે મુખડે જરા તોતળુ બોલે
    લક્ષ્મીજી હેઠું જોઈને હરખાઈ વાલો બન્યો વેપારી
    બધો સંઘ કુંવરના ઘેરે આવ્યો
    કુંવર નરસિંહ મહેતા ને એકલા જાણી
    માતા માણેક બા ને યાદ કરી
    આજે કુંવર રડે છે નિરાધાર વાલો બન્યો વેપારી
    લક્ષ્મીજી કુંવરબાઈ ના કરજ જાણી
    એને છાતી સરીસી છાપી લીધી
    એને કાનમાં કીધી એક વાત વાલો બન્યો વેપારી
    કુંવરબાઇ તે સાન માં સમજી ગયા
    કુંવર પડ્યા પ્રભુ ને પાય વાલો બન્યો વેપારી
    કુંવરે માંગ્યું તેથી નરસિંહ બમણું લાવ્યા
    ત્યાં તો કુંવરબાઇ ના સાસુ આવ્યા
    તમારે નરસૈયો શું સગો થાય વાલો બન્યો વેપારી
    અમે નરસિંહ મહેતા ના વાણોતર છીએ
    નરસિંહ ચીંધે તે કામ કરનાર વાલો બન્યો વેપારી
    ધન્ય ધન્ય નરસિંહ મહેતા ની ભક્તિ ને
    એનું નવખંડ માં રેજો નામ વાલો બન્યો વેપારી
    વ્રજ વસી વૈકુંઠ નો નાથ વાલો બન્યો વેપારી......
    Gujarati Bhajan
    Valo Banyo Vepari Bhjan
    Gujarati Satsang
    Satguru Satsang
    Sadguru Kirtan
    Gujarati Kirtan
  • Hudba

Komentáře • 6

  • @bhavujoshi7246
    @bhavujoshi7246 Před 2 měsíci

    સરસ ભજન છે 🙏

  • @Alkabenkotak
    @Alkabenkotak Před 2 měsíci

    જયહોશતસંગમંડ🎉

  • @AnkitaDani24
    @AnkitaDani24 Před 2 měsíci +7

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખૂબ સરસ કીર્તન ગાયું છે

  • @nirubenpanchal9537
    @nirubenpanchal9537 Před 2 měsíci

    જયશ્રીકૃષ્ણ રાધેરાધે..
    ભજનસાભળવાનીમજાઆવી

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 Před 2 měsíci

    Waw Bhuj sars Bhajan 👌 🤣 👏👏👏🙏🙏👍

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 2 měsíci

    Very nice❤❤❤