હું તો સાદ કરુંને.. (કીર્તન નીચે લખેલુ છે ) - mahabharat - new song 2022 - Draupadi

Sdílet
Vložit
  • čas přidán 2. 04. 2022
  • #gujaratikirtan #mahabharat #gujaratibhajan
    #mahilamandal #newsong #કીર્તન
    #ભક્તિકીર્તનસંગ્રહ #draupadi #સત્સંગ
    ======= હું તો સાદ કરું ને હરી સાંભળજો =======
    હારે હું તો સાદ કરું ને હરી સાંભળજો
    હું તો પુકાર કરુંને હરી સાંભળજો
    તમને ક્વ છું હું વારંવાર કૌરવે
    મારી પત રે લીધી
    તમને સુખની તે નિંદરા કેમ આવે
    મારાં ઋણ ચૂકવવાની ઘડી રે આવી
    મારો સાંભળજો હરી તમે સાદ
    કૌરવે મારી પત રે લીધી
    હું તો પાંચ પાંડવને પરણી આવી
    ભીષ્મપિતાના ઘુઘટા તાણતી હતી
    મારી લાજુંમાં પડી આજ લૂંટ
    કૌરવે મારી પત રે લીધી
    પાંચ પાંડવો ને કૌરવ જુગઠે રમ્યા
    પાંડવ રાજ-પાટ હરી રે ગયા
    મામા શકુનીએ કર્યું છે કપટ
    કૌરવે મારી પત રે લીધી
    મને ભારી રે સભામાં ઉભી રે રાખી
    પાપી દુઃશાશન મારાં ચીર ખેંચે
    સર્વે સભા બેઠી છે નીચું જોઈ
    કૌરવે મારી પત રે લીધી
    પાંચ પાંડવને પાંજરે પુરી રે દીધાં
    અર્જુન બાણ લેવાનું ભૂલી રે ગયા
    ત્યાં તો ધરમરાજા ચુકી ગયા ધ્યાન
    કૌરવે મારી પત રે લીધી
    ત્યાં તો સહદેએ નિકુલની સામે જોયું
    ત્યાં તો ભીમ ગદા રે લેવાનું ભૂલી રે ગયા
    ત્યાં તો ભીમનુ કાંઈ હાલ્યું નઈ જોર
    કૌરવે મારી પત રે લીધી
    હું તો રુદન કરું ને હરી આવો વારે
    મારાં રૂદને સમંદર હિલોડે ચડ્યા
    મારાં નયનો માં આંસુડાની ધાર
    કૌરવે મારી પત રે લીધી
    મારાં રુદને પવન દેવ થોભી રે ગયા
    મારાં રરુદને પશુ પંખી રોઈ રે પડ્યા
    મારાં રુદને રુવે મુંગા ઢોર
    કૌરવે મારી પત રે લીધી
    મારાં રુદને સૂર્ય દેવ થંભી રે ગયા
    મારાં રુદને ભીષ્મપિતા રોઈ રે પડ્યા
    મારાં રુદને રુવે ગુરુદેવ
    કૌરવે મારી પત રે લીધી
    તમે બલી રે રાજાની પત રે લીધી
    તમે ભિખારી બનીને ભીખ માંગવા ગયા
    તમે દરવાજે બન્યાતા રખવાડ
    તમે રાજના બન્યાતા રખવાડ
    કૌરવે મારી પત રે લીધી
    તમે સતી રે અનસોયાની પાત રે લીધી
    તમે બાળક બનીને પયપાન કર્યાં
    તમારું સતી પાસે હાલુ નઈ કાંઈ જોર
    કૌરવે મારી પત રે લીધી
    પત મારી રે નઈ જાય પત તમારી જશે
    આજ મારે તમારે નાતો પૂરો થયો
    તમને કોણ કહે છે દીનાનાથ
    કૌરવે મારી પત રે લીધી
    વાલા શેરડી ખાતા રે હાથે છરી રે લાગી
    મેંતો ચીર ફાડીને હાથે પાટો રે બાંધ્યો
    તમને રૂક્ષ્મણીએ નોતો દીધો સાથ
    કૌરવે મારી પત રે લીધી
    વાલો સેજ પલંગમાં સુતા રે ચડી
    એના હૃદય કામળમાં શાંતિ હતી
    ત્યાં તો દ્રૌપદીનો સાંભળ્યો પોકાર
    વાલાની આજે નિંદર ઉડી
    રાણી રૂક્ષ્મણી રે ઉભા ભોજન તૈયાર કરી
    વાલો મીઠાં રે પકવાન જમવા બેઠા
    વાલે હડસેલીને મેલી દીધાં થાળ
    વાલાની આજે નિંદર ઉડી
    વાલે પગમાં તે મોજડી પેરી રે નથી
    વાલો ખંભા નો ખેસ ભૂલી રે ગયા
    વાલો પલમાં આવ્યા હસ્તિનાપુર
    વાલાની આજે નિંદર ઉડી
    વાલે લીલા રે કરીને એના ચીર પુર્યા
    પાપી ચીર ખેંચીને થાકી રે ગયો
    વાલે પુર્યા નવસો નવ્વાણું ચીર
    વાલાની આજે નિંદર ઉડી
    દુષ્ટ દુર્યોધન મનમાં ડગી રે ગયો
    પાપી ચીર ખેંચી થાકી ગયો
    આની વારે આવ્યા છે ભાગવાન
    વાલાની આજે નિંદર ઉડી
    વાલો ઋણ ન રાખે કોઈનું જરી
    વાલે નવસો નવ્વાણું ચીર પુર્યા
    વ્યાજ સહિત આપે છે ગિરિરાજ
    વાલાની આજે નિંદર ઉડી
    હારે હું તો સાદ કરું ને હરી સાંભળજો
    હું તો પુકાર કરુંને હરી સાંભળજો
    તમને ક્વ છું હું વારંવાર કૌરવે
    મારી પત રે લીધી
    Album: hu to sad Karune hari sambhadjo
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar
  • Hudba

Komentáře • 53

  • @user-ez6gn3ss8w
    @user-ez6gn3ss8w Před 13 dny +1

    ખૂબ ખૂબ સરસ મજા આવી આવા સરસ ભજન ગાવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 10 dny

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર અમેતો તમારા નવાનવા કીર્તન સાંભળવા ની ટેવપડીછે રશીલાબેન ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před měsícem

      જય ભોલેનાથ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @naynaplavri9497
    @naynaplavri9497 Před rokem +2

    બહુસરસગાયુછેજયસવામિનારાયણ

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 10 měsíci +2

    Khubsarasbhajan ben

  • @latabenpatel3805
    @latabenpatel3805 Před 9 měsíci +1

    Very nice

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 Před 2 lety +4

    Akdam saras👏👏👌

    • @lataprajapati9832
      @lataprajapati9832 Před 2 lety +1

      ખુબ સરસ ભજન છે નીચે લખીને મુકજો 👌👌🙏

  • @RadhikaRavaliya-ds1qr
    @RadhikaRavaliya-ds1qr Před 4 měsíci

    Jay shree Krishna 🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 4 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 10 měsíci +2

    Jay shree Krishna 🌹🙏🙏🌹

  • @adityapaladiya2582
    @adityapaladiya2582 Před 11 měsíci +1

    Good

  • @VarshaKheni-gb9nx
    @VarshaKheni-gb9nx Před 9 měsíci

    Saras

  • @27.karmurhardik56
    @27.karmurhardik56 Před rokem +1

    Lakhelu

  • @shivamhirani3747
    @shivamhirani3747 Před rokem +1

    Jay ramapir

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 10 měsíci +1

    Radha Krishna 🌹🌹🌹

  • @neelapandya6315
    @neelapandya6315 Před rokem +1

    🙏🙏🙏🙏💐💐👌👌

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ

  • @kiritkumarpatel368
    @kiritkumarpatel368 Před rokem

    जय हो

  • @bhikhubhaithumar5156
    @bhikhubhaithumar5156 Před 2 lety

    👌👌👌👌

  • @chetanasukhanandi8937
    @chetanasukhanandi8937 Před 2 lety +2

    👍👍

  • @dipapatel7779
    @dipapatel7779 Před 2 lety

    Bharat

  • @vyaspratikk446
    @vyaspratikk446 Před 2 lety

    Nice

  • @dineshbhaivinzuda1146
    @dineshbhaivinzuda1146 Před 2 lety

    🙏

  • @damyantirathod2412
    @damyantirathod2412 Před 2 lety

    👌🤚🙏🙏

  • @manjulabenvyas3232
    @manjulabenvyas3232 Před rokem +2

    Jay Shri Krishna🙏🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před měsícem

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊
      હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @reshmarami2726
    @reshmarami2726 Před 2 lety

    Khub saras bhajan lakhi ne muko 👌👍🙏

  • @rasilapatel1979
    @rasilapatel1979 Před 2 lety

    Lakhine Muko to vadhu sajan pade

  • @champabenpatel4019
    @champabenpatel4019 Před rokem +1

    સરસ ભજન છે

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před 2 lety +1

    સરસ બહુ સરસ ભજન ગાયુ છે

  • @vadhavanavipul3994
    @vadhavanavipul3994 Před 2 lety

    Mst

  • @pushpachotaliya3188
    @pushpachotaliya3188 Před rokem +2

    રસીલાબેન બહુ સરસ ભજન ગાયું દ્રૌપદી નો પોકાર અમને બહુ જ ગમ્યું છે આવા ભજન મોકલશો

  • @savitridubariya3665
    @savitridubariya3665 Před 2 lety

    Ben lakhi aapo ne 👌🏻

  • @dishavora9411
    @dishavora9411 Před 11 měsíci +2

    બહુ સરસ આવી જ રીતે બધા ભજન લખીને મોકલો એટલે અમે પણ ગાઈ શકીએ, તમારા જેવું તો ના ગાઈએ પણ અમે અમારા મંડળમાં બેઠા બેઠા ગાઈયે

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 Před 10 měsíci +1

      radhe radhe jay shree krishn.

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ બધા બહેનોને 🙏
      ના ના તમે પણ સરસ જ ગાતા હશો
      બેન ભગવાન નામ તો ગમે એ રીતે લેવાય શ્રેષ્ઠ જ ગણાય 🤗🙏
      સદાય હરિગુણ ગાતાં રહેજો

  • @limeshpanchal6489
    @limeshpanchal6489 Před 2 lety

    Aap bhajan lakhelu mokalo

  • @amrutkapuriya2482
    @amrutkapuriya2482 Před 2 lety

    લખીને મોકલો

  • @mahekvyas8761
    @mahekvyas8761 Před 2 lety

    Please

  • @yashpatel2866
    @yashpatel2866 Před rokem +2

    Sarsaqhudajngauuse

  • @mahekvyas8761
    @mahekvyas8761 Před 2 lety +1

    લછીને મુકો તો અમે ગાઈ સકીએ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 2 lety +1

    જય શ્રી કૃષ્ણ