Amba Bavani | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ‪@meshwalyrical‬
    Presenting : Amba Bavani | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |
    #ambemaa #bavani #lyrical
    Album : Amba Bavani
    Singer : Ruchita Prajapati
    Lyrics : Traditional
    Music : Jitu Prajapati
    Genre : Gujarati Devotional Bavani
    Deity : Ambe Maa
    Temple : Ambaji
    Festival : Navratri
    Label : Meshwa Electronics
    માં... હો માં...
    જય હો જય હો અંબામાં
    હે...જય ગબ્બર ગઢવાસી અંબા,
    અર્બુદ સૌ અશો જગદંબા
    હરિ હર ને બ્રહ્માજી ધ્યાવે,
    અપાર છો માં પાર ન પાવે
    હે...સિદ્ધમુનિ નિત દર્શન આવે,
    ઝાંખી કરી સૌ પાવન થાવે
    દુઃખ દરિદ્ર તેના સહુ જાય,
    અંબા અંબા મુખે જપાય
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...પુરુષ પ્રકૃતિ અંબા રૂપ
    શિવ ને શક્તિ એક સ્વરૂપ.
    ગણેશ હરિહર બ્રહ્મા રૂપ,
    માં બુદ્ધિ ચિત્ત શક્તિ અનુપ
    હે...દશ મહાવિદ્યા કાર્તિક આપ,
    અંબા શક્તિ આદ્ય અમાપ
    ગણેશ તું શ્રીકૃષ્ણ સ્વરૂપ,
    કાર્તિક તું વિષ્ણુ નું રૂપ
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...જડ ચેતન છે તારું રૂપ,
    સરજ્યા માં સૌ લોક અનુપ.
    માં તું દેવસેના સુર ભુપ,
    દુર્ગા શિવા સતી તું જ રૂપ
    હે...રાધા તું માં વીરજા દેવી,
    પલકે સરજે દુનિયા એવી
    માંની ગૌરી ગયા ચરાવે,
    હિમ જવ ઘણા માજી લાવે
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...બીજો જન્મ તે નંદ યશોદા,
    કૃષ્ણ ચૌલ ગબ્બરમાં કીધા
    સચરાચર શક્તિ માં સ્થાપી,
    સકલ પદારથ માં વ્યાપી
    હે...અંબા અનેક રૂપ માં એક,
    કષ્ટ હરે માનો છે ટેક
    માં હૃદયે અતિ દયા ભરેલી,
    દીર્ઘ આયુ દે અંબા બેલી
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...અંબા માના અંશ અનેક,
    માં સહુની ના માંને ભેદ
    બલ બુદ્ધિમાં નિદ્રા પુષ્ટિ,
    યશ ભ્રાંતિ માં અભય વિભૂતિ
    હે...કાંતિ વૃત્તિ માં દયા ક્ષમાએ,
    ધીરજ ધન સંપત અંબા છે
    નારાયણ રણછોડ સ્વરૂપી,
    અંબાની અગણિત વિભૂતિ
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...ગુરુ ગોવિંદ ને ગિરજા અંબા,
    સાચી સગી છે માં જગદંબા
    કાલી કર કલ્યાણ અમારું,
    શરણું માં એક જ અંબાનું
    હે...તું તારા માં આધ્યભવાની,
    દુરગતિ દુર કરજે માં મારી
    ત્રિપુરસુંદરી અંબા તારો,
    ગુણ ગાતાં માં તુરત ઉગારો
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...ભુવનેશી ભવ બંધન ટાળો,
    ખટ શત્રુ અંબા માં બાળો
    છિન્ન મરક્તી માં તું અંબા,
    રહ્યો અમને માં જગદંબા
    હે...ત્રિપુર ભૈરવી માં તું બાલા,
    ભજે માતાના રહે કડાપા
    ઘુમાવતિ માં ધન શક્તિ દે,
    અંબા આનંદમય મંગળ દે
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...દેવી દયાળુ માં તું બગલા,
    રિપુ હણી દો શાંતિ માતા
    માંતગી મંગલની દાતા,
    અંબા સૌની એક વિધાતા
    હે...કમલાક્ષી કમલા સુખદા,
    અલબેલી માં વહારે ધા
    જગદંબા માં જાગતી જ્યોત,
    સાદ સુણી આવે માં દોટ
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...સર્વ દેવના પ્રાણ સ્વરૂપ,
    અંબા માં જનની જગ રૂપ
    અરુંધતી અનસૂયા અંબા,
    માં ગાયત્રી ને ગૌ ગંગા
    હે...સાર તણો માં અંબા સાર,
    ભક્તિના માં છે રખવાળ
    નિત્ય નિરંજન નિરાકાર,
    ઇચ્છિત દે અંબાના વાર
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...અખેચંદ મધદરિયે જાય,
    તેની વહારે માજી ધાય
    નાવ ડૂબતી આપો બચાવી,
    અખચંદને લીધો ઉગારી
    હે..ભીને વસ્ત્ર માં આવી આપો,
    કીધો ઘંટનો મોટો નાદ
    સેવક જાગ્યા દ્વાર ઊઘડ્યાં,
    ભીને વસ્ત્ર માજી નિરખાયાં
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે..વસ્ત્રો બદલી લીધું પાન,
    ખરું જળ દરિયાનું જાણ
    અખેચંદ આવ્યો માં પાસે,
    વાત બધીયે કહી વિસ્તારે
    હે...ઇચ્છુક પીડિત જ્ઞાની આવે,
    માનેપારે શુભ ફળ પાવે
    પશ્યંતિ માં પરા મધ્યમા,
    વૈખરી વાણી રૂપમાં અંબા
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...કલા અનાહત નાદ બિંદુએ,
    ધ્વનિ સ્વરૂપે અંબા વસ્તી,
    દેવલોક માં અંબા વસતી,
    ઇષ્ટ દેવી ગઢવી માં કરતી
    હે...અંબા અપરંપાર અલોક,
    તું જ પ્રભાવે દેખે લોક
    અનેક અસુરો અંબામા માર્યા,
    સુર ભક્તોનાં કષ્ટ નિવાર્યા
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    હે...જ્ઞાન ક્રિયા ને શક્તિ અંબા,
    સરજે મન બુદ્ધિ જગદંબા
    રાષ્ટ્ર રાજ્ય સુખશાંતિ સ્થાપો ,
    સત્યવચન જય અંબા આપો
    હે...આધ્યશક્તિ દેવેશી અંબા,
    ન્યાલ કરો સહુને જગદંબા
    મનથી જય અંબે જે બોલે,
    હૃદય કમળ માં અંબા ખોલે
    માં...હો માં...
    જય હો જય હો અંબામાં...
    બોલ શ્રી અંબે માત કી જય...

Komentáře • 120