Video není dostupné.
Omlouváme se.

કોણ આવેને કોણ જાય....એના ચોપડા ઉપર લખાય... સમજવા જેવું Bhajan લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 26. 03. 2024
  • કોણ આવેને કોણ જાય....એના ચોપડા ઉપર લખાય... સમજવા જેવું Bhajan લખેલું છે
    સાખી -
    રામ જરુખે બૈઠકે સબકા મુજરા લેત
    જૈસી જીનકી ચાકરી વેસા ઉનકો દેત
    કિર્તન-
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય
    એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ કોણ ચૂપ બેઠા કોણ કોણ ગાય
    એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ કોણ સાચા ને કોણ કોણ ખોટા
    કોણ કામ ઉકેલેને કોણ વાળે ગોટા
    કોણ કોણ ભૂખ્યાને ખવડાવીને ખાય
    એના તે ચોપડા ઉપર લખાય
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય
    એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ મન વાળા ને કોણ ધનવાળા
    કોણ દાન વાળાને કોણ ધ્યાન વાળા
    કોણ સત્ય નીતિથી જગમાં કમાય
    એના તે ચોપડા ઉપર લખાય
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય
    એના તે ચોપડા ઉપર લખાય....
    કોણ કરે સેવાને કોણ ખાય મેવા
    કોણ જાય દેવાને કોણ જાય લેવા
    કોણ કોણ દુઃખીયાની વ્હારે જાય
    એના તે ચોપડા ઉપર લખાય
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય
    એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ પતિત છે ને કોણ પુનિત છે
    કોના હૈયામાં ભક્તિના ગીત છે
    કોણ કોણ રામભક્ત જગમાં થાય
    એના તે ચોપડા ઉપર લખાય
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય
    એના તે ચોપડા ઉપર લખાય...
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏

Komentáře • 11