હો હો રે હું તો ભજન કરવા ચાલી..નીચે લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • હો હો રે હું તો ભજન કરવા ચાલી..નીચે લખેલું છે #ભજન gujarati kirtan Krishna #desi #jayshreebenbaldha #shreeharisatsang #gurupurnima #guru #kirtan #krishna #satsangmandal #satsangmandal
    હો હો રે હું તો ભજન કરવા ચાલી (૨)
    ભજન કરવા ચાલી મારા કાનાની દિવાની
    હો હો રે હું તો ભજન કરવા ચાલી
    ઘરમાંથી નીકળી ત્યારે સાસુએ ધમકાવી
    સાસુ ની ધમકી થી હું તો નથી ડરવાની
    હો હો રે હું તો ભજન કરવા ચાલી
    ઘરમાંથી નીકળી ત્યારે પડોસન ભટકાણી
    પડોસન ભટકાણી મારી નિંદા કરવાની
    હો હો રે હું તો ભજન કરવા ચાલી
    ઘરમાંથી નીકળી ત્યારે જેઠાણી ભટકાણી
    જેઠાણી બોલી કે એતો ઢોલક ટીપવા ચાલી
    હો હો રે હું તો ભજન કરવા ચાલી
    શેરીમાંથી નીકળી ત્યારે લોકો જોવા લાગ્યા
    લોકો જોવા લાગ્યા મારી વાતો કરવા લાગ્યા
    હો હો રે હું તો ભજન કરવા ચાલી
    ત્યાંથી નીકળી ત્યારે મંદિરે પહોંચી
    મંદિરે પહોંચી મારી શખીયો હરખાઈ
    ઓહો રે હું તો ભજન કરવા ચાલી
    ભજનમાં જઈને મેં તો ભાવે ભજન કર્યા
    ભાવે ભજન કીધા મારા કાને દર્શન દીધા
    હો હો રે હો તો ભજન કરવા ચાલી
    પાછી ઘેર આવી ત્યારે નાની નણંદ બોલી
    જુઓ જુઓ ને પેલી ભક્તાણી આવી
    હો હો રે હું તો ભજન કરવા ચાલી
    ભજન કરવા ચાલી મારા કાના ની દિવાની
    હો હો રે હું તો ભજન કરવા ચાલી
    સાખી ્્્હે હે.. ગોકુળ રુડુ ગામડું ને
    લખ આવે ને લખ જાય રે
    એક ના આવે મારો કાનજી
    મારા રોઈ રોઈ દાડા જાય

Komentáře •