અજામિલ નામના બ્રાહ્મણની કથા || Ajamil Brahman Ni Katha || By Shashtri Vishalbhai (Chhotevyasji) |

Sdílet
Vložit
  • čas přidán 11. 05. 2023
  • #BhagavadGita #BhagwatGita #Gujrati #GeetaSaar #BhagwatGeeta #Shreekrishna #Geeta #Gita #BhajanSansar #BhagavadGitainGujrati #Gujrati
    Shastri VishalBhai (Chhotevyasji)
    વાંચો અજામિલ નામના બ્રાહ્મણની કથા, આ ભાગવત દ્રષ્ટાંતકથા દ્વારા સમજો ભગવાનના નામ સ્મરણનો મહિમા.
    કાન્યકુબ્જ (કન્નૌજ)માં, એક બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ અજામિલ હતું. આ અજામિલ એક મહાન શાસ્ત્રજ્ઞ હતો. એ શીલ, સદાચાર અને સદગુણોનો ખજાનો હતો. તે વિનયી, જિતેન્દ્રિય, સત્યવાન, મંત્રવેત્તા અને ધર્મનિષ્ઠ હતો. તેણે ગુરુ, સંતો અને મહાત્માઓની સેવા કરી હતી.
    એકવાર તે પિતાના આદેશ અનુસાર જંગલમાં ગયો અને ત્યાંથી ફળો, ફૂલો, વગેરે લઈને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે પરત ફરતા તેણે જોયું કે એક વ્યક્તિ કોઈ ગણિ કા સાથે વન-વિહાર કરી રહ્યો હતો અને એ ગણિ કા પણ ભાન ભૂલી રહી છે.
    અજામિલે બીજું તો કોઈ પાપ ન કર્યું પણ ફક્ત તેની આંખોથી જોયું અને તેનામાં કામનો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. અજામિલે તેના મનને રોકવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. હવે આખો દિવસ તેણે પેલી ગણિ કા વિશે વિચારવાનું શરૂ કર્યું અને પોતાના ધર્મથી દૂર થઈ ગયો.
    પછી એ પેલી ગણિ કાને મળ્યો, અને મળતો જ રહ્યો. તેને માટે સુંદર, મોંઘા કપડાં અને આભૂષણ વગેરે લઈ જતો, જેનાથી તે ખુશ થઈ જતી. આમ તેણે તેના પિતાની બધી સંપત્તિ પેલી ગણિ કા પાછળ વેડફી નાખી અને આ બ્રાહ્મણ તે જ પ્રકારના પ્રયત્નો કરતો, જેનાંથી પેલી ગણિ કાને ખુશ થાય. તેની સાથેનો સંબંધ પછી એટલો વધ્યો કે અજામિલે પોતાની ઉમદા, સંસ્કારી અને કુળવાન પત્નીનો પણ ત્યાગ કર્યો અને એ ગણિ કા સાથે જ રહેવા લાગ્યા.
    લાંબા સમય સુધી એ કુલટા સ્ત્રીનું અપવિત્ર અન્ન ગ્રહણ કરીને તેણે પોતાનું આખું જીવન પાપમય બનાવ્યું. યેનકેન પ્રકારેણ એ ગમે ત્યાંથી ન્યાય-અન્યાયનું દ્રવ્ય લઈ આવતો અને તે પાપી સ્ત્રી થકી વિસ્તાર પામેલા પોતાના નવા મોટા પરિવારનાં લાલનપાલનમાં જ વ્યસ્ત રહેતો. તેનો એ પરિવાર તેની ચો રી, જુ ગાર અને છેતરપિંડીના ધન પર જ નભતો હતો.
    એકવાર કેટલાક સંતો તેમના ગામ આવ્યા. ગામની બહાર સંતોએ કેટલાક લોકોને પૂછ્યું કે ભાઈ, અમને કોઈ ઉમદા બ્રાહ્મણનું ઘર કહો, અમારે ત્યાં રાત પસાર કરવી છે.
    અમુક ટિખળી લોકોએ સંતોનો ઉપહાસ કરતાં કહ્યું- “સંતો, અમારા ગામમાં એક જ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે જેનું નામ અજામિલ છે. અને તે ભગવાનનો એટલો મોટો ભક્ત છે કે તે ગામની અંદર રહેતો નથી, પણ ગામની બહાર જ રહે છે.
    હવે એ સંતો અજામિલના ઘરે પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો- “ભક્ત અજામિલ, દરવાજો ખોલો..!”
    અજામિલે દરવાજો ખોલીને સંતોને જોયા અને એ સાથે જ તે દિવસે અચાનક જ તેને તેના જૂના સારા કર્મો યાદ આવ્યા.
    સંતોએ કહ્યું- “ભાઈ, રાત બહુ વીતી ગઈ છે, શું તમે અમારા માટે ભોજન અને સૂવાની વ્યવસ્થા કરશો?”
    અજામિલે સુંદર સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કર્યો અને તે સંતોને કરાવ્યો. જ્યારે અજામિલે સંતોને સૂવાનું કહ્યું, ત્યારે સંતજનો બોલ્યા- “અમે નિત્ય સૂતા પહેલા કીર્તન કરીએ છીએ. જો તમને સમસ્યા ન હોય તો શું અમે કીર્તન કરી શકીએ?”અજામિલે કહ્યું- “આ તમારું જ ઘર છે એમ સમજો અને તમારી મરજી પ્રમાણે મનમાં જે આવે તે કરો.
    સંતોએ સુંદર કીર્તન શરૂ કર્યું અને અજામિલ તે કિર્તનમાં બેઠો. કીર્તન આખી રાત ચાલ્યું અને અજામિલની આંખોમાંથી આંસુઓ આવી ગયા. ત્યારે જાણે કે એનાં આંસુમાં તેનાં સઘળા પાપો ધોવાઈ ગયા. તેણે આખી રાત ભગવાનનું સ્મરણ કર્યું.
    સવારે સંતો ચાલવા માંડ્યા ત્યારે અજામિલે કહ્યું- “મહાત્માઓ, મને માફ કરો. હું કોઈ ભક્ત વગેરે નથી. હું એક મહાન પાપી છું. હું એક નીચ સ્ત્રી સાથે જીવું છું. અને માટે મને ગામની બહાર ફેંકી દેવામાં આવ્યો છે. ફક્ત તમારી સેવા માટે જ મેં તમને ભોજન કરાવ્યું છે. નહીં તો મારાથી મોટો પાપી કોઈ નથી.”સંતોએ કહ્યું- “ઓ અજામિલ! ગઈકાલે તમે અમને આ વાત કેમ ન જણાવી? અમે તમારા ઘરે રોકાયા ન હોત ને..! પણ હવે તમે અમને આશ્રય આપ્યો જ છે, તો બીજી ચિંતા કરશો નહીં. તમારે કેટલા બાળકો છે તે મને કહો.”
    અજામિલે કહ્યું કે- “મહારાજ મારે નવ બાળકો છે, વળી પત્ની હવે ગર્ભવતી પણ છે.”સંતોએ કહ્યું- “હવે તને જે સંતાન થશે તે તમારો પુત્ર હશે અને તમે તેનું નામ ‘નારાયણ’ રાખજો. જાઓ, તમારું કલ્યાણ થઈ જશે.”
    સંતો આશીર્વાદ સાથે રવાના થયા. સમય જતાં અજામીલને એક પુત્ર થયો. તેનું નામ પાડ્યું નારાયણ. હવે તેને પુત્ર નારાયણમાં ખૂબ જ આસક્તિ લાગી ગઈ હતી, અને જાણે કે, તેણે પોતાનું સંપૂર્ણ હૃદય જ તેના બાળક નારાયણને સોંપ્યું હતું.
    આખો સમય અજામિલ કહેતો- “નારાયણ, ભોજન કર. નારાયણ જળ પીઓ. અત્યારે નારાયણ રમવાનો સમય છે, તો રમો. તે બસ આખો સમય ‘નારાયણ..નારાયણ’ જ કરતો.
    આમ એંસી વર્ષો વીતી ગયા. તે આ બધામાં ખૂબ જ મગ્ન બની ગયો હતો, એમાં તેને ખ્યાલ ન હતો કે કાળ એનાં માથા પર આવી ગયો છે. હવે તે ફક્ત તેના પુત્ર, નારાયણના સંબંધમાં જ વિચારતો હતો.
    એક દિવસે અજામિલે જોયું કે ખૂબ જ ભયાનક એવા ત્રણ યમદૂતો તેને લઇ જવા આવ્યા હતા. તેમના હાથમાં ગા ળિયો છે, તેમના ચહેરા કુટિલ છે અને શરીરના રુંવાડા કાંટાની જેમ ઉભા જ હતા. તે સમયે છોકરો નારાયણ ત્યાંથી થોડે દૂર રમી રહ્યો હતો.યમદૂતને જોઇને અજામિલ ગભરાઈ ગયો અને પુત્રને કહ્યું- “નારાયણ! નારાયણ મારી રક્ષા કર! મને બચાવો નારાયણ!
    આવો નારાયણ નો પોકાર સાંભળતા ભગવાન નારાયણ આવે છે અને અંતે અજામિલ બ્રામ્હણ મોક્ષ પામે છે .
    LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    ****************************************
    વક્તા શ્રી : પ.પૂ. શાસ્ત્રીવિશાલભાઈ (છોટે વ્યાસજી)
    શાસ્ત્રી શ્રી વિજયભાઈ ઉપાધ્યાય (9898457611) (9586705621)
    ****************************************

Komentáře •