💐સુરજ સોનાનો ઉગ્યો મારી ઘેર કનૈયો આવ્યો 💐(લખેલું છે) નયનાબેન

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2024
  • સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર કનૈયો આવ્યો
    આવ્યા છો તો ઉતારા કરતા જાવ
    ઉતારા ગોકુળમાં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર રામાપીર આવ્યા
    આવ્યા છો તો દાતણ કરતા જાવ
    દાતણ રણુજા માં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સૂરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર રણછોડરાય આવ્યા
    આવ્યા છો તો નાવણ કરતા જાઓ
    નાવણ ગોમતી માં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર રામચંદ્ર આવ્યા
    આવ્યા છો તો ભોજન જમતાં જાવ
    ભોજન અયોધ્યામાં કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર ઘનશ્યામજી આવ્યા
    આવ્યા છો તો હિંચકે ઝુલતા જાઓ
    હીંચકે વડતાલમાં ઝૂલશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર ભોળાનાથ આવ્યા
    આવ્યા છો તો પોઢણ કરતા જાવ
    પોઢણ ચાર ધામમાં કરશું
    મારા ભવાની જુવે વાટ
    સુરજ સોનાનો ઉગ્યો
    મારી ઘેર વૈકુંઠ મંડળ આવ્યું
    આવ્યા છો તો ભજન કરતા જાવ
    ભજન મોરવા ગામ કરશું
    સુરજ સોનાનો ઉગ્યો
    સુરેશ સોનાનો ઉગ્યો
    મારી ઘેર કનૈયો આવ્યો
    આવ્યા છો તો માખણ જમતા જાવ
    માખણ ગોકુળમાં જમશું
    માતા જશોદા જુવે વાટ
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Komentáře • 52