Saiyam Maru Shamnu |Vairagyotsav |Mumukshu Vairagiben Tated SadhvijiShri Divyarshi Shriji |Jatin Bid

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • દુનિયાના સર્વેસર્વા લોકોને, રોજ શમણા નથી આવતાં,
    ઘણાને શમણા આવે, પણ દરેક શમણા સાચા નથી પડતા,
    જેના શમણા સાચા પડે, તે દરેક આત્મલક્ષી નથી હોતા.
    મારૂં શમણું
    - અલગ છે, શાશ્વત છે, સાચું છે,
    - સુખાભાસ નહીં પણ સદાકાળ સુખદાયી છે.
    નિસ્વાર્થ ભાવના - મારૂં શમણું
    પરમાર્થી જીવન - મારૂં શમણું
    આત્મલક્ષી - મારૂં શમણું
    મુક્તિકાંક્ષી - મારૂં શમણું
    🎹🎧 સંયમ મારૂં શમણું 🎧🎹
    …....….....................................
    સ્વરાંકન: જતીનભાઈ બીદ
    શબ્દાંકન: જયશ્રીબેન કોઠારી
    સુરાંકન: હિતેશભાઈ ઉડાની
    …....….....................................
    Video:- Prit Portraits, Prit Shah & Paras Maru
    Cinematography :- Prit Shah,Abhijit Gupta,Paras Maru
    Aerial:- Priyank Sumariya
    Editing:- Paras Maru
    …....….....................................
    Lyrics:
    કેટલું રમણીય છે આ, કેટલું સુખખાણ રે,
    આ જીવનને જીવવાના, છે ઘણા અરમાન રે,
    ત્રણે લોકે ગાજે ગાજે, એનો રે જયકાર,
    મોહ્યો રે મારો આતમરાયા, ધરે સંયમધ્યાન રે
    …….....................................................
    જાગી જાગી આંખડી, ભાગી કાળી રાતડી,
    થયું માહરું, સફળ શમણું...
    શમણું..શમણું..સંયમ મારું શમણું (૨)
    ...શમણું (૨)...૧
    …….....................................................
    મોહને હરનાર છે એ, છે મહોદયકાર રે,
    સુખ દે આલોકમાં, પરલોકમાં હિતકાર રે,
    મોક્ષને દેનાર છે એ, કીર્તિને કરનાર છે,
    ધન્ય એ શ્રામણ્ય, તું છે, માહરો આધાર રે,
    છે સર્વ અર્થો સાધનારું, રત્ન એ ચિંતામણી
    ...શમણું (૨)...૨
    …….....................................................
    રંગ છે સોહામણો એ, હંસ જેવો શ્વેત રે,
    અંગ અંગે છલકતો એ, શુદ્ધિનો સંકેત રે,
    સંગ ભવજલતારણો છે, કહે છે ચેતન ! ચેત રે,
    મુક્તિનો મારગ બતાવે, જે પ્રમાણોપેત રે,
    છે ઝાલી આ સંસાર તરવા, સદગુરૂની આંગળી
    ...શમણું (૨)...૩
    …….....................................................
    ના ગમે આ ભોગસુખો, ના ગમે સંસાર રે,
    રાતદિન હૈયે ભરાતો, ધર્મનો દરબાર રે,
    રોમેરોમે વહી રહી છે, ત્યાગની રસધાર રે,
    ધન્ય એ શ્રામણ્ય, ક્યારે ? હું કરૂં સ્વીકાર રે,
    છે આત્મક્રાંતીની પળો આ, પુણ્યોદયથી સાંપડી
    ...શમણું (૨)...૪

Komentáře • 15