આહીર ના નેહડે ગયો તો કાનુડો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઈક કરજો || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
    _______________________________________
    કિર્તન
    *****
    આહીર ના નેહડે ગયો તો કાનુડો
    આહીરાણી ના ઢેબરા ખાધા કાનુડા તને લાખ લાખ વંદન છે
    સુદામા ને આંગણે ગયો તો કાનુડો
    ઝુંપડી ના મહેલ બનાવ્યા કાનુડા તને લાખ લાખ વંદન છે
    આહીર ના નેહડે ગયો તો કાનુડો
    આહીરાણી ના ઢેબરા ખાધા કાનુડા તને લાખ લાખ વંદન છે
    મીરાં બાઇ ના મહેલ માં ગયો તો કાનુડો
    ઝેર ના પ્યાલા પીધા કાનુડા તને લાખ લાખ વંદન છે
    આહીર ના નેહડે.......
    આહીરાણી ના ઢેબરા........
    નરસિંહ મહેતા ના ઘરે ગયો તો કાનુડો
    કુંવર બાઇ ના મામેરા પુર્યા કાનુડા તને લાખ લાખ વંદન છે
    આહીર ના નેહડે......
    આહીરાણી ના ઢેબરા ખાધા.......
    શબરી બાઈ ની ઝુંપડી એ ગયો તો કાનુડો
    એઠા જુઠા બોર તે તો ખાધા કાનુડા તને લાખ લાખ વંદન છે
    આહીર ના નેહડે......
    આહીરાણી ના ઢેબરા.......
    દ્રોપદી ના આંગણે ગયો તો કાનુડો
    નવસો નવ્વાણું ચીર પૂર્યા કાનુડા તને લાખ લાખ વંદન છે
    આહીર ના નેહડે.....
    આહીરાણી ના ઢેબરા....
    વિદુરજી ના આંગણે ગયો તો કાનુડો
    તાંદળજાની ભાજી ખાધી કાનુડા તને લાખ લાખ વંદન છે
    આહીર ના નેહડે.....
    આહીરાણી ના ઢેબરા.....
    કર્મ બાઇ ના આંગણે ગયો તો કાનુડો
    કર્મ બાઇ નો ખીચડો ખાધો કાનુડા તને લાખ લાખ વંદન છે
    આહીર ના નેહડે ગયો તો કાનુડો
    આહીરાણી ના ઢેબરા ખાધા કાનુડા તને લાખ લાખ વંદન છે

Komentáře • 20