ભજન સંતવાણી કાર્યક્રમ, વડાલી, સાબરકાંઠા||વિરમપુર||Virampur||sant Shri kalyandas bapu Virampur

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • વડાલીમાં વય નિવૃતિ પ્રસંગે બાબા રામદેવપીરનો 108 જ્યોતનો નિજારી મહાપાટ પૂરાયો
    સાબરકાંઠા જિલ્લાના વડાલીના વતની અને વાસણા(અ.)પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રમણભાઈ ચેનાભાઈ પરમાર અને તેમના ધર્મપત્ની રંજનબેન વય નિવૃત થતાં આરાધ્ય ઈષ્ટ કળિયુગમાં સાક્ષાત પરચાધારી હાજરાહજૂર રામદેવજી મહારાજનો 108 જ્યોતિ નિજાર મહાપાટ શ્યામનગરના કુબેરદાસ મહારાજના વરદ હસ્તે માનવ કલ્યાણ આશ્રમ થરાદના સંત શિરોમણી જામનાથ બાપુ,સવરા મંડપની જગ્યાના મહંત શ્રી કલ્યાણદાસ બાપુ,ગરુડેશ્વર મહાદેવ નાદરીના સંત શ્રી રામેશ્વર ગિરિ,માથાસુરના દયાલદાસ બાપુ,અંજારના મોહનદાસ બાપુ,નવાના પાદરના સાધ્વી રમીલાબેન,માંકડીના સંત શ્રી ડાહ્યારામ મહારાજ,હિંમતનગરના બાલકદાસ મહારાજ,જાદરગઢાના દલપતરામ બાપુ,વડાલીના સંત શ્રી હિરદાસ બાપુ અને ભક્ત મગનભાઈ પરમાર (તલાટી)ની પાવન ઉપસ્થિતિમાં પૂરાવ્યો હતો ! જ્યોત પ્રજ્વલિત થતાની સાથે જ રણુંજાના રાજા અને ઉન્ડૂ-કાશ્મીરના અવતારી રામદેવપીર મહારાજના જયઘોષ વડે વડાલી ગામ ગૂંજી ઉઠ્યું હતું.ત્યારબાદ વિવિધ સંપ્રદાયના સંત સાધુ ભજનિકોએ સંતવાણી રજૂ કરી હતી અને માનવધર્મનો પ્રેરક ઉપદેશ આપ્યો હતો.અલખધણી આરતી અને રૂડાં ચામર ઢોળાય...વડે ધર્મપ્રસંગને વિરામ અપાયો હતો.આવેલ મોંઘેરા મહેમાનોનું શાલ,પુષ્પમાળા અને રોકડ રકમ વડે યથોચિત બહુમાન કરાયું હતું.સફળ મંચ સંચાલન વડાલીના સંત શ્રી જેસિંગરામ મહારાજે કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સૌકોઈ શ્રદ્ધાળુઓએ મનથી માણ્યો હતો અને દિલથી વખાણ્યો હતો.

Komentáře •