પોરબંદર માં હુમલો અને લુંટ કરનાર શખ્સ 24 વર્ષે ઝડપાયા બાદ તુરંત જામીનમુક્ત:જામીન પાછળ વિચિત્ર કારણ

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • પોરબંદરમાં ચોવીસ વર્ષ પહેલા કંપનીના મેનેજરને છરી મારી 61 હજારની લૂટ કરી નાસી છુટ્યા બાદ તાજેતર માં ઝડપાયેલ યુપી નો શખ્શ બનાવ વખતે સગીર હોવાથી જુવેનાઇલ આરોપીના રીમાન્ડ માંગી શકાય નહી તથા ચિલ્ડ્રન હોમમાં પણ મૂકી શકાય નહી તે પ્રકારની દલીલો કરવામાં આવતા તેને શરતી જામીન ઉપર મુકત કરવામાં આવ્યો છે.ગુન્હા ના ૨૪ વર્ષે ઝડપાયેલ શખ્શ ને જામીન મળ્યા છે બનાવ ની વિગતવાર વાત કરીએ તો
    પોરબંદર માં 2000ની સાલમાં ઉદ્યોગનર વિસ્તારમાં આવેલ ફીટટાઇટ બેરીંગ કંપનીમાં નોકરી કરતા શિવમૂર્તિ મુન્ના યાદવે તે વખતે મેનેજરને છરી મારીને રૂા. 61000 લુટ કરી ભાગી ગયો હોવાની ફરીયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને છરી મારીને લુંટ કરી હોવાના કારણે આજીવન સજાને પાત્ર ગુન્હાની કલમો હેઠળ ગુન્હો દાખલ થયો હતો. પરંતુ તે ઉતરપ્રદેશનો રહેવાસી હોવાથી મળી આવ્યો ન હતો અને 24 વર્ષ બાદ તાજેતર માં પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા તેને તેના ઘરે યુપી ના આંબેડકરનગર જીલ્લા ના મુસ્તફાબાદ ગામે થી તેને ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં રજુ કરતા તેના એડવોકેટ ભરતભાઇ લાખાણી એ રજુઆત કરતા જણાવ્યું હતું કે એફ.આઇ.આર. જોતા ગુન્હો તા. 26-3-2000ના નોંધાયો હતો જ્યારે આરોપીના આધારકાર્ડ, પાનકાર્ડ અને રેશનકાર્ડ તથા સ્કૂલ લિવીંગ સર્ટીફિકેટમાં તેની જન્મ તા. 3-4-82 છે અને તે રીતે ગુન્હા સમયે આરોપીની ઉંમર 18 વર્ષ કરતા આઠ દિવસ નાની હતી તેથી ગુન્હાના સમયે તે સગીરની વ્યાખ્યામાં આવે અને એ સંબંધે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ રજુ કરીને દલીલ કરી હતી 18 વર્ષ થવામાં એક દિવસ પણ બાકી હોય તો તે જુવેનાઇલ આરોપી ગણાય અને જુવેનાઇલ આરોપીને જુવેનાઇલ કોર્ટમાં જ રજુ કરવો પડે અને તેથી તેના કોઇ રીમાન્ડ પણ માગી શકાય નહી અને હાલ આરોપી 42 વર્ષનો હોવાથી તેને ચિલ્ડ્રનહોમમાં પણ મોકલી શકાય નહી. અને આરોપીના વાલી હાજર જામીન આપવા તૈયાર હોય ત્યારે જામીન ઉપર મુકત કરવા માટે દલીલ કરતા જુવેનાઇલ કોર્ટના જજ ઠાકર દ્વારા 24 વર્ષે પકડાયેલા આરોપીને તેની સામે ગંભીર ગુન્હો હોવા છતાં ગુન્હાની તારીખે તે આઠ દિવસ પુખ્ત થવામાં ઓછા હોવાના કારણે તેને માઇનોર આરોપી ગણી શરતોને આધીન જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો હતો.આરોપી વતી એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી તથા જયેશભાઇ બારોટ રોકાયેલા હતા.

Komentáře • 2