પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન || Ganesha kirtan

Sdílet
Vložit
  • čas přidán 27. 05. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન _______________
    પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો રે
    છુટવા જાય તો અટવાઈ જાય આવું નોતુ જાણ્યું ઘનશ્યામજી રે
    જળ ભરવા જાવ તો વાલો મને સાભરે રે
    હે તારા વિના સુના છે યમુનાજી ના ઘાટ આવું નોતુ જાણ્યું ઘનશ્યામજી રે
    પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો રે
    મહીડા વલોવુ તો વાલો મને સાભરે રે
    તારા વિના સુના છે મહીં માટ આવું નહોતું જાણ્યું ઘનશયામજી રે
    પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો રે
    ગાય દોવા જાવ તો વાલો મને સાભરે રે
    હે તારા વિના સુના છે ગાવલડી નાં દુધ આવું નહોતું જાણ્યું ઘનશયામજી રે
    પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો રે
    મહીં વેચવા જાવ તો વાલો મને સાભરે રે
    તારા વિના સુના છે મથુરા નાં ઘાટ આવું નહોતું જાણ્યું ઘનશયામજી રે
    પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો રે
    હે છુટવા જાય તો અટવાઈ જાય આવું નોતુ.......
    રસોઈ કરવા જાવ તો વાલો મને સાભરે રે
    હે તારા વિના નથી આવતા ભોજનીયા માં સ્વાદ આવું નહોતું જાણ્યું ઘનશ્યામજી રે
    પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો રે
    હે છુટવા જાવ તો અટવાઈ જાય...
    યમુના પાન કરૂ તો વાલો મને સાભરે રે
    હે તારા વિના સુના છે કદમ નાં ઝાડ આવુ નોતું જાણ્યું ઘનશયામજી રે
    પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો રે
    વનરાવન જાવ તો વાલો મને સાભરે રે
    હે તારા વિના કોણ રમાડે અમને રાસ આવું નહોતું જાણ્યું ઘનશયામજી રે
    પ્રેમ ની દોરીએ બંધાણો મારો શામળો રે
    હે છુટવા જાવ તો અટવાઈ જાય આવું નોતુ જાણ્યું ઘનશયામજી રે

Komentáře • 7

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 27 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před měsícem +3

    અશોક ના જય શ્રી કૃષ્ણ આ ભજન લખીને મોકલો❤🎉

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc Před 21 dnem +1

    ખુબ ખુબ આભાર❤🎉