ચારણ ની દીકરી નું અપમાન ||એ આયર હોયજ નઈ ||બાપુશ્રી નું ઇન્ટરવ્યુ|| Bapu Shree interview

Sdílet
Vložit
  • čas přidán 15. 02. 2024
  • ચારણ ની દીકરી નું અપમાન || એ આયર હોયજ નઈ || બાપુશ્રી નું ઇન્ટરવ્યુ|| Bapu Shree interview #mogal #mogalmaa #mogaldham
    માયાભાઈ આહિર :
    લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે આ મામલે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં તમામ સમાજના કુળદેવી ચારણ જગદંબા છે, જેમને ઈતિહાસની ખબર ન હોય તેનાથી આવું બોલાઈ ગયું હોય. બંન્ને સમાજ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. આ ઘટનાથી માત્ર ચારણ સમાજ નહીં પણ અમને પણ દુ:ખ છે. કારણે કે કોઈના પણ વિશે નીચું ના બોલાવવું જોઈએ. ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ.
    સોનલધામ મઢડાના ગિરીશ આપા :
    સોનલધામ મઢડાના ગિરીશ આપાએ કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. અનેક લોકોની હાજરીમાં ચારણ સમાજ વિરુદ્ધ આવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. આવી વ્યક્તિએ ચારણ સમાજની લાગણી દુભાવી છે. ચારણ સમાજે કાયદાની જોગવાઈ મુજબ પગલાં લેવા જોઈએ. સમાજને ખાસ મંતવ્ય છે કે ચર્ચા કરીને આગળ પગલાં લેવા જોઈએ.
    LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    મોગલધામ કબરાઉ ચેનલની તમામ પ્રકાર ની માહિતી નું અપડેટ મેળવવા માટે અમારી આ Dhanbai Maa Official વોટ્સએપ ચેનલ ને Follow Karo...... ‎Follow the Dhanbai Maa Official channel on WhatsApp: whatsapp.com/channel/0029VaBI... youtube.com/@DhanbaiMaaOffici... મોગલ ધામ કબરાઉ તમામ માનતાઓ અને આજ ના લાઈવ દર્શન મોગલ ધામ કબરાઉ થી તમામ વીડિયો જોવા માટે youtube.com/@mogaldham77?si=v... લાઈવ આરતી નિહાળવા બાપુ શ્રી નું મંગળ વાર લાઈવ પ્રસારણ નિહાળવા માટે અમારી ચેનલ ને લાઈક શૅર અને સબ્સક્રાઇબ કરી લ્યો જેથી કરી વિડિયો અપલોડ કરવાની સાથેજ તમને નૉટિફિકેશ મળી શકે. LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    જાણો રાજભા ગઢવીએ શું કહ્યું ?
    આ વિવાદ મામલે કલાકાર રાજભા ગઢવીએ કહ્યું કે, જેમને ચારણ સમાજ વિશે ખબર નથી તેવા લોકોએ પહેલા ચારણત્વ શું છે તે જાણવું જોઈએ. કંઈ ખબર નથી તેવા લોકો આવું ઝેર ઓકે છે. ચારણ સમાજ વિશે ખબર ના હોય તો જાહેરમાં બોલાય નહીં. રાજભા ગઢવીએ આગળ કહ્યું કે, આવા લોકો જે ચારણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરે છે તેમની સામે કાયદાકીય મહાનુભાવોની બંને સમાજને અપીલ
    ભાવનગરના તળાજામાં (Talaja) 14મીએ આહિર સમાજ (Ahir Samaj) દ્વારા દેવાયત બોદર સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. દરમિયાન, કથિત ગીગાભાઈ ભમ્મર (Gigabhai Bhammar) નામના આગેવાન દ્વારા ચારણ સમાજના (Charan Samaj) સોનબાઈનો ઉલ્લેખ કરીને સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમની આ અપમાનજનક ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) માધ્યમથી સોનલધામ મઢડાના ગિરીશ આપા (Girish Apa), રાજભા ગઢવી (Rajbha Gadhvi), માયાભાઈ આહીર (Mayabhai Ahir), હકાભા ગઢવી (Hakabha Gadvi), અંબરિશ ડેર (Ambarish Der), હરિશદાન ગઢવી (Harishdan Gadhvi), દેવરાજ ગઢવી (Devraj Gadhvi) અને પૂનમબેન માડમ (Poonamben Madam) સહિતના મહાનુભાવોએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને બંને સમાજને અપીલ કરી છે કે આવા અમુક લોકોના વિવાદાસ્પદ નિવેદનના કારણે બંને સમાજમાં વર્ગવિગ્રહ ઉત્પન્ન ન થવો જોઈએ. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) કથિત ગીગાભાઈ ભમ્મરના વીડિયોની પુષ્ટિ કરતું નથી. પગલાં લેવા જોઈએ. આવા લોકો માફીને લાયક નથી.
    સાંસદ પૂનમબેન માડમ :
    આ મામલે જામનગરના સાંસદ પૂનમબેન માડમે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચારણ અને આહીર સમાજનો સંબંધ પરિવાર જેવો છે. આ વ્યક્તિગત નિવેદન છે. આવા વ્યક્તિને નોલેજનો અભાવ હોય, ઇતિહાસનો અભાવ હોય અથવા વ્યક્તિગત પ્રશ્ન હોય. તો આવા વ્યક્તિ દ્વારા વ્યક્તિગત નિવેદન આપવામાં આવ્યું છે. આ કોઈ સમગ્ર સમાજનો અભિપ્રાય નથી. આમાં કોઈ સહમત નથી. આ ખૂબ જ દુ:ખદ વાત છે. મારી બંન્ને સમાજને અપીલ છે કે વર્ગવિગ્રહ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે.

Komentáře •